ભારતીય ક્રિકેટ ચાહકો માટે આંચકો, પહેલા રોહિત અને હવે વિરાટ કોહલી? ટેસ્ટમાંથી સંન્યાસ લેવામાં માગે છે કિંગ કોહલી

Rudra
By Rudra 4 Min Read

Virat Kohli Retires From Test Cricket : ભારતીય ક્રિકેટ ટીમના ટેસ્ટ ક્રિકેટના હિસાબે ROKO (વિરાટ-કોહલી) યુગ ખતમ થઈ ગયો છે. 7 મેના રોજ રોહિત શર્માએ ટેસ્ટ ક્રિકેટમાંથી સંન્યાસની જાહેરાત કરી હતી. હવે 10 મેના રોજ સમાચાર આવી રહ્યાં છે કે, વિરાટ કોહલી પણ ટેસ્ટ ક્રિકેટ નહીં રમે.

ટૂંકમાં 4 દિવસમાં રોહિત અને કોહલીના ટેસ્ટ ક્રિકેટમાંથી સંન્યાસના સમાચાર આવ્યા છે. જો કે, વિરાટ કોહલી અને બીસીસીઆઈ તરફથી કોઈ સત્તાવાર પુષ્ટિ થઈ નથી. પરંતુ હવે તેને નક્કી માનવામાં આવી રહ્યું છે કે, ફેન્સ રોહિત બાદ કોહલીને ટેસ્ટ ક્રિકેટમાં રમતા જોઈ શકશે નહીં.

વિરાટ કોહલીએ ટેસ્ટ ક્રિકેટમાંથી સંન્યાસ લેવાને લઈને બીસીસીઆઈને જાણકારી આપી છે. આ રિપોર્ટ 10 મેના રોજ સામે આવ્યો . એવામાં તેના ઇંગ્લેન્ડ પ્રવાસ પર ટીમનો ભાગ બનવાની શક્યતા ખૂબ ઓછી છે. જો કે, બીસીસીઆઈના એક સત્તાવાર અધિકારીએ કોહલીને આ નિર્ણય પર બીજી વાર વિચારની અપીલ કરી છે. હવે જોવું રહ્યું કે, સેલેક્શન કમિટિ ઇંગ્લેન્ડ પ્રવાસ માટે ટીમનું એલાન કરશે, ત્યારે વિરાટ કોહલીના ભવિષ્યને લઈને શું નિર્ણય લેવામાં આવે છે.

નોંધનીય છે કે, કોહલી પહેલા રોહિત શર્માએ બુધવારે 7 મેના રોજ ટેસ્ટ ક્રિકેટમાંથી સંન્યાસની જાહેરાત કરી હતી. તેણે ઇન્સ્ટાગ્રામ સ્ટોરી શેર કરી અને રેડ બોલ ક્રિકેટને બાય બાય કહી દીધું હતુ. જો કે તે વનડે ઇન્ટરનેશનલ ક્રિકેટમાં રમવાનું ચાલુ રાખશે. 38 વર્ષીય રોહિત શર્માએ ગત વર્ષે વેસ્ટઇન્ડીઝમાં ટી20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટી20 ફોર્મેટમાંથી સંન્યાસ લઈ લીધો હતો. વિરાટ કોહલીએ પણ ત્યારે સંન્યાસની જાહેરાત કરી હતી.

વિરાટ કોહલીનું ટેસ્ટ ક્રિકેટ કરિયર

વિરાટ કોહલીએ ઇન્ટરનેશનલ ક્રિકેટમાં સૌથી પહેલા વનડેમાં શ્રીલંકા સામે ડાંબુલામાં 2008માં ડેબ્યૂ કર્યું હતુ. કોહલીએ મેચમાં ઓપનિંગ કરી હતી અને 12 રન બનાવ્યાં હતા. ત્યાર બાદ કોહલીએ ટી20 ડેબ્યૂ 2010માં ઝિમ્બાબ્વે સામે થયું હતુ. જ્યાં તેણે 21 બોલમાં 26 રનની ઇનિંગ રમી હતી.

વિરાટ કોહલીનું ટેસ્ટ ડેબ્યૂ જૂન 2011માં વેસ્ટઈન્ડીઝ સામે કિંગ્સટનમાં થયું હતુ. કોહલીએ ત્યારે પહેલી ઇનિંગમાં 4 અને બીજી ઇનિંગમાં 15 રન બનાવ્યાં હતા. જ્યારે તેણે પોતાની છેલ્લી ટેસ્ટ ઓસ્ટ્રેલિયા સામે સિડનીમાં હતી, જે જાન્યુઆરી 2025માં રમાઈ હતી. આ છેલ્લી ટેસ્ટમાં કોહલીએ પહેલી ઇનિંગમાં 17 જ્યારે બીજી ઇનિંગમાં 6 રન બનાવ્યાં હતી. જો કે કોહલી પણ રોહિતની જેમ વનડે ક્રિકેટમાં રમવાનું શરૂ રાખે એવી શક્યતા છે.

વિરાટ કોહલીનું ટેસ્ટ કરીએ

વિરાટ કોહલીએ અત્યાર સુધીમાં 123 ટેસ્ટ મેચ રમી છે. જેમાં તેણે 55.57 સ્ટ્રાઇક રેટથી 46.85ની એવરેજથી 9230 રન બનાવ્યાં છે. આ દરમિયાન તેના બેટમાંથી 30 સદી અને 31 અડધી સદી નીકળી હતી. તેણે 1027 ચોગ્ગા અને 30 છગ્ગા ફટકાર્યા છે.

વિરાટ કોહીલનું વનડે ક્રિકેટ કરિયર

વિરાટ કોહલીએ અત્યાર સુધીમાં 302 વનડે મેચ રમી છે. જેમાં તેણે 93.34 સ્ટ્રાઇક રેટથી 57.88ની એવરેજથી 14181 રન બનાવ્યાં છે. આ દરમિયાન તેના બેટમાંથી 51 સદી અને 74 અડધી સદી નીકળી હતી. તેણે 1325 ચોગ્ગા અને 152 છગ્ગા ફટકાર્યા છે. તેણ 5 વિકેટ પણ લીધી છે.

વિરાટ કોહલીનું ટી20 કરિયર

વિરાટ કોહલીએ અત્યાર સુધીમાં 125 ટી20 મેચ રમી છે. જેમાં તેણે 48.69ની એવરેજથી 4188 રન બનાવ્યાં છે. આ દરમિયાન તેના બેટમાંથી 1 સદી અને 38 અડધી સદી નીકળી હતી. તેણે 369 ચોગ્ગા અને 134 છગ્ગા ફટકાર્યા છે. તેણ 4 વિકેટ પણ લીધી છે.

 

Share This Article