મુંબઈ : વધતા ખતરાના સમયે સૈનિકે તેણે જેનું રક્ષણ કરવા માટે શપથ લીધા હોય તે દેશ અને તે જેને પ્રેમ કરે એ પોતાના પરિવાર વચ્ચે કોઈ એકની પસંદગી કરવી પડે છે. સરઝમીન જિયોહોટસ્ટાર પર ખાસ 25મી જુલાઈથી પ્રસારિત થશે, જે શક્તિશાળી અને ભાવનાત્મક થ્રિલર ફ્રન્ટલાઈનની પાછળ તે ગુસ્સો આપતો શાંત સંઘર્ષમાં લઈ જાય છે, જ્યાં ફરજનો ભોગ ફક્ત ત્યાગ નથી, પરંતુ અમુક વાર શંકાસ્પદ હોય છે.
કાશ્મીરમાં વધતી અસ્થિરતાની પાર્શ્વભૂમાં સ્થાપિત ફિલ્મમાં ફરજનું અતૂટ ભાન અને અંગત ત્યાગ માટે જ્ઞાત લશ્કરી અધિકારી વિજય મેનન (પૃથ્વીરાજ સુકુમારન), પરિવારને એકત્ર રાખવા ઝઝૂમતી મજબૂત માતા અને પત્ની મીરા (કાજોલ), હરમન (ઈબ્રાહિમ અલી ખાન) એક યુવાન જ્યારે પડછાયારૂપી યાદો અને અસ્થાયી સત્ય વચ્ચે સપડાઈ જાય ત્યારે તેની ભૂમિકાની રોચક ઘનતામાં ડોકિયું કરાવે છે.
જિયોહોટસ્ટારના આલોક જૈન કહે છે, “સરઝમીન આપણે જીવીએ તે સમયને ઊંડાણથી સુસંગત છે. તે ઈમાનદારી અને હૃદય સાથે આજની દુનિયાની ભાવનાત્મક ગૂંચને મઢી લે છે. ઊંડાં મૂળિયાં ધરાવતી અને અર્થપૂર્ણ રીતે ઘડાયેલી વાર્તા લાવવાની અમારી મોજૂદ કટિબદ્ધતાના ભાગરૂપે અમને સરઝમીન લાવવામાં ગૌરવની લાગણી થાય છે, જે ધર્મા સાથે સહયોગમાં નિર્માણ કરાઈ છે. આ ફિલ્મ ખરેખર તે ધ્યેયને પ્રદર્શિત કરે છે.’’
નિર્માતા કરણ જોહર કહે છે, “સરઝમીન ફરજ, પરિવાર અને આપણી વ્યાખ્યા કરતી પસંદગીઓ વિશેની ઊંડી ભાવનાત્મક વાર્તા છે. આ ફક્ત થ્રિલર નથી, પરંતુ અંગત અને શક્તિશાળી પ્રવાસ છેસ, જે આપણે જીવીએ તે સમય સાથે વાત કરે છે. ઈમાનદારી અને મનથી તે તમારી આસપાસ બધાની જ કસોટી થાય ત્યારે તમારાં મૂલ્યો સાથે સાર્થક રહેવાનો અર્થ શું થાય છે તેમાં ડોકિયું કરાવે છે. અમને ફરી એક વાર આ વાર્તા દેશભરના દર્શકો માટે લાવવા જિયોહોટસ્ટાર સાથે જોડાણ કરવાની ખુશી છે. આ ભાગીદારી અર્થપૂર્ણ વાર્તાને ટેકો આપવાનું અને ઉજવણી આપવાનું ચાલુ રાખશે.’’
નિર્માતા અપૂર્વા મહેતા કહે છે, “ધર્મામાં અમે માનીએ છીએ કે વાર્તા એવી કહેવી જોઈએ જે ભાવનાત્મક રીતે જોડાણ સલાધે અને કાયમી છાપ છોડે. સરઝમીન આવી જ એક ફિલ્મ છે, જે ઉચ્ચ સ્તર અને હાર્દ ધરાવે છે. કાયોઝીએ બહુ સંવેદનશીલતા સાથે વાર્તા હાથ ધરી છે અને પૃથ્વીરાજ, કાજોલ તથા ઈબ્રાહિમનો અભિનય શક્તિશાળી અને સુંદર છે. અમને અર્થપૂર્ણ અને રોચક ફિલ્મ માણવા માગતા ભારતભરના દર્શકો માટે આ ફિલ્મ લાવવા જિયોહોટસ્ટાર સાથે ભાગીદારી કરવામાં ગૌરવની લાગણી થાય છે.’’
સરઝમીન સાથે દિગ્દર્શનમાં પદાર્પણ કરનાર કાયોઝી ઈરાની કહે છે, “સરઝમીન હંમેશાં મારા મનમાં વિશેષ સ્થાન ધરાવશે, કારણ કે તે દિગ્દર્શિત તરીકે મારી પ્રથમ ફિલ્મ હોવા સાથે મને અત્યંત ભાવનાત્મક અને મજબૂત ઘનતા ધરાવતી વાર્તા કરવાનો મોકો મને આપ્યો છે. હું કરણ, અપૂર્વા અને આખા ધર્મા પરિવારે મારી પર વિશ્વાસ મૂકયો તે બદલ તેમનો આભારી છું. પૃથ્વીરાજ સર, કાજોલ મામ અને ઈબ્રાહિમ જેવા અદભુત કલાકારો તેમના અભિનયમાં ભાવનાત્મક ઊંડાણ અને નિખાલસતા લાવે છે તેમની સાથે કામ કરવાનું મને વિશેષાધિકાર જેવું લાગે છે. વળી, દેશભરના દર્શકો સુધી આ વાર્તા લઈ જવા માટે જિયોહોટસ્ટાર સાથે કટિબદ્ધ ભાગીદારી જેવું બીજું હું કશું માગી શકું એમ નથી. સરઝમીનની ભાવનાત્મક રણભૂમિ શક્તિશાળી છે.’’