વિયેતજેટ દ્વારા 2025ના પ્રથમ ત્રિમાસિકનાં મજબૂત પરિણામ નોંધાવ્યા, જાણો કેટલો કર્યો નફો?

Rudra
By Rudra 3 Min Read

વિયેતજેટ એવિયેશન જોઈન્ટ સ્ટોક કંપની (HOSE: VJC) દ્વારા ભારત અને વિયેતનામ વચ્ચે બે નવા રુટ્સ સહિત મજબૂત આંતરરાષ્ટ્રીય વિસ્તરણથી પ્રેરિત 2025ના પ્રથમ ત્રિમાસિક માટે એકત્રિત નફામાં 24 ટકાનો વર્ષ દર વર્ષ નફો નોંધાવવામાં આવ્યો છે, જે પ્રાદેશિક કનેક્ટિવિટીમાં તેની આગેવાની પર ભાર આપે છે.

તેના 2025નાં પ્રથમ ત્રિમાસિકનાં નાણાકીય નિવેદનો અનુસાર વિયેતજેટે હવાઈ મહેસૂલ VND17.92 ટ્રિલિયન નોંધાવી છે (આશરે US$690 મિલિયન), જ્યારે વેરા પૂર્વેનો નફો VND820 અબજ (આશરે US$31.5 મિલિયન) નોંધાવ્યો છે, જે વર્ષ દર વર્ષ 25 ટકાનો વધારો દર્શાવે છે.

2025ના પ્રથમ ત્રિમાસિકમાં વિયેતજેટે લગભગ 38,700 ફ્લાઈટ્સ પર 6.87 મિલિયનથી વધુ પ્રવાસીઓનું પરિવહન કર્યું હતું, જે અનુક્રમે 9 ટકા અને 12 ટકા વર્ષ દર વર્ષ વૃદ્ધિ દર્શાવે છે. એરલાઈન્સે 40 ડોમેસ્ટિક અને 97 ઈન્ટરનેશનલ રુટ્સ સહિત 137 રુટ્સ પર ફ્લાઈટો ચલાવી હતી.

2025ના પ્રથમ ત્રિમાસિકમાં વિયેતજેટે તેના કાફલામાં બે નવા એરક્રાફ્ટ ઉમેરતાં ફ્લાઈટની સંખ્યા 106 થઈ હતી, જે તેને પ્રદેશમાં સૌથી યુવાનમાંથી એક કાફલો બનાવેછે. એરલાઈને 87 ટકા સીટ લોડ ફેક્ટર અને 99.72 ટકા ટેક્નિકલ વિશ્વસનીયતા દર સાથે મજબૂત સંચાલન કામગીરી નોંધાવી હતી.

માર્ચમાં વિયેતજેટે બેન્ગલુરુ અને હૈદરાબાદને વિયેતનામના સૌથી મોટા મહાનગર અને આર્થિક કેન્દ્ર હો ચી મિન્હ સિટી સાથે જોડતા બે નવા ઈન્ટરનેશનલ રુટ શરૂ કર્યા હતા. એરલાઈને વિયેતનામની રાજધાની હો ચી મિન્હ સિટી અને હનોઈને ચીનમાં બીજિંગ અને ગુઆંગઝાઉ સાથે જોડતા ચાર નવા રુટ પણ રજૂ કર્યા હતા, જેથી મુખ્ય એશિયન બજારોમાં કનેક્ટિવિટી અને વૃદ્ધિની તકો બહેતર બની છે.

ઉપરાંત એરલાઈન્સે બે આગામી સીધા રુટ્સ પણ જાહેર કર્યા છે, જેમાં ફુ ક્યોકથી સિંગાપોર અને હો ચી મિન્ગ સિટીથી ન્યૂ ઝીલેન્ડના ઓકલેન્ડનો સમાવેશષ થાય છે, જે આ વર્ષે પછીથી લોન્ચ કરવા સજ્જ છે.

31 માર્ચ, 2025ના રોજ વિયેતજેટની કુલ એસેટ્સ VND98.766 ટ્રિલિયન (આશરે US$3.79 અબજ) પર પહોંચી હતી, જે સાથે ડેબ્ટ- ટુ- ઈક્વિટી રેશિયો 2.12 અને 1.5નો પ્રવાહિતા રેશિયો રહ્યો હતો, જે સાથે ઉડ્ડયન ઉદ્યોગમાં સુરક્ષાની સપાટી જાળવી રાખી છે.

એરલાઈને યુનાઈટેડ સ્ટેટ્સમાં તેની આરંભિક ફ્લાઈટ શરૂ કરી છે, જેને કારણે US$14 અબજ મૂલ્યના મુખ્ય યુએસ ભાગીદારો સાથે વ્યૂહાત્મક ભાગીદારીની ચર્ચાવિચારણા શરૂ થઈ છે. બોઈંગ, જીઈ, પ્રાટ એન્ડ વ્હિટની અને અન્યો જેવા તેના લાંબા ગાળાના ભાગીદારી સાથે મોજૂદ સોદાને જોડતાં વિયેતજેટનું કુલ સહકાર મૂલ્ય હવે US$50 અબજે પહોંચ્યું છે. એરલાઈને કારલાઈલ એવિયેશન પાર્ટનર્સ સાથે US$300 મિલિયનના

Share This Article