બજાજ ફાયનાન્સે અમદાવાદમાં સાયબર સુરક્ષા જાગૃતિ અભિયાન અંતર્ગત કર્યું ‘નોકઆઉટ ડિજિટલ ફ્રોડ’ કેમ્પેઈનનું આયોજન

Rudra
By Rudra 5 Min Read

અમદાવાદમાં આ જાગૃતિ અભિયાન બજાજ ફાયનાન્સના 100-શહેરી સાયબર સુરક્ષા કાર્યક્રમનો ભાગ છે, જે નાગરિકોને વિવિધ પ્રકારની સાયબર ધમકીઓ અને ફ્રોડ કરનારા સામે પોતાની નાણાકીય સંપત્તિને સુરક્ષિત રાખવાની રીતો વિશે જાણકારી આપે છે.

 

અમદાવાદ, ગુજરાત, જુલાઈ 11, 2025: બજાજ ફાયનાન્સ લિમિટેડ (BFL)ભારતની ખાનગી ક્ષેત્રની સૌથી મોટી નોનબેંકિંગ ફાયનાન્સિયલ કંપની(NBFC)અને બજાજ ફાયનસર્વનો ભાગ છે. કંપની દ્વારા આજે અમદાવાદમાં સાયબર ફ્રોડ અવરનેસ કાર્યક્રમ ‘નોકઆઉટ ડિજિટલ ફ્રોડ’નું આયોજન કર્યું હતું. જેમાં ડિજિટલ વપરાશકર્તાઓને વિવિધ પ્રકારની ધમકીઓ અને નાણાકીય સુરક્ષા માટેના શ્રેષ્ઠ પ્રયાસો વિશે જાણકારી આપવામાં આવી હતી.

 

નોકઆઉટ ડિજિટલ ફ્રોડ’ કાર્યક્રમ ભારતીય રિઝર્વ બેંક (આરબીઆઈ) દ્વારા 2024માં જારી કરવામાં આવેલા એનબીએફસી માટેના ફ્રોડ રિસ્ક મેનેજમેન્ટ ગાઇડલાઇન્સ સાથે સુસંગત છે, જે ડિજિટલ ઇકોસિસ્ટમને દરેક માટે સુરક્ષિત બનાવવા તકેદારી, સ્ટાફની જવાબદારી અને જાહેર સહભાગિતા પર ભાર મૂકે છે.

 

આ કાર્યક્રમનો ઉદ્દેશ્ય સ્કેમર્સ દ્વારા કરવામાં આવતા સામાન્ય નાણાકીય ફ્રોડ્સ તરફ નાગરિકોનું ધ્યાન દોરવા પર કેન્દ્રિત છે, જેમાં નકલી સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ, વોટ્સએપ ગ્રૂપ્સ અને ફાયનાન્સિયલ કંપનીઓની નકલ કરતી વેબસાઇટ્સનો સમાવેશ થાય છે, જે ખોટી રીતે સંલગ્નતા દર્શાવે છે અને તેમના કર્મચારી હોવાન પણ નકલ કરે છે.

 

બજાજ ફાયનાન્સના નોકઆઉટ ડિજિટલ ફ્રોડજાગૃતિ પહેલ દરમિયાન પ્રેક્ષકોને સંબોધિત કરતા અમદાવાદ સાઈબર પોલીસ રેંજના પોલીસ ઇન્સ્પેક્ટર, શ્રીમતી મિરલ બોરીચાએ જણાવ્યું હતું કે, “સાવચેત રહેવું અને સોશિયલ મીડિયા પર આવતી આકર્ષક અથવા અવાસ્તવિક રોકાણ યોજનાઓમાં ફસાવું ન જોઈએ અને સંવેદનશીલ માહિતીને હંમેશા સુરક્ષિત રાખો. સાયબર ફ્રોડને સામાજિક કલંક તરીકે ન ગણવું, તે કોઈની સાથે પણ થઈ શકે છે, પરંતુ ગોલ્ડન અવરમાં તુરંત જ 1930 પર ફરિયાદ નોંધાવવી જોઈએ, જેથી ફ્રોડને રોકવા માટે તુરંત કાર્યવાહી થઈ શકે.”

