શું તમે યુટ્યુબ પર સતત વિડીયો જોયા કરો છો. તો યુટ્યુબ પર સતત વિડીયો જોનારા યુઝર્સ માટે યુટ્યુબ એક નવું ફિચર લઇને આવ્યું છે. યુટ્યુબનું આ નવું સ્માર્ટ ફિચર સતત વિડીયો જોવા પર તમને રિમાઇન્ડર મોકલશે. હમણાં જ થયેલી ગૂગલ કોન્ફરન્સમાં આ ઘોષણા કરવામાં આવી હતી. જોકે આ ફિચર હમણા એન્ડ્રોઇડ પી પર જ ઉપલબ્ધ થશે.
યુટ્યુબ પર આ ફિચર ડિફોલ્ટ નહી હોય. આ ફિચરને અનેબલ કરવા માટે યુટ્યુબના સેટિંગમાં જવાનું રહેશે. ત્યારબાદ જનરલમાં તમને રિમાઇંડ મી ટુ ટેક બ્રેક ઓપ્શન સિલેક્ટ કરવાનું રહેશે. આ ફિચર તમને 15 મિનીટથી લઇને 3 કલાક સુધીનું રિમાઇંડર સિલેક્ટ કરવાનું ઓપ્શન આપશે.
એન્ડ્રોઇડ પીનું પબ્લિક બીટા વર્ઝન ગૂગલ પિક્સલ અને પિક્સલ 2 સિરીઝ સિવાય બીજા સાત સ્માર્ટફોનમાં હશે. આ સ્માર્ટફોનમાં નોકીયા 7 પ્લસ, સોની એક્સપિરીયા એક્સ.ઝી2, શાઓમી મિક્સ 2એસ, ઓપ્પો આર15 પ્રો, વીવો એક્સ 21, ઇસેંશિયલ પીએચ-1 અને જલ્દી જ લોન્ચ થનારા વન પ્લસ 6 સામેલ છે.
યુટ્યુબ પર વિડીયો જોવાના શોખીન લોકો એ ભૂલી જતા હોય છે કે થોડા સમયે આંખોને આરામ આપવો જોઇએ. જેથી યુટ્યુબે જ આ સ્માર્ટ ફિચર આપીને પોતાના યુઝર્સને બ્રેક લેવા માટે અપીલ કરી છે.