Elon Musk New Political Party: અમેરિકાના 249માં સ્વતંત્રતા દિવસ પર રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે બહુચર્ચિત વન બિગ બ્યુટીફુલ કાયદો લાગુ કરી દીધો છે. આ વચ્ચે તેના પૂર્વ સહિયોગી અને ઉદ્યોગપતિ એલોન મસ્કે અમેરિકા પાર્ટી નામે નવી રાજકીય પાર્ટી બનાવવાની જાહેરાત કરી દીધી છે. તેણે કહ્યું કે, આ પાર્ટી અમેરિકાના લોકોને એક પાર્ટી સિસ્ટમથી મુક્તિ આપશે, મસ્કની આ જાહેરાત બાદ અમેરિકાની રાજનીતિમાં ભૂકંપ સર્જાયો છે.
મસ્કે નવી રાજકીય પાર્ટી બનાવવાની જાહેરાત સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર કરી છે, તેણે પોતાની પોસ્ટમાં હાલમાં જ યોજાયેલા એક સર્વેક્ષણને ટાંકતા લખ્યું, આજ અમેરિકા પાર્ટીની રચના તમારી સ્વતંત્રતા પરત આપવા માટે કરવામાં આવ્યું છે.
તેણે દાવો કર્યો કે સર્વેક્ષણમાં 2:1ના ગુણોતરમાં જનતાએ એક નવી રાજકીય પાર્ટીના વિકલ્પની ઇચ્છા વ્યક્ત કરી છે. તને એક નવી રાજકીય પાર્ટી ઇચ્છો છો અને હવે આ રાજકીય પાર્ટી તમારી સામે છે.
પોતાની જાહેરાતમાં મસ્કે વર્તમાન રાજકીય વ્યવસ્થાની ટિકા કરતા કહ્યું, જ્યારે વાત બરબાદી અને ભ્રષ્ટાચારથી આપણા દેશને દેવાળિયો બનાવવાની વાત આવે છે તો આપણે એક પાર્ટી સિસ્ટમમાં જીવી રહ્યાં છીએ. લોકતંત્રમાં નહીં. તેણે એવું પણ કહ્યું કે, પાર્ટીની રચના તમારી ખોવાયેલી આઝાદીને પાછી અપાવવા માટે કરવામાં આવી છે.
મસ્કે 4 જુલાઈએ અમેરિકાના સ્વતંત્રતા સમારોહ દરમિયાન પોતાના પ્લેટફોર્મ એક્સ પર એક પોલ પોસ્ટ કર્યો હતો. જેમાં તેણે પોતાના ફોલોઅર્સને પૂછ્યુ – સ્વતંત્રતા દિવસ પર પૂછવાનો સૌથી યોગ્ય સમય છે, શું તમે બે-પાર્ટીની સિસ્ટમથી આઝાદી ઇચ્છો છો? શું અમારે અમેરિકા પાર્ટી બનાવવી જોઈએ?
આ પોલમાં 65.4 ટકા લોકોએ હા માં વોટ આપ્યો, જ્યારે 34.6 ટકા લોકોએ ના કહ્યું હતુ. મસ્કે આ મજબૂત જનસમર્થનને પાર્ટી લોન્ચ કરવાની પ્રેરણા ગણાવ્યુ અને આ બંને પ્રમુખ દળો રિપબ્લિકન અને ડેમોક્રેટિકના પ્રત્યે જનતામાં વધતા અસંતોષની પ્રતિક્રિયાના રૂપે રજૂ કર્યો.
નોંધનીય છે કે, નવી પાર્ટીની જાહેરાત પહેલા તેણે ટ્રમ્પ સરકાર સાથે નાતો તોડ્યો હતો અને DOGEથી પણ બહાર થઈ ગયો છે, જેથી તેના રાજકીય અને સાર્વજનિક જીવમાં એક મહત્વપૂર્ણ બદલાવ દેખાઈ રહ્યો છે.