અમદાવાદ : ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ વધતા ગુજરાત, રાજસ્થાન સહિત સમગ્ર દેશના સરહદી વિસ્તારોમાં સુરક્ષાને ધ્યાનમાં રાખીને એલર્ટ આપવામાં આવ્યું છે. દેશમાં તણાવપૂર્ણ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ભૂજ-અમદાવાદ-ભૂજ, ગાંધીધામ-જાેધપુર સુપરફાસ્ટ એક્સપ્રેસ અને ભૂજ-રાજકોટ-ભૂજ ટ્રેનો રદ કરવામાં આવી છે.
વેસ્ટર્ન રેલવે દ્વારા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X‘ પર પોસ્ટ કરીને રદ કરવામાં આવેલી ટ્રેનોની માહિતી આપવામાં આવી હતી. જેમાં ભૂજ, ગાંધીનગર, રાજકોટ રૂટની પાંચ ટ્રેનો રદ કરવાનો ર્નિણય લેવામાં આવ્યો છે.
રદ કરવામાં આવેલી ટ્રેનો:-
ટ્રેન નં. ૯૪૮૦૧ અમદાવાદ-ભૂજ નમો ભારત રેપિડ રેલ (૯ મે ૨૦૨૫)
ટ્રેન નં. ૯૪૮૦૨ ભૂજ- અમદાવાદ નમો ભારત રેપિડ રેલ (૧૦ મે ૨૦૨૫)
ટ્રેન નં. ૨૨૪૮૩ જાેધપુર-ગાંધીધામ સુપરફસ્ટ એક્સપ્રેસ (૯ મે ૨૦૨૫)
ટ્રેન નં. ૨૨૪૮૪ ગાંધીધામ-જાેધપુર સુપરફસ્ટ એક્સપ્રેસ (૧૦ મે ૨૦૨૫)
ટ્રેન નં. ૦૯૪૪૬/૦૯૪૪૫ ભૂજ-રાજકોટ-ભૂજ સ્પેશિયલ ટ્રેન (૧૦ મે ૨૦૨૫)