21મું વર્લ્ડ રોઝ કન્વેન્શન 2028નું ભોપાલમાં યોજાશે, 700થી વધુ આંતરરાષ્ટ્રીય પ્રતિનિધિઓ રહેશે હાજર

Rudra
By Rudra 3 Min Read

જાપાનના ફુકુયામા શહેરમાં આયોજિત 20મા વિશ્વ ગુલાબ સંમેલનમાં તેની સત્તાવાર જાહેરાત કરવામાં આવી હતી. જેમાં ભારતનું પ્રતિનિધિત્વ મધ્યપ્રદેશ ટુરિઝમ બોર્ડ (એમપીટીબી) દ્વારા કરવામાં આવ્યું હતું. આ પ્રતિનિધિમંડળનું નેતૃત્વ પ્રવાસન અને સંસ્કૃતિના અગ્ર સચિવ અને મધ્યપ્રદેશ ટૂરિઝમ બોર્ડના મેનેજિંગ ડિરેક્ટર શિવ શેખર શુક્લાએ કર્યું હતું. આ સમારોહમાં સુશીલ પ્રકાશને વર્લ્ડ ફેડરેશન ઓફ રોઝ સોસાયટીઝના નવા પ્રમુખ બનાવવામાં આવ્યા. તેઓ પ્રથમ ભારતીય છે જેઓ ડબલ્યુએફઆરએસ ના પ્રમુખ તરીકે ચૂંટાયા છે.

આ પ્રસંગે જાપાનના ફુકુઓકા શહેરમાં ભારતીય કોન્સ્યુલ જનરલ રામકુમાર સહિત મધ્યપ્રદેશ ટુરિઝમ બોર્ડના ડેપ્યુટી ડાયરેક્ટર (ઈવેન્ટ એન્ડ માર્કેટિંગ) વિવેક જુડે, ટ્રાવેલ ઈન્ડિયા ટુર્સના શ્રી મહેન્દ્ર પ્રતાપ સિંહ અને મધ્યપ્રદેશ રોઝ સોસાયટીના 14 સભ્યો હાજર રહ્યા હતા.

સંમેલનના સમાપન સમારોહમાં અગ્ર સચિવ શુક્લાને ડબલ્યુએફઆરએસ દ્વારા આતિથ્યનો અધિકાર આપીને આદરપૂર્વક ધ્વજ સોંપવામાં આવ્યો. સમારોહમાં ઓસ્ટ્રેલિયા, જાપાન, ફિનલેન્ડ, યુનાઇટેડ કિંગડમ, યુરોપ, દક્ષિણ કોરિયા અને અન્ય ઘણા દેશોના 500 થી વધુ આંતરરાષ્ટ્રીય પ્રતિનિધિઓએ હાજરી આપી હતી. ઉલ્લેખનીય છે કે રાજ્યપાલ શ્રી મંગુભાઈ પટેલ મધ્યપ્રદેશ રોઝ સોસાયટીના ચીફ પેટ્રોન છે.

આ પ્રસંગે અગ્ર સચિવ શુક્લાએ ખુશી વ્યક્ત કરતા કહ્યું કે “અતુલનીય અને અદ્ભુત મધ્યપ્રદેશ” માં 21મા વિશ્વ ગુલાબ સંમેલનનું આયોજન કરવાની તક મળવી એ અમારા માટે ગર્વની વાત છે. મધ્યપ્રદેશ તેના સાંસ્કૃતિક વારસા, ધરોહર અને પ્રાકૃતિક સૌંદર્ય માટે વિશ્વમાં જાણીતું છે. અમે વિશ્વભરના તમામ ગુલાબ પ્રેમીઓ અને મુલાકાતીઓનું હૃદયપ્રદેશમાં હૃદયપૂર્વક સ્વાગત કરીએ છીએ.

દુનિયાએ જોયા “અતુલનીય મધ્યપ્રદેશ” ના રંગ

જાપાનમાં યોજાયેલા વિશ્વ ગુલાબ સંમેલનમાં અતુલનીય મધ્યપ્રદેશના અનોખા રંગો દુનિયાએ જોયા. વ્યાખ્યાનો અને કાર્યશાળાઓમાં મધ્યપ્રદેશ પ્રવાસન બોર્ડ દ્વારા પ્રેઝન્ટેશન આપવામાં આવ્યા હતા. જેના માધ્યમથી મધ્યપ્રદેશના સાંસ્કૃતિક વારસા, સ્મારકો, કુદરતી સૌંદર્ય વગેરે વિશે મુલાકાતીઓને માહિતી પૂરી પાડવામાં આવી. મધ્યપ્રદેશની ભાગીદારી ન માત્ર તેની વૈશ્વિક પર્યટન આકાંક્ષાઓને મજબૂત બનાવશે પરંતુ 2028 માં યોજાનાર 21મા વિશ્વ ગુલાબ સંમેલન દ્વારા રાજ્યની જૈવવિવિધતા, સાંસ્કૃતિક સમૃદ્ધિ અને ટકાઉ પર્યટનના દ્રષ્ટિકોણને વિશ્વ સમક્ષ પ્રદર્શિત કરશે.

શું છે વિશ્વ ગુલાબ સંમેલન

વર્લ્ડ ફેડરેશન ઓફ રોઝ સોસાયટીઝ (ડબલ્યુએફઆરએસ) દ્વારા દર ત્રણ વર્ષે વિશ્વના વિવિધ દેશોમાં વિશ્વ ગુલાબ સંમેલનનું આયોજન કરવામાં આવે છે. આ સંમેલન વિશ્વભરના ગુલાબ પ્રેમીઓ, નિષ્ણાતો અને મુલાકાતીઓને એક શહેરમાં એકસાથે લાવે છે. 20મું વિશ્વ ગુલાબ સંમેલન જાપાનના ફુકુયામા શહેરમાં 18 થી 24 મે 2025 દરમિયાન યોજાશે. તેનું આયોજન કરવાની તક જાપાન રોઝ સોસાયટીને મળી. ગુલાબની ખેતી, કુંડામાં વાવેતર તકનીકો, માટી વિજ્ઞાન અને બાગાયતી નવીનતા પર કેન્દ્રિત પ્રદર્શનો, નિષ્ણાતોના વ્યાખ્યાનો અને વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું. આ જ ક્રમમાં ત્રણ વર્ષ પછી 2028 માં મધ્યપ્રદેશના ભોપાલમાં તેનું આયોજન કરવામાં આવશે.

Share This Article