હિન્દુ ધર્મમાં મહિલાઓના સ્મશાનમાં ન જવા અંગે જે પ્રતિબંધ જોવા મળે છે, તે ધાર્મિકથી વધુ સામાજિક અને સાંસ્કૃતિક પરંપરાઓમાંથી આવે છે. આ પ્રતિબંધ કોઈ સ્પષ્ટ ધર્મગ્રંથ આધારિત નથી, પણ ઘણાં વર્ષોથી ચાલતી માન્યતાઓ અને સાંસ્કૃતિક દૃષ્ટિકોણ પરથી વિકસેલો છે. ત્યારે આવો જાણીએ કે આખરે હિન્દુ ધર્મમાં મહિલાઓને સ્મશાનથી કેમ દૂર રાખવામાં આવે છે.
પરંપરાગત માન્યતા મુજબ મહિલાઓ શારીરિક અને ભાવનાત્મક રીતે નાજુક માનવામાં આવે છે. એવું માનવામાં આવતું કે અંતિમ સંસ્કાર દરમિયાનનું દુઃખદ વાતાવરણ તેમને અસહ્ય થાય છે અને તેઓના ભાવનાત્મક વિક્ષેપથી સંસ્કાર વિઘ્નિત થઈ શકે છે. જો મૃત શરીરને મુખાગ્નિ આપતી વખતે કોઈ રડે તો માણસના આત્મના શાંતી મળતી નથી.
હિન્દુ ધર્મમાં મૃત્યુ પછી શૌચ-અશૌચનાં નિયમો હોય છે. એવું માનવામાં આવે છે કે મૃતદેહ સાથે સંકળાયેલી પ્રક્રિયાઓ “અશુદ્ધ” ગણાય છે. ઘણી વખત મહિલાઓ માટે એવુ માનવામાં આવે છે તેઓ રજસ્વલા (menstruation) હોવાથી તેમનું સ્મશાનમાં જવું ધર્મના વિરુદ્ધ છે.
અંતિમ સંસ્કાર વિધિ, જેમ કે અગ્નિ સંસ્કાર, મોટેભાગે પુરૂષો દ્વારા જ કરવામાં આવે છે. એવું મનાય છે કે પુત્રનો કર્તવ્ય છે પિતા કે માતાની અંતિમ વિધિ કરવી જોઈએ.
પહેલાના સમયમાં સ્મશાન સામાન્ય રીતે ગામની બહાર, જંગલની નજીક હતાં. સુરક્ષાની દૃષ્ટિએ મહિલાઓ માટે એવી જગ્યાએ જવું અયોગ્ય માનવામાં આવતું.
કેટલીક પરંપરાઓમાં માનવામાં આવે છે કે જો મહિલાઓ ખૂબ રડશે કે દુઃખ વ્યક્ત કરશે તો મૃત આત્માને શાંતિ નહીં મળે. તેથી મહિલાઓને અંતિમ સંસ્કાર સમયે દૂર રાખવામાં આવે છે.
જો કે આજના સમયમાં આ માન્યતાઓમાં મોટાપાયે ફેરફાર આવી રહ્યો છે. અનેક પરિવારો અને સમુદાયોએ આ પ્રતિબંધો દૂર કર્યા છે અને મહિલાઓ પણ હવે સ્મશાનયાત્રામાં તેમજ અંતિમ વિધિમાં ભાગ લેતી જોવા મળે છે.