 

કાર્યક્રમ દરમિયાન સાઈબર પોલીસ રેન્જના સબઇન્સ્પેક્ટર શ્રીમતી કરીશ્મા ચૌધરીએ કહ્યું કે મોટાભાગના સ્કેમ મુખ્યત્વે બે કારણોસર થાય છે પહેલું, આપણા પોતાના ડિવાઇસ અને ટેકનોલોજી વિશે જ્ઞાનની ખામી અને બીજું, લોભલાલચ અને ઝડપી પૈસા કમાવાની ઇચ્છાને કારણે થાય છે.” તેમણે નાગરિકોને સોશિયલ અને ડિજિટલ પ્લેટફોર્મ્સ પર સુરક્ષિત રહેવાની અપીલ કરી અને એપ્સને તેમનો ડેટા શેર કરવાની પરવાનગી આપતા પહેલા હંમેશા બે વાર વિચાર કરવાનું કહ્યું, કારણ કે મોટાભાગના ફ્રોડની શરૂઆત અહીંથી થાય છે.”

 

ગાંધીનગર યુનિવર્સિટીના સાયબર સુરક્ષા નિષ્ણાત શ્રી યશ કનાણીએ વર્તમાન સમયમાં વધુ પ્રચલિત વિવિધ પ્રકારના ફ્રોડ્સ પર ઇનસાઇટ્સ શેર કરી જેમાં વોટ્સએપ હેકિંગ, ડિજિટલ અરેસ્ટ, સિમ ફ્રોડનો સમાવેશ થાય છે. તેમણે જણાવ્યું કે, “ડિજિટલ વેવ પર સવારી કરવી સમયની માંગ છે, પરંતુ ઓનલાઇન સ્પેસમાં સાવચેત રહેવું જ જોઈએ અને સોશિયલ મીડિયા ઓપરેટ કરતી વખતે અથવા કોઈ પણ પ્લેટફોર્મ પર અજાણી પ્રોફાઇલ્સથી ફ્રેન્ડ રિક્વેસ્ટ સ્વીકારતી વખતે હંમેશા સાવચેત રહેવું જોઈએ, તે સ્કેમનું પહેલું પગલું હોઈ શકે છે,”

 

બીએફએલના પ્રવક્તાએ કહ્યું કે, “અમારા ગ્રાહકોની નાણાકીય સુરક્ષા અમારા માટે સર્વોપરી છે. અમે સતત ઑનલાઇન અને ઑફલાઇન આ પ્રકારના ફ્રોડથી બચવા માટે અમારા ગ્રાહકો માટે સલાહો જારી કરીએ છીએ, સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ પર, તેમજ નાગરિકો સાથે ક્રિયાપ્રતિક્રિયાઓ દ્વારા દરેકને સાયબર સુરક્ષિત રહેવા માટે પ્રોત્સાહિત કરીએ છીએ.”

 

 

આ ઇવેન્ટમાં હાજર રહેલા નિષ્ણાંતો અને ગણ્યમાન્ય વ્યક્તિઓમાં અમદાવાદ રેંજના સાયબરક્રાઇમ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી મિરલ બોરીચા, ગાંધીનગર યુનિવર્સિટીના સાયબર સુરક્ષા નિષ્ણાત શ્રી યશ કનાણી, સબઇન્સ્પેક્ટર સુશ્રી કરીશ્મા ચૌધરી, અને ગાંધીનગર યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર ડૉ. કમલેશ વી. એન. નો સમાવેશ થાય છે.

 

નોકઆઉટ ડિજિટલ ફ્રોડ’ સાયબર સમુદાયને વ્યક્તિગત અને સંવેદનશીલ માહિતીને સુરક્ષિત રાખવા માટે મૂલ્યવાન સલાહો આપે છે. આમાં OTP, PIN શેર કરવાથી દૂર રહેવું, શંકાસ્પદ ઇમેઇલ્સ, SMS, લિંક્સ, QR કોડ્સ પર ક્લિક કરવાથી દૂર રહેવું અને અજાણ સ્ત્રોતોમાંથી એપ્લિકેશન્સ ડાઉનલોડ ન કરવા જેવી બાબતોનો સમાવેશ થાય છે. આ કાર્યક્રમમાં મુખ્ય શહેરો અને નગરોમાં ઇન્ટરએક્ટિવ વર્કશોપ્સ, ડિજિટલ જાગૃતિ અભિયાન અને સમુદાય આઉટરીચ પ્રોગ્રામ્સની વિવિધ શ્રેણીનો સમાવેશ કરે છે.

Share This Article