50 વર્ષની વિધવા મહિલાએ પ્રેમમાં તમામ હદો પાર કરી, દીકરાના ક્લાસમેટ સાથે લગ્ન કરી ગર્ભવતી બની

Rudra
By Rudra 3 Min Read

‘ના ઉમ્ર કી સીમા હો ના જન્મ હો બંધન,’ ગઝલની આ લાઈનને એક 50 વર્ષની બિઝનેસ વુમને પોતાના જીવનમાં ઉતારી લીધી હોય, એમ પોતાના જ દીકરાના ફ્રેન્ડથી પ્રેગ્નેટ થઈ છે. જી હા ચીનમાં રહેતી સિસ્ટર જિન નામની મહિલાએ પોતાના દીકરાના ક્લાસમાં ભણતા એક છોકરા સાથે લગ્ન કરી લીધા. એટલું જ નહીં હવે મહિલાએ પોતાની પ્રેગ્નેન્સીનું એલાન કરી દીધું છે. સિસ્ટર જિને સોશિયલ મીડિયા પર એક વાતની જાણકારી આપી છે. આ લવ સ્ટોરીને લઈને લોકો દ્વારા અલગ અલગ કોમેન્ટ કરી રહ્યાં છે.

સિસ્ટર જિને જે છોકરા સાથે લગ્ન કર્યા છે તે રશિયાનો રહેવાસી છે અને તેનું નામ ડેફૂ છે. એક દિવસ તે પોતાના મિત્ર સાથે સિસ્ટર જિનના ઘરે લંચ માટે આવ્યો હતો. ડેફૂ ફર્રાટેદાર ચીની ભાષા બોલતો હતો, તેણે પોતાના ફ્રેન્ડની મા ના હાથે બનેલી રસોઈના ખૂબ વખાણ કર્યાં હતા. તે એક અઠવાડિયા સુધી પોતના ફ્રેન્ડને ત્યાં જ રહ્યો. આ દરમિયાન સિસ્ટર જિન અને ડેફૂ બંને એક બીજાની નજીક આવ્યાં. ધીમે ધીમે બંને વચ્ચે પ્રેમ વધવા લાગ્યો અને બંનેએ લગ્ન કરી લીધા.

સિસ્ટર જિને પોતાના વિદેશી પતિ સાથે ઘણા વીડિયો અને તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી. જિને કહ્યું કે તેના 30 વર્ષની ઉંમરે છૂટાછેડા થઈ ગયા હતા. ત્યાર બાદ તેણે પોતાના દીકરાને એકલા હાથે મોટો કર્યો. હવે આ ઉંમરે તેને ફરી એકવાર પોતાનો પ્રેમ મળી ગયો છે.

સિસ્ટર જિનના દીકરાને જ્યારે આ વાતની ખબર પડી તો તેણે પણ સપોર્ટ કર્યો. સિસ્ટર જિન પહેલા લગ્નની વાત કરતા ડરી રહી હતી. તેનું કહેવું હતુ કે, બંને વચ્ચે એજ ગેપ ઘણો વધારે હતો. તે બંનેમાં ઊંચાઈમાં પણ ઘણું અંતર હતુ. આ સિવાય સિસ્ટર જિન પહેલા લગ્નના અનુભવથી પણ ડરી રહી હતી. જો કે તેના દીકરાએ આ મામલે તેનો સપોર્ટ કર્યો. ત્યાર બાદ બંનેએ લગ્નનો નિર્ણય કર્યો.

વધુ ઉંમરે પ્રેગ્નેસીના રિસ્ક છતાં સિસ્ટર જિને ડેફૂના દીકરાને જન્મ આપવાનો નિર્ણય કર્યો છે. મહિલાએ પોતાના આવનારા બાળક માટે તૈયારીઓ પણ શરૂ કરી છે. જ્યારે સોશિયલ મીડિયા પર આ લવ સ્ટોરીને લઈને લોકોનો અલગ અલગ અભિપ્રાય છે. એક યુઝરે કહ્યું, એવું લાગે છે કે, લોકોનું ધ્યાન ખેંચવા માટે જાણી જોઈને એક આ લવ સ્ટોરી બનાવી છે. એક વ્યક્તિએ કહ્યું, શું હવે સિસ્ટર જિન પોતના પતિ સાથે રશિયા જતી રહેશે? એક અન્ય યુઝરે કહ્યું, સમય જ જણાવશે તેના પ્રેમનું શું થશે.

 

 

 

Share This Article