અમે પાકિસ્તાનના ન્યુક્લિયર ઠેકાણા પર હુમલો કર્યો નથી: એર માર્શલ એકે ભારતી

Rudra
By Rudra 3 Min Read

નવી દિલ્હી : પહાલગામમાં હુમલા બાદ બન્ને દેશો વચ્ચે વધેલા તણાવ બાદ ભારતીય સેનાના ત્રણેય પાંખના અધિકારીઓએ મીડિયાને સંબોધન કર્યું હતું. આ દરમિયાન સેનાએ કહ્યું કે, અમે પાકિસ્તાનના ન્યૂક્લિયર સ્થળ કિરાના હિલ્સ પર હુમલો કર્યો નથી. સેટેલાઈટ તસવીરમાં સરગોધા સ્થિત મુશફ એરબેઝ પર હુમલો દેખાડાયો હતો, જે કથિત રીતે કિરાના હિલ્સની નીચે અંડરગ્રાઉન્ડ ન્યૂક્લિયર સ્ટોરેજ સાથે જાેડાયેલો છે. સેનાએ પાકિસ્તાનના કેટલાક ઠેકાણાઓને નિશાન બનાવતા એવી અટકળો શરૂ થઈ હતી કે, સેનાએ પાકિસ્તાનના આ ન્યૂક્લિયર પરમાણુ ઠેકાણાને પણ નિશાન બનાવ્યો હતો.

જ્યારે એર માર્સલ એકે ભારતીને પૂછવામાં આવ્યું કે, શું ભારતે કિરાના હિલ્સ પર પણ હુમલો કર્યો છે? તો તેમણે કહ્યું કે, ‘કિરાના હિલ્સમાં પરમાણુ સ્ટોરેજ છે, તે જણાવવા બદલ આભાર, અમને તેના વિશે ખબર નહોતી. અમે કિરાના હિલ્સ પર હુમલો કર્યો નથી. ભલે ત્યાં કંઈપણ હોય… અમે અગાઉની પ્રેસ કોન્ફરન્સમાં આવું કંઈપણ દેખાડ્યું નથી.’

આ મામલે વાત કરતાં ડાયરેક્ટર જનરલ ઓફ એર ઓપરેશન (ડ્ઢર્ય્છં) એર માર્શલ એકે ભારતીએ આ વાતની પુષ્ટિક કરી છે કે, ભારતીય સેનાએ પાકિસ્તાનના કિરાના હિલ્સ ન્યૂક્લિયર ઠેકાણાને નિશાન બનાવ્યા નથી. ભારતે જવાબી કાર્યવાહી કરી પાકિસ્તાનના ૧૧ એરબેઝને ટાર્ગેટ કરી નષ્ટ કરી દીધા છે. તેમાં સરગોધાથી લઈને નૂર ખાન જેવા મુખ્ય સૈન્ય ઠેકાણા સામેલ છે, સાથેજ તેમણે કહ્યું હતું કે, ‘આપણા તમામ લશ્કરી બેઝ અને સિસ્ટમો સંપૂર્ણપણે કાર્યરત છે અને જરૂર પડશે તો આગામી મિશન માટે પણ તૈયાર છે. તેમણે કહ્યું કે, અમે જે તસવીરો દેખાડી છે, તે મુજબ તૂર્કેઈના ડ્રોન હોય કે પછી અન્ય કોઈના… અમારી સિસ્ટમ તેને તોડી પાડવા માટે સંપૂર્ણ તૈયાર છે. ડ્રોનનો સામનો કરવાની આપણી પાસે સ્વદેશી ટેકનોલોજી છે, તે કોઈપણ ટેકનોલોજીને પહોંચી વળવાની ક્ષમતા રાખે છે. તમે તસવીરોમાં તેનું પરિણામ પણ જાેયું હશે.’

પાકિસ્તાનમાં સરગોધા એરબેઝથી લગભગ ૮ કિલોમીટર દૂર કિરાના હિલ્સમાં બનાવાયેલી અંડરગ્રાઉન્ડ ફેસિલિટી આવેલી છે. લગભગ ૭૦ વર્ગ કિલોમીટરમાં ફેલાયેલી આ અંડરગ્રાઉન્ડ સિસ્ટમ સંપૂર્ણ પાકિસ્તાન સરકારના કબજામાં છે. આ વિસ્તાર સંપૂર્ણ સુરક્ષિત હોવાનું મનાતું હતું. આ સ્થળ રોડ, રેલ અને હવાઈ પરિવહન દ્વારા સીધું જાેડાયેલું છે. પાકિસ્તાનનું આ ગુપ્ત સ્થળ અમેરિકાએ શોધી કાઢ્યું હતું. અમેરિકી સેટેલાઈટે ૧૯૯૦ની આસપાસ પાકિસ્તાન દ્વારા થઈ રહેલો ન્યૂક્લિયર ટેસ્ટની તૈયારી પકડી પાડી હતી. જાેકે અમેરિકાએ વાંધો ઉઠાવ્યા બાદ પાકિસ્તાને ન્યૂક્લિયરનું ટેસ્ટિંગ બંધ કરી દીધું હતું.

Share This Article