મુંબઈ: ભારતના અગ્રણી ક્રેડિટ બ્યુરોમાંના એક, CRIF હાઇ માર્કે ભારતમાં MSMEની ધિરાણ પરિસ્થિતિનો વ્યાપક દૃષ્ટિકોણ પ્રદાન કરતી MSMEx (માઇક્રો, સ્મોલ અને મીડિયમ એક્સપોઝર) સ્પોટલાઇટ રિપોર્ટ – જૂન’25 માં લોન્ચ કરી. આ રિપોર્ટ ઔપચારિકીકરણ અને સ્થિતિસ્થાપકતાની વધતી પસંદગી સહીત ક્રેડિટ એક્સપોઝર, ધિરાણકર્તાના વલણો, ઉધાર લેનારના વર્તન અને ક્ષેત્રીય વિતરણમાં મહત્વપૂર્ણ ફેરફારોને દર્શાવે છે.
માર્ચ 2025 સુધીમાં સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગોમાં ક્રેડિટ એક્સપોઝર ₹40.4 લાખ કરોડ હતું, જે વાર્ષિક ધોરણે 20.1% વધ્યું છે. આ વૃદ્ધિ નીતિ સમર્થન, ડિજિટલાઇઝેશન અને નાણાકીય સમાવેશ માટે સતત દબાણની એ સંયુક્ત અસરને પ્રતિબિંબિત કરે છે, જેનાથી વ્યવસાયિક ક્ષેત્રોમાં ઔપચારિક ધિરાણની ઉપલબ્ધતાનો વિસ્તાર થયો છે. તમામ સક્રિય લોનના લગભગ 81.1% હિસ્સા સાથે સૌથી વધુ લોન માઇક્રો ક્રેડિટ વ્યવસાયોએ લીધી હતી, જ્યારે નાના વ્યવસાયોએ મૂલ્યની દ્રષ્ટિએ સૌથી વધુ યોગદાન આપવાની સાથે કુલ પોર્ટફોલિયોમાં 39.9% જેટલો ફાળો આપ્યો.
એક નોંધપાત્ર વલણ હતું ઔપચારિક વ્યવસાયિક માળખાઓની પસંદગી. સૂક્ષ્મ ધિરાણ લેનારાઓમાં, માલિકીનો હિસ્સો – જ્યારે હજુ પણ પ્રબળ છે – બે વર્ષમાં 65% થી ઘટીને 62.8% થયો છે, જ્યારે પ્રાઇવેટ લિમિટેડ કંપનીઓનો હિસ્સો 5.5% થી વધીને 7.3% થયો છે. આ ફેરફાર ડિજિટલ ઓનબોર્ડિંગ અને ઉદ્યમ સહાય જેવી લક્ષિત યોજનાઓની મદદથી વ્યવસાયિક ઔપચારિકીકરણ તરફ એક પ્રોત્સાહક પગલું સૂચવે છે. મે 2025 સુધીમાં, ઉદ્યમ અને ઉદ્યમ સહાય પ્લેટફોર્મ પર 6.4 કરોડથી વધુ વ્યવસાયોએ નોંધણી કરાવી હતી, જેમાંથી મોટાભાગના સૂક્ષ્મ વ્યવસાયો હતા.
ધિરાણ આપવાની વાત કરીએ તો જાહેર ક્ષેત્રની બેંકો 45% ના બજાર હિસ્સા સાથે સૂક્ષ્મ વ્યવસાય ધિરાણમાં આગળ વધી રહી છે. નાના અને મધ્યમ વ્યવસાયના ક્ષેત્રમાં, ખાનગી બેંકો પ્રભુત્વ ધરાવે છે, જે બાકી ધિરાણનો લગભગ 50% જેટલો હિસ્સો ધરાવે છે. નિયમનકારી સમર્થનથી લાભ મેળવીને જે પ્રાથમિકતાવાળા ક્ષેત્રના ધોરણો હેઠળ નાના સાહસોને ધિરાણનું વર્ગીકરણ કરતી NBFCs એ વિવિધ ક્ષેત્રોમાં તેની કામગીરી સતત વધારી છે.
