મુંબઈ : સરઝમીન કી સલામતી સે બઢ કર, વિજય મેનન કે લિયે કુછ ભી નહિ. સરઝમીનનું ટ્રેલર બહાર આવી ગયું છે, જે ફરજ, ઓળખ અને ભાવનાત્મક સંઘર્ષની કોમ્પ્લેક્સ, સઘન અને રોચક વાર્તાની ઝાંખી કરાવે છે. 25મી જુલાઈથી જિયોહોટસ્ટાર પર રિલીઝ થનારી સરઝમીનમાં પૃથ્વીરાજ સુકુમારન વિજય મેનન તરીકે જોવા મળશે, જે પિતાના પ્રેમ અને સૈનિકની ફરજ વચ્ચે વહેંચાયેલો છે. મેહર તરીકે કાજોલ પરિવારને અકબંધ રાખવા માટે સર્વ મુશ્કેલીઓ સામે લડતી માતા છે અને હરમન તરીકે ઈબ્રાહિમ અલી ખાન ક્રોસરોડ્સ ખાતે સપડાયેલો નિર્બળ યુવાન છે. આ ફિલ્મ સાથે કાયોઝી ઈરાની દિગ્દર્શનમાં પદાર્પણ કરી રહ્યા છે, જ્યારે નિર્માણ ધર્મા પ્રોડકશન્સના બેનર હેઠળ હીરૂ યશ જોહર, કરણ જોહર, અદર પૂનાવાલા અને અપૂર્વા મહેતા દ્વારા કરવામાં આવ્યું છે.
તેના હાર્દમાં સરઝમીન રાષ્ટ્રને શક્તિશાળી સલામી છે, જે ત્યાગ, ભાંગેલી વફાદારીઓ અને લોહીના સંબંધ અને પરિવાર વચ્ચે પસંદગી કરવાનો ભાવનાત્મક ભાર છે. આ ત્રિપુટી એવો પરિવાર જીવંત કરે છે, જે ભૂતકાળની ગોપનીયતા દ્વારા અલગ થયો છે. ફિલ્મ જિયોહોટસ્ટાર પર હિંદી, તમિળ, તેલુગુ, મલયાલમ અને કન્નડમાં ઉપલબ્ધ છે.
દિગ્દર્શક કાયોઝી ઈરાની કહે છે, “સરઝમીન દિગ્દર્શક તરીકે મારી પ્રથમ ફિલ્મ છે અને હું તે માટે પોતાને બહુ જ ગૌરવશાળી માનું છું. આ વાર્તા મારી પાસે ગણગણાટની જેમ આવી અને ઝડપથી ગર્જની બની જેની હું અવગણના નહીં કરી શકું. તે ભાવનાત્મક છે, તે સઘન છે અને તે તેના હાર્દમાં મોટો પ્રશ્ન પૂછે છે, તે પ્રેમ, ઓળખ અને આ ગૂંચભરી દુનિયામાં તમારું સ્થાન શોધવા વિશેના વાર્તા છે. તે આજની દુનિયા સાથે સુમેળ સાધે છે અને તે તેની ગૂંચને મઢી લે છે. કાજોલ મામ, પૃથ્વીરાજ સર અને ઈબ્રાહિમને દિગ્દર્શિત કરવાનો અનુભવ બહુ સુખદ અનુભવ રહ્યો છે. તેઓ તેમનાં પાત્રો પ્રત્યે બહુ સમર્પિત છે અને તેમણે સંપૂર્ણ ફરક લાવી દીધો છે.’’
પૃથ્વીરાજ સુકુમારન કહે છે, “મેં સરઝમીનની સ્ક્રિપ્ટ વાંચી ત્યારથી હું જાણતો હતો કે આ પાત્ર માટે ભજવવું જરૂરી છે. તે લેયર્ડ, સઘન છે અને ફરજ અને પ્રેમને નામે આપણે કરીએ તે પસંદગીના ભાવનાત્મક ભોગ વિશે બોલે છે. આ પાત્ર ભજવવા માટે મેં ધાર્યું નહોતું તે રીતે મને પોતાને આગળ ધપાવવો પડ્યો. તેણે મારી કટિબદ્ધતાને પડકારી અને શાંતિ, વફાદારી અને સચ્ચાઈના ભાર પર મને પ્રદર્શિત કર્યો. મને આવા રૉ, રિયલ અને રિસોનન્ટનો હિસ્સો બનવાનું ગૌરવજનક લાગે છે. કાજોલ સાથે કામ કરવાની આ અતુલનીય તક મળી,સ જે શક્તિશાળી અભિનેત્રી છે, જ્યારે ઈબ્રાહિમ પણ સુંદર છે. મને ખરેખર આશા છે કે સરઝમીન દર્શકોના હાર્દ સાથે સુમેળ સાધીને રહેશે.’’
કાજોલ ઉમેરે છે, “સરઝમીન ભાવનાત્મક ઊંડાણ માટે હાકલ છે, જેણે અભિનેત્રી તરીકે મને ખરેખર પ્રભાવિત કરી. ભૂમિકા અત્યંત અંગત સ્તરે મારી સાથે સુમેળ સાધે છે. મને આવા કોમ્પ્લેક્સ પાત્રને જીવંત કરતાં ઈબ્રાહિમને જોવાની ખુશી છે અને હું તેના માટે બહુ રોમાંચિત છું. સરઝમીનમાં મારા પાત્રના ઘણા બધા લેયર છે. તે વાર્તાનું ભાવનાત્મક હાર્દ છે અને કાયોઝીનું વિઝન રોચર રીતે પડદા પર તેને પ્રદર્શિત કરે છે. હું ફિલ્મની રિલીઝની ઉત્સુકતાથી વાટ જોઈશ.’’
આ વિશે રોમાંચ વ્યક્ત કરતાં ઈબ્રાહિમ અલી ખાન કહે છે, “સરઝમીન ભાવનાત્મક માઈલસ્ટોન છે જે હંમેશાં મને યાદ રહેશે. મેં અભિનેતા જ નહીં પરંતુ વ્યક્તિ તરીકે પણ કલ્પના કરી નહોતી તે રીતે તેણે મને પડકાર્યો હતો. મારું પાત્ર પ્રેમ, વફાદારી અને સચ્ચાઈ વચ્ચે વહેંચાયેલું છે અને આ ભાવનાત્મક આયામમાંથી પસાર થવું તે ખરેખર શીખવાનો અનુભવ બની રહ્યો. કાજોલ મામ અને પૃથ્વીરાજ સરને એકશનમાં જોવાની બહુ મજા આવી. તેઓ તેમની કળામાં અત્યંત સહજ છે અને તેથી મને સારું કામ કરવાની પ્રેરણા મળી. કાયોઝીએ પણ મને યોગ્ય રીતે આગળ વધાર્યો. તેણે ઊંડાણ, સ્થિરતા અને નિર્બળતાની માગણી કરી હતી. મેં મારું મન અને આત્માને તેમાં પરોવી દીધો છે અને મને આશા છે કે દર્શકોને ફિલ્મ જોવાની મજા આવશે. સરઝમીન જેવી વાર્તાઓ જોવા જેવી છે અને દરેક દ્વારા સર્વત્ર તે મહેસૂસ થશે.’’