સ્વદેશી જાગરણ મંચ અને સ્વાવલંબી ભારત અભિયાન દ્વારા આણંદ કૃષિ યુનિવર્સિટી ખાતે ૨૮ અને ૨૯ જૂન, ૨૦૨૫ ના રોજ બે દિવસીય પ્રાંતીય પ્રશિક્ષણ અને વિચાર વર્ગનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય સ્વદેશી ભાવનાને પ્રોત્સાહન આપવાનો, સ્વાવલંબન અભિયાનને વેગ આપવાનો અને સ્વયંસેવકોને સંગઠનની કાર્યપદ્ધતિથી માહિતગાર કરવાનો હતો.
આ કાર્યક્રમમાં સ્વદેશી જાગરણ મંચના અખિલ ભારતીય સંગઠક માનનીય કાશ્મીરી લાલજી મુખ્ય વક્તા તરીકે ઉપસ્થિત રહ્યા હતા. તેમની સાથે પશ્ચિમ ક્ષેત્ર સંગઠક માનનીય મનોહર લાલજી, પશ્ચિમ ક્ષેત્ર સહ-કાર્યવાહ, RSS માનનીય યશવંતભાઈ ચૌધરી, ગુજરાત પ્રાંત સંગઠક ડૉ. મયુરભાઈ જોષી અને પ્રદેશ સંયોજક હસમુખભાઈ ઠાકર, પ્રાંત સંયોજક કરણસિંહ ગૌડ અન્ય મહાનુભાવો પણ ઉપસ્થિત રહ્યા.
સ્વદેશી ભાવના અને રાષ્ટ્ર પ્રેરણાની વાત સાથે સ્વદેશી જાગરણ મંચના અખિલ ભારતીય સંગઠક કાશ્મીરી લાલજીએ સ્વદેશી વસ્તુઓના ઉપયોગ અને મહિલાઓની ભાગીદારી દ્વારા રાષ્ટ્ર નિર્માણ પર ભાર મૂક્યો. તેમણે ચીન અને અમેરિકા સાથેના ભારતના વેપાર સંબંધોની પણ ચર્ચા કરી અને તે અંગે માર્ગદર્શન આપ્યું.
માનનીય મનોહરજી અગ્રવાલ દ્વારા સ્વદેશી જાગરણ મંચની કાર્યપદ્ધતિ અને સ્વયંસેવકના ગુણો વિશે માર્ગદર્શન અપાયું.શ્રી હસમુખભાઈ ઠાકર અને ડો. સત્યજીતજી દેશપાંડેએ વર્ષભરના કાર્યક્રમો અને મહત્વપૂર્ણ દિવસોનું મહત્વ સમજાવ્યું અને તે અંગે વાર્ષિક આયોજન કેવી રીતે કરવું તે અંગે માર્ગદર્શન આપ્યું.’સ્ટાર્ટઅપ ટુ સ્પેસ ભારત ફર્સ્ટ’ મેળો સંદર્ભે મેલા પ્રમુખ નિર્મલભાઈ પટેલ અને સોશ્યિલ મીડિયા પ્રમુખ અમિતભાઈ પંડ્યાએ ૫ થી ૯ ડિસેમ્બર, ૨૦૨૫ દરમિયાન કર્ણાવતી (અમદાવાદ) માં યોજાનાર સ્વદેશી મેળાની રૂપરેખા રજૂ કરી અને તેના પ્રચાર પર ભાર મૂક્યો. આ સત્રમાં વધુ માર્ગદર્શન ગુજરાત પ્રાંત સંગઠક ડૉ. મયુરભાઈ જોષીએ આપ્યું હતું. માનનીય યશવંતભાઈ ચૌધરીએ સંઘના શતાબ્દી વર્ષ નિમિત્તે ભારતને આંતરિક રીતે સશક્ત બનાવવાના પ્રયાસો અને સામાજિક સદભાવ, પર્યાવરણ સંરક્ષણ, તથા નાગરિક કર્તવ્યોના પાલનના મહત્વ પર ભાર મૂક્યો.
સ્વાવલાંબી ભારત અભિયાન વિષે હાર્દિકભાઈ વાછાણી અને ધવલભાઈ ઠક્કરે સ્વાવલંબન કેન્દ્રો અને બેરોજગારીના સમાધાન માટેના પ્રયાસો પર ભાર મૂક્યો. શ્રી અશોકભાઈ જાદવે SSIP અને ભરૂચ GTU ના સફળ સ્ટાર્ટઅપ મોડેલનું ઉદાહરણ આપ્યું. કવિતભાઈ શાહે તેમના સ્ટાર્ટઅપ અંગે ફેલ્યોરથી સકસેસ સુધીની માહિતી આપી હતી. આણંદ કૃષિ યુનિવર્સીટીના નિકુંજભાઈ સોનીએ લોકોની સમસ્યાઓનું નિરાકરણ લાવતી અને માંગ આધારિત પ્રોડક્ટ્સ બનાવવાથી મળતી સફળતાના ઉદાહરણો રજૂ કર્યા.
સમાપન સમારોહમાં મનસુખભાઈ પટેલ દ્વારા આયોજનમાં સહયોગ આપનાર તમામનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો. કાશ્મીરી લાલજીએ પરિવારોમાં આત્મીયતા વધારવા અને સંતાનોને આવા વર્ગોમાં જોડવા પર ભાર મૂક્યો, સાથે જ “સ્વદેશી સુરક્ષા એવમ સ્વાવલંબન અભિયાન” અને “એકાંત માનવ દર્શન” જેવા પુસ્તકોના મહત્વની ચર્ચા કરી. આ બે દિવસીય કાર્યક્રમ સ્વદેશી અને સ્વાવલંબનના સંદેશને મજબૂત બનાવવામાં સફળ રહ્યો અને ઉપસ્થિત સ્વયંસેવકોને રાષ્ટ્ર નિર્માણના કાર્યમાં વધુ સક્રિય થવા પ્રેરિત કર્યા