આ રિપોર્ટ ક્રેડિટ ઉત્પાદનની પસંદગીઓમાં પણ થોડા-ઘણા ફેરફારો તરફ પણ નિર્દેશ કરે છે. ઉધાર લેનારાઓમાં વર્કિંગ કેપિટલ લોન સૌથી સામાન્ય રહેવાની સાથે પોર્ટફોલિયોના અડધાથી વધુ હિસ્સો બનાવે છે. જોકે, સૂક્ષ્મ ઉધાર લેનારાઓ માટે ટર્મ લોનનો હિસ્સો બે વર્ષમાં 37.5% થી વધીને લગભગ 39.7%% થયો છે, જે ધિરાણકર્તાઓના વિશ્વાસમાં વધારો સૂચવે છે. દરમિયાન, અનસિક્યોર્ડ બિઝનેસ લોનમાં 5.0% થી 8.5% નો વધારો જોવા મળ્યો છે, જેનું કારણ છે આંશિક રીતે સ્મોલ-ટિકિટ લોન ઓફર કરતા ડિજિટલ લેન્ડિંગ પ્લેટફોર્મ.
ભૌગોલિક રીતે, વૃદ્ધિ વ્યાપક રહી છે. માર્ચ 2025 સુધીમાં ₹6.2 લાખ કરોડના પોર્ટફોલિયો સાથે ક્રેડિટ એક્સપોઝરમાં મહારાષ્ટ્ર સૌથી આગળ છે, જેના પછી ગુજરાત, તમિલનાડુ અને ઉત્તર પ્રદેશ આવે છે. બધા મુખ્ય રાજ્યોએ બે આંકડામાં વૃદ્ધિ નોંધાવી છે, અને મોટાભાગના રાજ્યોએ અસ્ક્યામતોની સ્થિર અથવા સુધારેલી ગુણવત્તા દર્શાવી છે. ઉદાહરણ તરીકે, તમિલનાડુમાં 91-180 દિવસની બકેટમાં તેની ડેલિક્યુએનસી સુધરીને 2.4% થી 2.0% થઇ ગઈ છે.
આ તારણ પર ટિપ્પણી કરતા, CRIF હાઇ માર્કના ચેરમેન અને ભારત અને દક્ષિણ એશિયાના રિજનલ એમડી, સચિન સેઠે જણાવ્યું હતું કે: “માર્ચ 2025 સુધીમાં, 174 લાખ સક્રિય લોન સાથે સૂક્ષ્મ વ્યવસાયો ભારતની ક્રેડિટ અર્થવ્યવસ્થાને આગળ ધપાવવાનું ચાલુ રાખે છે. તેમનું કુલ ક્રેડિટ એક્સપોઝર વાર્ષિક ધોરણે 19.7% વધીને ₹10.8 લાખ કરોડ થયો છે. આ ગતિનું કારણ છે ધિરાણકર્તાઓના વિશ્વાસ, ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરના વિસ્તરણ અને કેન્દ્રિત સરકારી પહેલ, જે વધુને વધુ વ્યવસાયોને ઔપચારિક સ્તરે લાવવામાં મદદ કરી રહી છે. અમે વ્યવસાયોને વધુને વધુ ઔપચારિક બનતા અને ખાસ કરીને ડિજિટલ ચેનલો દ્વારા અનસિક્યોર્ડ ક્રેડિટના અપનાવવામાં વધારો જોઈ રહ્યા છીએ. આ એક એવા ક્ષેત્ર તરફ નિર્દેશ કરે છે જે વ્યવસાયની નાણાકીય ક્ષમતા અને લોનની મુદત પૂરી થવાના સમય, બંનેમાં વિસ્તરણ કરી રહ્યું છે.”
MSMEx સ્પોટલાઇટ એ ભારતમાં MSME ની ક્રેડિટ એક્સપોઝર પરિસ્થિતિ પર CRIF હાઇ માર્કનું મુખ્ય પ્રકાશન છે. ગ્રેન્યુલર ક્રેડિટ બ્યુરો ડેટા પર બનેલ, તે ધિરાણકર્તાઓ, નિયમનકારો અને નીતિ નિર્માતાઓ માટે ક્ષેત્રના સ્વાસ્થ્યને ટ્રેક કરવા, ઉધાર લેનારાઓના ફેરફારોને સમજવા અને જવાબદાર ધિરાણ વિસ્તરણને સમર્થન આપવા માટે મૂલ્યવાન માહિતી પ્રદાન કરે છે.