પાકિસ્તાનના બલૂચિસ્તાન પ્રાંતમાં સ્કૂલ બસ પર આત્મઘાતી હુમલો, 3 બાળકો સહિત 5ના મોત

Rudra
By Rudra 3 Min Read
Suicide attack on school bus in Pakistan's Balochistan province, 5 killed, including 3 children

કુઝદાર : પાકિસ્તાનના અશાંત બલૂચિસ્તાન પ્રાંતમાં આત્મઘાતી હુમલામાં ત્રણ બાળક સહિત પાંચના મોત થયા છે અને કેટલાય લોકોને ગંબીર ઇજા પહોંચી છે. આ વિસ્ફોટ ખુઝદાર જિલ્લામાં બન્યો હતો. સ્કૂલબસ બાળકોને લઈને જઈ રહી હતી ત્યારે તેને ટાર્ગેટ બનાવવામાં આવી હતી. પાકિસ્તાન આર્મીએ આ હુમલાને કાયરતાપૂર્વકનો હુમલો ગણાવ્યો હતો. આ હુમલામાં ઘાયલોને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આ હુમલો થતા જ વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો. હજુ સુધી કોઈ સંગઠને આ હુમલાની જવાબદારી સ્વીકારી નથી, પરંતુ શંકા સ્થાનિક બલૂચ અલગાવવાદી જૂથો, ખાસ કરીને બલૂચિસ્તાન લિબરેશન આર્મી પર જાય છે, જે આ પ્રદેશમાં સુરક્ષા દળો અને નાગરિકોને નિશાન બનાવતા રહ્યા છે.

આ હુમલા બાબતે મીડિયા સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ, ગૃહ મંત્રાલયે સોશિયલ મીડિયા પર તેના નિવેદનમાં જણાવ્યું હતું કે ઇમ્પ્રોવાઇઝ્ડ એક્સ્પ્લોઝિવ ડિવાઇસથી આ હુમલો કરવામાં આવ્યો હતો. ખુઝદારના ડેપ્યુટી કમિશ્નર યાસીરે જણાવ્યું હતું કે આ હુમલામાં ૩૮ને ઇજા થઈ છે. આ હુમલો ઝીરો પોઇન્ટ એરીયાની નજીક કરવામાં આવ્યો હતો. હુમલા પછી લો એન્ફોર્સમેન્ટ એજન્સીઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. તેઓએ ત્યાં તપાસ શરુ કરી છે અને ઘટનાસ્થળેથી પુરાવાઓ એકત્રિત કર્યા છે. પ્રથમદર્શી ધોરણે આ આત્મઘાતી હુમલો લાગે છે.

આ અકસ્માત બાદ મૃતદેહો અને ગંભીર રીતે ઇજાગ્રસ્ત લોકોને કમ્બાઇન્ડ મિલિટરી હોસ્પિટલ લઈ જવાયા હતા. તેમા વધારે ગંભીર ઇજાગ્રસ્તને કરાચી અને ક્વેટા ખાતેની હોસ્પિટલમાં મોકલાયા હતા. પ્રાથમિક અહેવાલમાં નિર્દેશ કરાયો હતો કે બ્લાસ્ટમાં ચાર બાળકો માર્યા ગયા હતા. વડાપ્રધાન શહબાઝ શરીફે આ હુમલાને વખોડી કાઢ્યો હતો અને નિર્દોષ બાળકો અને તેમના શિક્ષકોની હત્યાના આ પ્રયાસ બદલ ઊંડા ખેદની લાગણી વ્યક્ત કરી હતી. તેમણે સત્તાવાળાઓને સૂચના આપી છે કે કાવતરાખોરોને ઓળખી કાઢવામાં આવે અને તેમની સામે કાર્યવાહી કરવામાં આવી. રાષ્ટ્રપતિ આસિફ અલી ઝરદારીએ પણ આ હુમલાની ટીકા કરી હતી અને તેને માનવ અધિકારોનો ભંગ ગણાવ્યો હતો તથા મૃતકોના કુટુંબીઓને આશ્વાસન આપ્યું હતું. હજી સુધી કોઈ જૂથે આ હુમલાની જવાબદારી સ્વીકારી નથી. બલૂચિસ્તાનમાં પાક.થી મુક્ત થવાની સ્વતંત્રતા ચળવળ ચાલી રહી છે. તેમણે ૧૪મેના રોજ પોતાના સ્વતંત્ર દેશ જાહેર કર્યો હતો. તે સી-પેકનો પણ વિરોધ કરી રહ્યુ છે. બલૂચ જૂથો અને રાજકીય પક્ષોનો દવો છે કે સંઘીય સરકાર તેમની ખનીજ સંપત્તિ ઉસેટી જાય છે, પણ તેમને કશું પરખાવતી નથી. બલૂચિસ્તાનના વિકાસ માટે પાક. સરકારે કશું કર્યું નથી.

ઉલ્લેખનીય છે કે, બલુચિસ્તાન છેલ્લા ઘણા વર્ષોથી અલગતાવાદી હિંસા અને આતંકવાદી પ્રવૃત્તિઓનું કેન્દ્ર રહ્યું છે. એક અઠવાડિયામાં કુઝદારમાં આ બીજાે મોટો આતંકવાદી હુમલો છે, જે આ પ્રદેશની સુરક્ષા પરિસ્થિતિ અંગે ગંભીર પ્રશ્નો ઉભા કરે છે. સતત થઈ રહેલા હુમલાઓએ સામાન્ય નાગરિકોની સલામતી જાેખમમાં મૂકી છે. આ ઘટના બાદ, સ્થાનિક વહીવટીતંત્ર અને સુરક્ષા દળોએ હુમલાખોરોની ઓળખ કરીને ઘટનાની તપાસ શરૂ કરી દીધી છે. સમગ્ર વિસ્તારમાં સુરક્ષા વ્યવસ્થા વધારી દેવામાં આવી છે અને વધારાના દળો તૈનાત કરવામાં આવ્યા છે.

Share This Article