અમદાવાદની જાણીતી સામાજિક સંસ્થા રાઘવ સેવા સમિતિ દ્વારા ‘જળ એ જ જીવન છે’ મહાઅભિયાનની શરૂઆત કરવામાં આવી છે. જે અંતર્ગત સંસ્થા દ્વારા વટવા, મણિનગર, અસારવા અને સાબરમતી રેલવે સ્ટેશન પર યાત્રીઓ માટે નિઃશુલ્ક ઠંડા પાણીનું વિતરણ શરૂ કરવામાં આવ્યું છે. આ અંગે સંસ્થાના સંસ્થાપક આર.કે. ચતુર્વેદીએ જણાવ્યું છે, ભયંકર ગર્મીના કારણે રેલવેમાં સફર જનરલ કોચના લોકોને પાણી માટે તકલીફનો સામનો કરવો પડે છે. જેને ધ્યાનમાં રાખીને રાઘવ સેવા સમિતિ દ્વારા મે અને જૂન મહીનાને ધ્યાનમાં રાખીને વટવા, મણિનગર, અસારવા અને સાબરમતી રેલવે સ્ટેશન પર ફ્રી જળ વિતરણ સેંટર શરૂ કરાયા છે. આ મહાઅભિયાન અંતર્ગત શુક્રવારે સાબરમતી રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નં 6 પર જગન્નાથ મંદિરના મહંત દિલીપદાસ મહારાજ, સાબરમતી સ્વામીનારાયણ મંદિરના સદગુરુ શાસ્ત્રી સ્વામી સત્ય સંકલ્પદાસ, સાબરમતીના ધારાસભ્ય હર્ષદભાઈ પટેલની ઉપસ્થિતિમાં ફ્રી જળ વિતરણ સેંટરનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સંસ્થા દ્વારા રેલવેના અધિકારીઓનું પણ સમ્માન કરવામાં આવ્યું હતું.
આ અંગે સંસ્થાના પ્રવક્તા હિરનેભાઈ ભટ્ટે જણાવ્યું કે, ઉપરોક્ત ચારેય રેલવે સ્ટેશન પરથી દરરોજ 8થી 10 હજાર યાત્રીઓ અને રેલવે સ્ટેશન પર કામ કરતા લોકોને પાણીનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. છેલ્લાં 2 મહીનામાં લાખો લોકોએ આ સેવાનો લાભ લીધો છે.
ઉલ્લેખનીય છે કે, અમદાવાદ પશ્ચિમ રેલવેના ડીઆરએમ તથા અન્ય અધિકારીયોના સહયોગથી આ સેવા કાર્યની શરૂઆત કરવામાંઆવી છે. જેને સફળ બનાવવા માટે શ્રી રાઘવ સેવા સમિતિના સદસ્ય આર. જી ત્રવેદી, રાજનારાયણ વાજપેયી, શેષનારાયણ ચતુર્વેદી, રાહુલ ચતુર્વેદી, રમાશંકર અવસ્થી, નિર્દોષ બાબુ વાજપેયી, એસ.પી. દીક્ષિત, એસ.કે. દુબે, જય સિંહ રાજપૂત, ઓ.પી. અગ્નિહોત્રી, અશ્વિન શુક્લા, સુરેશ સિંહ કુશવાહ, અતુલ મિશ્રા, રતન સિસોદિયા, સુનિલ તિવારી સહિત અન્ય સ્વયં સેવકોનો સહકાર રહ્યો છે.