ભારતના સંરક્ષણમાં પ્રવેશ કરવો શક્ય નથી, અમે ચીનમાં બનેલી 15 મિસાઇલને તોડી પાડી : ભારતીય સેના

Rudra
By Rudra 4 Min Read

નવી દિલ્હી : ભારત અને પાકિસ્તાન યુદ્ધ વિરામ બાદ હજુ પણ બંને દેશો વચ્ચે તણાવ જાેવા મળી રહ્યો છે. ત્યારે ભારતીય સેનાની ત્રણેય પાંખ દ્વારા એક પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવી હતી. આ તમામ અધિકારીઓએ ઓપરેશન સિંદૂર વિશે વિસ્તૃત માહિતી આપી. જેમાં ડીજીએમઓ લેફ્ટનન્ટ જનરલ રાજીવ ઘાઈએ જણાવ્યું કે, ‘અમારી લડાઈ આતંકવાદ વિરૂદ્ધ હતી. અમે 7 મેના રોજ માત્ર આતંકવાદીઓને ટાર્ગેટ કર્યા હતા, પરંતુ પાકિસ્તાનની સેનાએ આતંકવાદનો સાથ આપ્યો. પહલગામ હુમલા બાદ આતંકવાદીઓના પાપનો ઘડો ભરાઈ ચૂક્યો હતો. જેનો જવાબ આપવો જરૂરી હતો.‘

ડિરેક્ટર જનરલ એર ઓપરેશન્સ એર માર્શલ એ. કે. ભારતી, ડીજીએમઓ લેફ્ટનન્ટ જનરલ રાજીવ ઘાઈ અને ડિરેક્ટર જનરલ નેવલ ઓપરેશન્સ વાઈસ એડમિરલ એ. એન. પ્રમોદે પ્રેસ બ્રીફિંગમાં માહિતી આપી હતી. ડ્ઢય્સ્ર્ંએ પત્રકાર પરિષદમાં જણાવ્યું કે, અમે પાકિસ્તાન અને POKમાં કરેલા ઓપરેશનની વિસ્તૃત માહિતી આપી રહ્યા છીએ. અમારી લડત આતંકવાદીઓ સામે હતી. સાતમી મેએ અમે માત્ર આતંકવાદી ઠેકાણા પર જ હુમલા કર્યા હતા, પણ પાકિસ્તાની સેનાએ આતંકવાદીઓનો સાથ આપ્યો, જે કમનસીબી છે. ત્યાર પછી પાકિસ્તાનને જે પણ નુકસાન થયું, તે માટે તે પોતે જ જવાબદાર છે.

ભારતની એર ડિફેન્સ સિસ્ટમ સુરક્ષિત રહી હતી. આકાશ એર ડિફેન્સ સિસ્ટમે શાનદાર દેખાવ કર્યો હતો. પાકિસ્તાન દ્વારા વાપરવામાં આવેલી ચીનની 15 મિસાઇલ તોડી પાડવામાં આવી હતી. તૂર્કિયેમાં નિર્મિત ડ્રોન અને ચીનની મિસાઈલને નિષ્ફળ બનાવવામાં આવી. તેના અમુક ટુકડાંઓ મળી આવ્યા છે. આતંકવાદીઓ પર હુમલાઓ અમે નિયંત્રણ રેખા અને આંતરરાષ્ટ્રીય સરહદને પાર કર્યા વિના જ કર્યા હતાં. અમે તેની સંપૂર્ણ તૈયારીઓ કરી હતી.

ડીજીએમઓ લેફ્ટનન્ટ જનરલ રાજીવ ઘાઈએ જણાવ્યું હતું કે, ‘આપણા એરફિલ્ડ અને લોજિસ્ટિક પર હુમલો કરવો અત્યંત મુશ્કેલ છે. આજે મેં સાંભળ્યું કે, વિરાટ કોહલીએ ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી છે. તે મારો પણ ફેવરિટ ખેલાડી રહ્યો છે. 1970માં ઓસ્ટ્રેલિયા અને ઈંગ્લેન્ડ વચ્ચે મેચ રમાઈ હતી. ત્યારે ઓસ્ટ્રેલિયાના બે બોલરે ઈંગ્લેન્ડને હંફાવી દીધી હતી. ત્યારે ઓસ્ટ્રેલિયા માટે એક રૂઢિપ્રયોગ હતો કે, એશિસ ટુ એશિસ, ડસ્ટ ટુ ડસ્ટ, ઈફ થોમો ડોન્ટ ગેટ યા, લીલી મસ્ટ. તેના પરથી હું કહેવા માગુ છું કે, આપણી સિસ્ટમમાં અનેક લેયર્સ છે. જાે તમે તમામ ભેદવાનો પ્રયાસ કરશો તો તેની ગ્રીડ સિસ્ટમનું એકાદ લેયર તમારા પર જ હુમલો કરશે.‘
ડીજીએમઓ ઘાઈએ કહ્યું હતું કે, જ્યારે ઇરાદાઓ મક્કમ હોય ત્યારે મંજિલ પણ તમારા પગ ચૂમે છે. જાે હું સરળ શબ્દોમાં કહું તો દુશ્મનના કોઇ પણ ઓબ્જેક્ટ સમુદ્રી સીમાની નજીક પણ નથી આવતી.

પ્રેસ બ્રીફિંગમાં હાજર રહેલા વાઇસ એડમિરલ એએન પ્રમોદે જણાવ્યું હતું કે આપણી બધી લશ્કરી પ્રણાલીઓ કાર્યરત છે અને સંપૂર્ણ રીતે કાર્યરત છે. તેમણે કહ્યું હું સ્પષ્ટ શબ્દોમાં કહેવા માંગુ છું કે આપણી બધી લશ્કરી પ્રણાલીઓ સંપૂર્ણપણે કાર્યરત છે. અને જાે જરૂર પડશે, તો તેનો ફરીથી ઉપયોગ કરવામાં આવશે.”

પાકિસ્તાનના ડ્રોનને અમારી શોલ્ડર ફાયર હથિયારો વડે નિષ્ફળ બનાવવામાં આવ્યા હતાં. બીએસએફ જવાનો પણ અમારા આ અભિયાનમાં મજબૂતપણે જાેડાયા હતાં. તેઓની મદદથી પાકિસ્તાનની નાપાક હરકતોનો સામનો કરી શક્યા. ભારતીય નૌસેનાએ પણ એટલો જ સહકાર આપ્યો છે. અમે સતત સર્વેલન્સના આધારે પાકિસ્તાનની હિલચાલ પર નજર રાખતાં રહ્યા. ભારતીય સેનાની ત્રણેય પાંખની છાવણી, એરફિલ્ડ, ડિફેન્સ યુનિટ સુરક્ષિત છે. ભવિષ્યમાં જરૂર પડ્યે તો કાર્યવાહી કરવા માટે પણ સંપૂર્ણ સક્ષમ છે.

Share This Article