મોદી સરકારે પોતાના મંત્રાલયમાં કેટલાક મોટા ફેરફાર કાર્ય છે. અરુણ જેટલી પાસે રહેલા નાણા મંત્રાલયને તેઓની એક મહિનાથી ચાલતી બીમારીના લીધે હાલ રજા આપવામાં આવી છે અને હવે આ મંત્રાલયનું કામકાજ પીયુષ ગોયલનો સોપવામાં આવ્યું છે. પીયુષ ગોયલ રેલવે મંત્રાલયની સાથે નાણા મંત્રાલયની પણ દેખરેખ રાખશે.
અન્ય મહત્વના ફેરફારો માહિતી અને પ્રસારણ મંત્રાલયમા કરવામા આવ્યા છે. આ મંત્રાલય અત્યાર સુધી સ્મૃતિ ઇરાની પાસે હતું, જોકે તેમની પાસે હવે તેને લઇ લેવામાં આવ્યું છે. આ મંત્રાલયને હવે રાજ્યવર્ધનસિંહ રાઠોડને સોપવામાં આવ્યું છે. જોકે રાજ્યવર્ધનસિંહ રાઠોડ માહિતી અને પ્રસારણ મંત્રાલયનો વધારાનો હવાલો સંભાળશે.
લોકસભાની ચૂંટણી પહેલા આ ફેરફારો કરવામાં આવ્યા છે. સ્મૃતિ ઇરાની પાસે પહેલાથી જ ટેક્સટાઇલ મંત્રાલય હતું, જ્યારે તેઓ સાથે આઇબી મંત્રાલયનો હવાલો પણ સંભાળતા હતા, જે હવે તેમની પાસેથી છીનવી લેવામાં આવ્યો છે અને રાજ્યવર્ધનસિંહ રાઠોડને સોપવામાં આવ્યો છે. આ પહેલા પણ સ્મૃતિ ઇરાની પાસેથી માનવ સંસાધન મંત્રાલય છીનવી લેવામાં આવ્યું હતું, બીજી વખત એવુ થયું છે કે તેમની પાસેથી વધુ એક મંત્રાલયની જવાબદારી સોપી અને પાછી પરત ખેંચી લેવામાં આવી છે. થોડા દિવસ પહેલા જ સ્મૃતિ ઇરાનીએ ફેક ન્યૂઝને કન્ટ્રોલ કરવાના બહાને મીડિયા પર લગામ લગાવવાનો પ્રયાસ કર્યો હોવાના આરોપો લાગ્યા હતા. સ્મૃતિ ઇરાનીએ બાદમાં આ આદેશને પરત લેવો પડયો હતો.
અગાઉ સ્મૃતિએ એવા આદેશ આપ્યા હતા કે જો કોઇ ફેક ન્યૂઝ આપતુ ઝડપાશે તો તેનું લાઇસંસ રદ થઇ જશે. સાથે કેટલીક અન્ય સજાની પણ જોગવાઇ આ આદેશમાં હતી. જેનો મીડિયાએ ભારે વિરોધ કર્યો હતો. જેને પગલે ભીસમાં આવેલી મોદી સરકારે સ્મૃતિ પાસેથી હાલ માહિતી અને પ્રસારણ મંત્રાલય છીનવી લેવુ પડયું છે. મોદી કેબિનેટમાં જે ત્રીજો ફેરફાર કરવામાં આવ્યો છે.