ઇન્ડિયન ચેમ્બર ઓફ કોમર્સ (આઇસીસી) એ 16 જુલાઈ, 2025 (બુધવાર) ના રોજ અમદાવાદમાં અમદાવાદ મેનેજમેન્ટ એસોશિએશન ખાતે “સ્માર્ટ સપ્લાય ચેઇન કોન્ક્લેવ 2025 – લોજિસ્ટિક્સના ભવિષ્યને અનલોક કરવાનું આયોજન” વિષય પર એક કાર્યક્રમ યોજ્યું હતું. આ કોન્ક્લેવમાં ઉદ્યોગ જગતના અગ્રણીઓ, સરકારશ્રીના માનનીય નેતાઓ, નીતિ નિર્માતાઓ અને લોજિસ્ટિક્સ અને સપ્લાય ચેઇન લેન્ડસ્કેપ સાથે જોડાયેલ વિવિધ કંપનીઓને એક પ્લેટફોર્મ પર સાથે લાવવામાં આવ્યા હતા અને વૃદ્ધિની તકો શોધવા માટેનું એક અજોડ પ્લેટફોર્મ પ્રદાન કરવામાં આવ્યું હતું.
આ કોન્ક્લેવમાં મોરબી (ગુજરાત) નજીક હળવદ જિલ્લાના દેવળિયા સ્ટેશન (ડબલ્યુસીજીડી) ખાતે ગતિશક્તિ કાર્ગો ટર્મિનલનું ઉદ્ઘાટન ગુજરાત સરકારના ઉદ્યોગ, સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગો, કુટીર, ખાદી અને ગ્રામીણ ઉદ્યોગો, નાગરિક ઉડ્ડયન, શ્રમ અને રોજગાર મંત્રી શ્રી બળવંતસિંહ રાજપૂત દ્વારા કરવામાં આવ્યું હતું. દેવળિયા સ્ટેશન પર 30 એકરથી વધુ વિસ્તારમાં ફેલાયેલું કાર્ગો ટર્મિનલ વેસ્ટર્ન કેરિયર્સ (ઇન્ડિયા) લિમિટેડ (ડબલ્યુ સીઆઈએલ) દ્વારા વિકસાવવામાં આવ્યું છે. આ સંપૂર્ણ સંકલિત કાર્ગો ટર્મિનલ ફ્રેઇટ હેન્ડલિંગ કાર્યક્ષમતામાં નોંધપાત્ર સુધારો કરવા, ટર્નઅરાઉન્ડ સમય ઘટાડવા અને વ્યવસાયો માટે સંચાલન ખર્ચ ઘટાડવા માટે તૈયાર છે.
આ કોન્ક્લેવના ઉદ્ઘાટન સત્રમાં શ્રી પથિક પટવારી (ચેર,આઈસીસી ગુજરાત સ્ટેટ કાઉન્સિલ; ડાયરેક્ટર, નેક્સસ ઇન્ફ્રાટેક પ્રાઇવેટ લિમિટેડ); શ્રી કનિષ્ક સેઠિયા (ચેર, આઈસીસી નેશનલ લોજિસ્ટિક કમિટી; સીઈઓ, વેસ્ટર્ન કેરિયર્સ ઈન્ડિયા લિમિટેડ); શ્રી નીલાભ્ર દાસ ગુપ્તા, આઈઆરએસ (ડેપ્યુટી ચેરમેન, દીનદયાળ પોર્ટ ઓથોરિટી, કંડલા, ગુજરાત) ; શ્રી સંદીપ પી. એન્જિનિયર (પ્રમુખ, ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી); ડો .સાવન ગોડિયાવાલા (પ્રમુખ, અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન); શ્રી ગિરીશ થોમસ (ચીફ જનરલ મેનેજર (ટ્રાફિક), જેએનપીએ, ન્હાવા શેવા, મુંબઈ) ઉપસ્થિત રહ્યાં હતા.
આ ચર્ચાઓમાં ડિજિટલ ટ્રાન્સફોર્મેશન, સુસ્ટેનેબલ લોજિસ્ટિક્સ પ્રેક્ટિસ, આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ અને ઓટોમેશનની ભૂમિકા અને સપ્લાય ચેઇન અને લોજિસ્ટિક્સ સ્થિતિસ્થાપકતાને વધારવા માટેની વ્યૂહરચના દ્વારા ભારતના લોજિસ્ટિક્સ ક્ષેત્રના ભવિષ્યને વેગ આપવા પર પણ ભાર મૂકવામાં આવ્યો. આવા વ્યાવસાયિકો માટે નેટવર્ક બનાવવા, નવીનતમ વલણો અને તકનીકો વિશે શીખવા અને આધુનિક સપ્લાય ચેઇન વિકસાવવામાં પડતી પડકારોનો સામનો કરવા અંગેની ચર્ચા કરવાના આવી હતી.