VIDEO: એસ્ટ્રોનોમર કંપનીના CEO અને હેડ એચઆર વચ્ચેના અફેરનો ભાંડો ફૂટ્યો! આખા જગતમાં વાયરલ થઈ ગયો વીડિયો

Rudra
By Rudra 2 Min Read

Andy Byron Video: ઓફિસ અફેરની ઘણા કિસ્સા તમે સાંભળ્યા હશે, આજે અમે એક મોટી સોફ્ટવેર કંપનીના સીઈઓ અને તેની કંપનીની એચઆર હેડના રોમાન્સનો કિસ્સો જણાવીશું. બંને વચ્ચે ઘણા સમયથી ચોરીછુપે અફેર ચાલી રહ્યું હતુ. જો કે મ્યુઝિક કોન્સર્ટ દરમિયાન બંનેની પોલ ખુલી ગઈ. આ ઘટના કેમેરામાં પણ કેદ થઈ ગઈ છે. તમને જણાવી દઈએ કે આ અમેરિકાના બોસ્ટન સ્થિત ગિલેટ સ્ટેડિયમની ઘટના છે. જ્યાં એક કોલ્ડપ્લે દરમિયાન લાઇવ કોન્સર્ટનું આયોજન કરવામાં આવ્યું હતુ. બંનેના કિસ કેમ મોમેન્ટે સોશિયલ મીડિયા પર ખળભળાટ મચાવી દીધો છે.

કોન્સર્ટ વચ્ચે કિસ કેમ સ્ક્રીન પર જેવો કેમેરો એસ્ટ્રોનોમર કંપનીના સીઈઓ એન્ડી બાયરન અને એચઆર કેબોટ પર ગયો કે, બંને એક બીજાની આલિંગન કરેલા જોવા મળ્યાં, બંનેએ ચહેરો છુપાવવા અને કેમેરાથી બચવા માટે પ્રયત્ન કર્યા, જો કે, ત્યાં સુધીમાં લોકોનું ધ્યાન તેના પર પડી ચૂક્યું હતુ.

કોલ્ડપ્લેના સિંગર ક્રિસ માર્ટિને સ્ટેજ પર જ મશ્કરી કરતા કહ્યું, ઓહ! આ બંને જુંઓ, આ બંને અફેરમાં છે અથવા તો બંને ખુબ શરમાળ છે. આ સાંભળતા જ ત્યાં હાજર હજારો લોકો વચ્ચે હાસ્ય અને તાળિઓ ગૂંજી ઉંઠી. આ વીડિયો ક્લિપ જોતજોતામાં સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગઈ છે.

સોશિયલ મીડિયા યુઝર્સ તેના પર અલગ અલગ પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. કેટલાક એન્ડી બાયરનની પત્ની પ્રત્યે સહાનુભુતિ દર્શાવી રહ્યાં છે તો કેટલાકે આ કપલને બેદરકાર ગણાવ્યું. એકે લખ્યું કે, સીઈઓની પત્ની માટે દુખદ… પણ સારુ થયું આ બધાની સામે આવી ગયું. અન્ય એક યુઝરે લખ્યું, જો અફેર છે તો કોન્સર્ટ જેવા સાર્વજનિક સ્થળે જવું કેવી મુર્ખતા કેહવાય.

જો કે આ મામલે હજુ સુધી કંપની કે એન્ડી બાયરન અને કેબોટ તરફથી કોઈ સત્તાવાર પ્રતિક્રિયા સામે આવી નથી. પરંતુ આ કિસ્સો સોશિયલ મીડિયાથી લઈને ઉદ્યોગ જગતમાં ચર્ચાનો વિષય બનેલો છે.

Share This Article