OPERATION SINDOOR: પહેલગામ હુમલા બાદ ભારતીય સેનાએ પીઓકે અને પાકિસ્તાનમાં 9 જગ્યાઓએ સર્જિકલ સ્ટ્રાઇક કરી હતી. આ ઓપરેશનને સંપૂર્ણ રીતે ગુપ્ત રાખવામાં આવ્યું હતુ. એક તરફ ઓપરેશન સિંદૂરને અંજામ આપવામાં આવી રહ્યો હતો, તે જ વખતે એ પણ નક્કી કરવામાં આવી રહ્યું હતુ કે આ જાણકારી કેવી રીતે શેર કરવામાં આવે. તેના પર ઝડપથી કામ શરૂ કરવાનું હતુ. એક એવો લોગો બનાવવામાં આવ્યો જે ખુદમાં જ ઓપરેશનને સંપૂર્ણ રીતે વ્યક્ત કરી દે. ત્યારે બન્યો ઓપરેશન સિંદૂરનો લોગો. આ લોગોને આર્મી હેટક્વાટરમાં તહેનાત સેનાના અધિકારી લે. કર્નલ હર્ષ ગુપ્તા અને હવલદાર સુરિંદર સિંહે તૈયાર કર્યો. સેના તરફથી બંનેની તસવીરો શેર કરવામાં આવી છે.
લોગો બનાવવામાં કેટલો સમય લાગ્યો?
ઓપરેશન સિંદૂર માટે ભલે 7 મેની તારીખ નક્કી કરવામાં આવી હોય પરંતુ તેની તૈયારી પહેલાથી શરૂ થઈ ગઈ હતી. ઓપરેશન સાથે સાથે તેને દુનિયા સામે કેવી રીતે રજૂ કરવું તેની તૈયારી 5 મેથી રક્ષા મંત્રાલયમાં ચાલી રહી હતી. વરિષ્ઠ સેના અધિકારીઓને બે દિવસથી ત્યાં જ રોકી રાખવામાં આવ્યાં હતા. સ્ટ્રાઇકની રાતે કેટલાક અન્ય અધિકારીને પણ ઓફિસે બોલાવવામાં આવ્યાં હતા. સ્ટ્રાઇકની જાણકારી દેશવાસીઓને કેવી રીતે આપવી તેને લઈને તૈયારી કરવામાં આવી રહી હતી. સૂત્રોનું માનીએ તો ઓપરેશન સિંદૂરના લોગોને માત્ર 45 મિનિટની અંદર તૈયાર કરવામાં આવ્યો હતો. સફળ સ્ટ્રાઇકની જાણકારી રક્ષા મંત્રાયલ દ્વારા પ્રેસ રિલીઝ જાહેર કરી આપવામાં આવી. રિલીઝ પર તેઓએ જાહેર કરવાનો સમય પણ લખ્યો હતો. આ સમય હતો રાતે 1 વાગ્યેને 45 મિનિટ. 1 વાગ્યે ને 51 મિનિટ પર ભારતીય સેનાએ સોશિયલ મીડિયા હેન્ડલ પર પણ ઓપરેશન સિંદૂરની સફળથાનું એલાન કરી દીધું. ઓપરેશન સિંદૂરના લોગોને સાથે લખવામાં આવ્યું “બદલા પૂરા હુઆ”.
જ્યારે આ એર સ્ટ્રાઇકને અંજામ આપવામાં આવી રહ્યો હતો, પીએમ મોદી ખુદ ઓપરેશનને મોનિયર કરી રહ્યાં હતા. સીડીએસ, ત્રણેય સેનાના પ્રમુખ અને વિરિષ્ઠ અધાકારી સતત વોર રૂમમાં ઉપસ્થિત હતા. પહેલીવાર આર્મી હેડક્વાર્ટરના વોર રૂમમાં ઓપરેશનને મોનિટર કરતી તસવીરો સેનાએ રજૂ કરી છે. તસવીરોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે, 1 વાગ્યેને 7 મિનિટ પર સેનાના પ્રમુખ મોટી ડિસ્પ્લે વોલ સામે ઊભા હતા. આ વોલ પર ઘણા મોનિટર પર સ્પષ્ટ જોઈ શકાતું હતુ કે, સ્ટ્રાઇકને કેવી રીતે અંજામ આપવામાં આવી રહ્યો છે.