મુંબઈ: ભારતીય ટેલિવિઝનના ઈતિહાસમાં સૌથી આઈકોનિક નામ વધુ ભવ્ય, વધુ બોલ્ડ અને ઉત્કૃષ્ટ રીતે નવી કલ્પના સાથે પુનરાગમન કરી રહ્યું છે. ક્યૂકી સાસ ભી કભી બહુ થીઃ તુલસી કા સફરનું પ્રસારણ ખાસ જિયોહોટસ્ટાર પર 20 ભાગની મિની મુવી સિરીઝ પરથી થશે, જે ભારતીય દર્શકો પારિવારિક મનોરંજન સાથે પોતાને જે રીતે જોડે છે તેમાં નવો દાખલો બેસાડશે.
બાલાજી ટેલિફિલ્મ્સ દ્વારા નિર્માણ આ પુનઃજીવિત પેઢીને આકાર આપનારા સમકાલીન ડેલી સોપને જોવા જેવા સિનેમાટિક અનુભવમાં ફેરવી દેશે. ‘‘રિશ્તા વહી, બાત નઈ’’ સંદેશ સાથે સિરીઝ આધુનિક, ગળે ઊતરે તેવી ફોર્મેટમાં આજના દર્શકો સાથે વાત કરતી વખતે મૂળ સિરિયલનાં ભાવનાત્મક પાસાં પ્રદાન કરે છે.
સ્મૃતિ ઈરાણી લોકપ્રિય તુલસી વિરાણી તરીકે પુનરાગમન કરી રહી છે, જે નવી વાર્તા પ્રેરિત કરીને નવા યુગના પારિવારિક સુખ-દુઃખ, પેઢીકીય રૂપાંતર અને રોચક પરંપરાની ખોજ કરે છે. સમકાલીન દુનિયામાં સ્થાપિત પરંતુ ભારતીય મૂલ્યોમાં મૂળ ધરાવતી તુલસી કા સફર વફાદારો અને પહેલી વારના ઉત્સુકોને ભારતીય પરિવારોની ઉત્ક્રાંતિ પામતી ભાવનાત્મક ક્ષિતિજ થકી આગળ વધતા પ્રવાસમાં આમંત્રિત કરે છે.
દરેક શુક્રવારે દરેક 3 કલાકના મિની- મુવી ડ્રોપ્સ તેને સપ્તાહાંત કરવા માટે પરફેક્ટ ફેમિલી એન્ટરટેઈનર બનાવે છે.
નિર્માત્રી એકતા કપૂલે રોમાંચ વ્યક્ત કરતાં જણાવ્યું કે, “અમે બે દાયકા પૂર્વે ક્યૂકી સાસ ભી કભી બહુ થી નિર્માણ કરી ત્યારે ભારતના ટેલિવિઝન વારસાનો તે આ રીતે દાખલારૂપ ભાગ બનશે એવી કલ્પના ક્યારેય કરી નહોતી. ક્યૂકી સાસ ભી કભી બહુ થીઃ તુલસી કા સફર સાથે અમારો હેતુ આજના દર્શકો નવી આંખો અનુભવી શકે તેવી ફોર્મેટમાં મૂળ સિરીઝમાંથી સૌથી શક્તિશાળી અવસરો તૈયાર રીને તે વારસા પુનઃમુલાકાત લેવાનો અને ઉજવણી કરવાનો છે. તે ઊંડાણથી જોડાયેલાં પાત્રો, ભાવનાઓ અને વાર્તાઓને અંજલી છે અને હું જૂના ચાહકો અને સંપૂર્ણ નવી પેઢી માટે જિયોહોટસ્ટાર પર તે રોમાંચક પ્રવાસ લાવવા માટે ભારે ઉત્સુક છું.’’
સિરીઝમાં મહત્ત્વપૂર્ણ ભૂમિકામાં જોડાઈ રહેલો રોનિત રોય કહે છે, “મને જિયોહોટસ્ટાર આ સમકાલીન વાર્તાને નવી અને ક્રિયાત્મક રીતે જીવંત કરી રહી છે તે માટે હું ભારે રોમાંચિત છું. લોકોના મનની અત્યંત નજીક વાર્તા લાંબા સમયના ચાહકો અને નવા દર્શકો સાથે જોડાણ સાધીને દરેક માટે કાંઈક અર્થપૂર્ણ નિર્માણ કરી રહી છે તે જોવાનું સુંદર લાગે છે. ક્યૂકી સાસ ભી કભી બહુ થીઃ તુલસી કા સફર સાથે ખૂબીઓને જિયોહોટસ્ટાર પર વધુ સિનેમાટિક અને પહોંચક્ષમ રીતમાં પુનર્જીવિત કરાઈ રહી છે. મને આ આઈકોનિક ક્ષિતિજનો નવી ક્ષમતામાં પણ હિસ્સો બનવાનું સન્માનજનક લાગે છે અને હું દંતકથા સમાન બનેલી સમૃદ્ધ વાર્તાકથન સાથે ફરીથી દર્શકોને સહભાગી કરવા માટે ભારે રોમાંચિત છું.’’
અમર ઉપાધ્યેય, જે મિહિર વિરાણી તરીકે ભૂમિકા ફરી સાકાર કરી રહ્યો છે તે કહે છે, “ક્યૂકી સાસ ભી કભી બહુ થીઃ તુલસી કા સફર થકી ક્યૂકીની દુનિયામાં ફરીથી પ્રવેશ વહાલા જૂન ફોટો આલબમ થકી પાનાં ઊથલાવવા જેવું છે. આ પુનઃનિર્મિતીની વાત નથી, પરંતુ ઘણાં બધાં મનમાં વર્ષોથી અંકિત થઈ ગયેલા તે અવસરોને પુનર્જીવિત કરવાની વાત છે. જિયોહોટસ્ટાર પર આ નવી ફોર્મેટ દર્શકોને નવા પરિપ્રેક્ષ્ય અને ભાવના સાથે મિહિરની વાર્તા ફરીથી અનુભવવાનો મોકો આપશે અને હું આ પાત્ર અને શોને આટલું આઈકોનિક શું બનાવે છે તે લાંબા સમયના ચાહકો અને પહેલી વારના દર્શકોને જોવા મળશે તે બાબતે રોમાંચિત છું.’’
અપરા મહેતા, જેણે સવિતા વિરાણીનું પાત્ર અમર કર્યું તે કહે છે, “આપણા ઘણા બધા લોકો માટે ક્યૂકી શોથી વિશેષ હતો, તે આપણા પરિવારો, આપણા લિવિંગ રૂમ, આપણા રોજબરોજના વાર્તાલાપનો હિસ્સો હતો. ક્યૂકી સાસ ભી કભી બહુ થીઃ તુલસી કા સફર મૂળ શોનું મન અને અંતર આલેખિત કરતી રીતે તે યાદોને કાળજીપૂર્વક એકત્ર ગૂંથીને પાછી લાવી રહી છે. લાખ્ખો લોકોને સ્પર્શ કરનારાં મૂલ્યો, ડ્રામા અને પ્રેમની આ ઉષ્માભરી યાદગીરીઓ હવે નવી પેઢી ખોજ કરી શકે તે માટે જિયોહોટસ્ટાર પર ફરી એક વાર પ્રસારિત કરાશે.’’