બલુચિસ્તાન : બલૂચ નેતા મીર યાર બલોચે દાયકાઓથી ચાલી આવતી હિંસા, બળજબરીથી ગુમ થવા અને પ્રદેશમાં માનવાધિકાર ઉલ્લંઘનનો ઉલ્લેખ કરીને પાકિસ્તાનથી બલૂચિસ્તાનની સ્વતંત્રતાની ઘોષણા કરી હતી. તેમણે ભારતીય નાગરિકો, ખાસ કરીને મીડિયા, યુટ્યુબર્સ અને બૌદ્ધિકોને બલૂચોને “પાકિસ્તાનના પોતાના લોકો” કહેવાનું ટાળવા પણ વિનંતી કરી છે. મીર યારે પાકિસ્તાન કબજા હેઠળના જમ્મુ કાશ્મીર (ર્ઁત્નદ્ભ) પર ભારતના વલણને સંપૂર્ણ સમર્થન આપ્યું છે. તેમણે આંતરરાષ્ટ્રીય સમુદાયને આ પ્રદેશ ખાલી કરવા માટે પાકિસ્તાન પર દબાણ કરવા વિનંતી કરી છે.
તેમણે એક્સ પર લખ્યું કે, ‘બલૂચિસ્તાનના લોકોએ પોતાનો ર્નિણય આપી દીધો છે. હવે દુનિયાને ચૂપ ન રહેવું જાેઈએ. બલૂચિસ્તાનના લોકો રોડ પર છે. તમે મરશો, અમે તૂટીશું, અમે નાક બચાવીશું, આવો અમારો સાથ આપો. બલોચ લોકોનો રાષ્ટ્રીય ર્નિણય છે કે બલૂચિસ્તાન પાકિસ્તાન નથી અને દુનિયા હવે મૂકદર્શક ન રહી શકે. ભારતીય નાગરિકોને અપીલ કરી કે તેઓ બલૂચોને પાકિસ્તાનના પોતાના લોકો ન કહે. અમે પાકિસ્તાની નથી. અમે બલૂચિસ્તાની છીએ. પાકિસ્તાનના પોતાના લોકો પંજાબી છે. જેમણે ક્યારે હવાઈ બોમ્બમારો, જબરદસ્તી ગાયબ કરવા અને નરસંહારનો સામનો નથી કર્યો.‘
બલૂચ નેતા મીર યાર બલોચે પાકિસ્તાનને ર્ઁદ્ભ ખાલી કરવા કહેવાના ભારતના ર્નિણયને સમર્થન આપ્યું. તેમણે ટ્વિટર પર લખ્યું કે, બલુચિસ્તાન ૧૪ મે, ૨૦૨૫ ના રોજ પાકિસ્તાનને ર્ઁદ્ભ ખાલી કરવા કહેવાના ભારતના ર્નિણયને સંપૂર્ણ સમર્થન આપે છે. આંતરરાષ્ટ્રીય સમુદાયે પાકિસ્તાનને તાત્કાલિક ર્ઁદ્ભ ખાલી કરવા વિનંતી કરવી જાેઈએ, જેથી ઢાકામાં રહેલા તેના ૯૩,૦૦૦ લશ્કરી કર્મચારીઓને શરણાગતિના બીજા અપમાનથી બચાવી શકાય. ભારત પાકિસ્તાની સેનાને હરાવવા સક્ષમ છે અને જાે પાકિસ્તાન કોઈ ધ્યાન નહીં આપે તો ફક્ત પાકિસ્તાની લોભી સેનાના સેનાપતિઓને જ રક્તપાત માટે જવાબદાર ઠેરવવા જાેઈએ. કારણ કે પાકિસ્તાન ર્ઁદ્ભના લોકોને માનવ ઢાલ તરીકે ઉપયોગ કરી રહ્યું છે.
બલુચિસ્તાનની સ્વતંત્રતા માટે ભારત અને વૈશ્વિક સમુદાય પાસેથી માન્યતા અને સમર્થનની માંગણી કરતા તેમણે ઉમેર્યું, “પાકિસ્તાન યુએન અને સભ્ય વિશ્વના નાક નીચે જ નરસંહાર અને યુદ્ધ ગુનાઓ કરી રહ્યું છે. તેને યુદ્ધ ગુનાઓના આરોપોનો સામનો કરવો જ જાેઇએ.”
મીર યાર બલોચના મતે, વિશ્વએ બલુચિસ્તાન પર પાકિસ્તાનના વર્ણનને સ્વીકારવું જાેઈએ નહીં, જે તેમણે કહ્યું હતું કે વિદેશી શક્તિઓની સંડોવણી સાથે બળજબરીથી કબજે કરવામાં આવ્યું હતું.