ધોલેરા : ધોલેરા-ભાવનગર હાઇવે પર સાંધીડા નજીક આજે એક ભયાનક અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં હ્યુન્ડાઈ વરના અને મારૂતિ એસ-ક્રોસ કાર વચ્ચે અકસ્માત સર્જાતા ત્રણ લોકોના ઘટના સ્થળે જ મોત નીપજ્યા હોવાની માહિતી મળી રહી છે. અકસ્માત કયા કારણોસર સર્જાયો તેની માહિતી હજુ સામે નથી આવી.
રવિવારે (૨૫ મે, ૨૦૨૫) બે કાર વચ્ચે ગંભીર અકસ્માતના બનાવને પગલે પોલીસ અને ૧૦૮ એમ્બ્યુલન્સ ઘટનાસ્થળે પહોંચી હતી, અને ઘટનામાં ઈજાગ્રસ્ત લોકોને ભાવનગર સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. સમગ્ર ઘટનાને લઈને પોલીસે અકસ્માતનો ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. અકસ્માત કયા કારણોસર સર્જાયો તેની માહિતી હજુ સામે નથી આવી.
આ ઘટના બાદ નજીકના લોકો દ્વારા તુરંત મદદ પહોંચાડવામાં આવી હતી અને ઘાયલ થયેલા બે લોકોને ૧૦૮ એમ્બ્યુલન્સ દ્વારા નજીકની હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.અકસ્માતની જાણ થતાં ધોલેરા પોલીસ કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયો હતો અને આગળની તપાસ શરૂ કરવામાં આવી છે. હાલ મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યા છે.