કોલંબો: ભારતના પાડોશી દેશ શ્રીલંકામાં ગત સપ્તાહે થયેલા અતિ ભારે વરસાદને લીધે લગભગ ૧૫,૦૦૦ મે.ટન જેટલું મીઠું ધોવાઈ ગયું છે. આથી મીઠાની એક બોરીની કિંમત પાંચ ગણી વધી ગઈ છે.
ભારે વરસાદને લીધે એક તરફ મીઠાનું ઉત્પાદન ઠપ થઈ ગયું છે, તો બીજી તરફ ઉત્પાદિત મીઠાના ડુંગરો વરસાદમાં ધોવાઈ ગયા છે. આથી શ્રીલંકામાં મીઠાનું ઉત્પાદન નહીં સમાન બની રહ્યું છે. લોકો મીઠા જેવી અનિવાર્ય જીવન જરૂરિયાતની ચીજના ભાવ આસમાને પહોંચ્યા છે. મીઠાના વેપારીઓ જેમની પાસે મીઠાનો સ્ટોક છે તેઓ મલાઈ ખાઈ રહ્યા છે.
આ બાબતે મીડિયા સૂરો દ્વારા મળતી માહિતી મુજબ, શ્રીલંકામાં અત્યારે મીઠું ૧ કીલોના ૧૨૫ થી ૧૪૫ રૂપિયા સુધી પહોંચી ગયું છે તેનું કારણ તે છે કે દેશમાં સામાન્યત: થતાં કુલ ઉત્પાદનના ૨૩ ટકા જેટલું જ મીઠું પેદા થયું છે.
ભારતે આશરે ૩,૦૫૦ મે. ટન જેટલી મીઠાની ખેપ મોકલવા ર્નિણય કર્યો, પરંતુ ભારે વરસાદને લીધે તે પહોંચાડવામાં પણ વાર થાય છે. આ પૈકી ૨૮૦૦ મે.ટન નેશનલ સોલ્ટ કંપની દ્વારા મોકલાયું છે. ૨૫૦ મે.ટન સોલ્ટ પ્રાઇવેટ કંપનીઓએ મોકલ્યું છે. જાેકે તત્કાળ તો ભારત સરકારે તે ખાનગી કંપનીઓને પૈસા ચુકવ્યા છે જાેકે આગામી સપ્તાહે સ્થિતિ કાબુમાં આવી જશે તેવું અનુમાન છે.