મધ્ય પ્રદેશમાં સંથારાથી 3 વર્ષની બાળકીનું મોત પર હોબાળો, જાણો સંથારા એટલે શું?

Rudra
By Rudra 3 Min Read

ઇન્દોર: મધ્ય પ્રદેશના ઇન્દોરમાં 3 વર્ષની વિયાના નામની બાળકીનું જૈન ધર્મની એક પરંપરાથી મોત થયું છે. બાળકીને બ્રેન ટ્યુમર હતુ. બાળકીના માતા પિતાએ પોતાના આદ્યાત્મિક ગુરુ જૈન સાધુ રાજેશ મુનિ મહારાજ પાસેથી સલાહ લીધા બાદ બાળકીને સંથારા ગ્રહણ કરાવ્યો હતો. જેના થોડા સમય બાદ જ બાળકીનું મોત થયું હતુ. આ ધર્મિક પ્રથામાં મોત થાય ત્યાં સુધી માણસ ખાવા પીવાનું છોડી દે છે. વિયાનાનું મોત 21 માર્ચે થયું હતુ. પરંતુ આ મામલો આ અઠવાડિયે ચર્ચામાં આવ્યો, જ્યારે ગોલ્ડન બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં વિયાનાને સંથારા લેનાર દુનિયાની સૌથી નાની ઉંમરની વ્યક્તિ ગણાવવામાં આવી અને સર્ટિફિકેટ આપવામાં આવ્યું.

હિન્દુસ્તાન ટાઇમ્સના રિપોર્ટ અનુસાર છોકરીના માતા પિતા, પીયૂષ અને વર્ષા જૈને પુષ્ટિ કરી કે, તેણે પોતાના આધ્યત્મિક ગુરુની સલાહથી બાળકને સંથારા ગ્રહણ કરાવ્યો હતો. જો કે હવે તેના દ્વારા બાળકીના મોત પર સવાલો ઊભા થવા લાગ્યા છે. લોકો પૂછી રહ્યાં છે કે, શું આટલી નાની ઉંમરમાં બાળકી માટે આ પ્રકારનો નિર્ણય યોગ્ય છે. આ મામલે એ પણ જાણી લેવું જરૂરી છે કે, જે ધાર્મિક પરંપરા દ્વારા બાળકીનું મોત થયું તે સંથારા છે શું?

સંથારા એટલે શું?

સંથારાને સમાધિ મરણ તરીકે પણ ઓળખવામાં આવે છે. જેમાં પોતાના જીવનનો ત્યાગ કરનાર વ્યક્તિ પોતાની મરજીથી ખાવા પીવાનું છોડી દે છે. કર્ણાટકમાં પુરાતત્વ અને સંગ્રહાલય વિભાગના પ્રમુખ એ. સુંદરા અનુસાર આ વ્રતમાં માનવીય ભાવનાઓ પર સંપૂર્ણ નિયંત્રણ અને પછી ધીમે ધીમે ખાવા પીવાથી દૂર રહેવાનું સામેલ છે. સલ્લેખના શબ્દ સત્ (સત્ય) અને લેખના (દુર્બળતા) શબ્દો પરથી આવ્યો છે. જે પોતાની ઇચ્છાથી શારીરિક નબળાનું પ્રતિક છે. તે એ વિશ્વાસને દર્શાવે છે કે, શરીરની શક્તિને ઓછી કરવાથી દુખના સ્ત્રોતને ખતમ કરવામાં મદદ મળે છે અને તેનાથી આત્માની મુક્તિમાં અવરોધ આવતો નથી. આ પરંપરા એક એવા ધાર્મિક કાર્યના રૂપે જોવામાં આવે છે જેનો હેતુ તપસ્યા અને આત્મપીડા દ્વારા આત્માને મુક્તિ અપાવવાનો છે. સંથારાને સંન્યાસી અને સામાન્ય લોકો બંને ગ્રહણ કરી શકે છે. જો કે તેને ગમેત્યારે ગમે તે સમયે કરી શકાય નહીં.

જૈન ધર્મગ્રંથોમાં સ્પષ્ઠ નિર્દેશ આપવામાં આવ્યાં છે, જેમાં કહેવામાં આવ્યું છે કે, સલ્લેખનાનો અભ્યાસ માત્ર ત્યારે જ કરી શકાય છે જ્યારે કોઈ વ્યક્તિ મૃત્યુની નજીક હોય, વૃદ્ધાવસ્થાની પીડિત હો, અસાધ્ય બિમારીથી પીડિત હોય અથવા દુષ્કાળના સમયમાં હોય.

Share This Article