By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Tuesday, Nov 4, 2025
  • ભારત
  • ગુજરાત
  • News
  • અમદાવાદ
  • રાજનીતિ
  • મનોરંજન
  • બિઝનેસ
  • આંતરરાષ્ટ્રીય
English
Khabar Patri
News Which Matters to You !!
Khabarpatri
Search
Font ResizerAa
KhabarpatriKhabarpatri
  • હોમ
  • બિઝનેસ
  • મનોરંજન
  • લાઈફ સ્ટાઇલ
  • રમત જગત
  • ટેક્નોલોજી
  • ગુજરાત
  • ભારત
  • આંતરરાષ્ટ્રીય
Search
  • હોમ
  • બિઝનેસ
  • મનોરંજન
  • લાઈફ સ્ટાઇલ
  • રમત જગત
  • ટેક્નોલોજી
  • ગુજરાત
  • ભારત
  • આંતરરાષ્ટ્રીય
Follow US
  • About Us
  • Privacy Policy
  • Terms and Conditions
  • Contact
© 2025 Khabar Patri. All Rights Reserved. Developed by BLACK HOLE STUDIO.
Newsગુજરાત

કેવું રહેશે વર્ષ 2025નું ચોમાસુ? પ્રાચીન પરંપરાથી કાઢવામાં આવ્યો ચોમાસાનો વર્તારો, ખેડૂતો માટે માઠા સમાચાર

Rudra
Last updated: May 3, 2025 8:21 AM
By Rudra 3 Min Read
Share
SHARE
WEATHER
ગુજરાતમાં હાલ ઉનાળોની તપી રહ્યો છે. લોકો માથા ફાડી નાખે એવી ગરમીથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. અમુક જિલ્લામાં ગરમીનો પારો 45 ડિગ્રી સુધી પહોંચી ગયો છે. ત્યારે દર વર્ષની જેમ આ વર્ષે પણ આગાહીકારો આગામી ચોમાસું કેવું રહેશે તેને લઈને આગાહી કરતા હોય છે. વાતાવરણમાંથી મળતા અલગ અલગ સંકેતોને ધ્યાને લઈને હવામાન નિષ્ણાંતો ચોમાસાનો વરતારો કાઢતા હોય છે. ત્યારે આવો જાણીએ કે આ વખતે આગાહીકાર મોહનભાઈ દલસાણિયાનું ચોમાસાને લઈને શું અનુમાન છે. જણાવી દઈએ કે, મોહનભાઈ દલસાણિયા જૂનાગઢ વર્ષા વિજ્ઞાન મંડળમાં આગાહી કરે છે.
KP.com Weather
આ વખતે ચોમાસાને લઈને ખેડૂતો માટે માઠા સમાચાર સામે આવી રહ્યાં છે. આગાહીકાર મોહનભાઈ દલસાણિયાના અનુમાન આગામી ચોમાસું ખંડવૃષ્ટિવાળુ રહી શકે છે. હવામાન નિષ્ણાંતો વાતાવરણના અલગ અલગ સંકેતોને ધ્યાને લઈને ચોમાસાનો વરતારો કાઢતા હોય છે. જેમાં વનસ્પતિ પર નેગેટિવ અસર, દનૈયાની સ્થિતિ, હુતાસણીના પવન, અખાત્રીજના પવન અને કસની નોંધ વગેરેને ધ્યાનમાં રાખી ચોમાસાની આગાહી કરાતી હોય છે.
kp.comrain 1
વનસ્પતિ પર અસર
આ વર્ષે હવામાન અનબેલેન્સ અને વરસાદ માટે ખંડવૃષ્ટિવાળુ રહેવાની શક્યતા છે. કારણ કે વનસ્પતિ અને કસ કાતરા નબળા બંધાયેલા છે. લીમડામાં મોર ઓછો અને લીંબોળી નહિવત પાછતરી બંધાયેલી છે. બોરડીમાં મોર હતો પણ નહિવત હતો. ખાખરામાં કેસુડા હતા, પડિયા પણ હતા પણ પડિયામાં એક જ બીજ બંધાયેલું હતુ. એટલા માટે ચોમાસુ નબળુ અથવા ખંડવૃષ્ટિવાળું રહેવાની શક્યતા છે.
rain 3
ચૈત્ર દનિયા
ચૈત્ર દનિયા તારીખ 18-4-2025 થી તારીખ 25-4-2025 સુધીના – પહેલું દનિયું સારુ રહેવા પામેલ છે. પછીના દરેક દનિયામાં સવારે ઝાકળ અને ઠંડુ, બપોરના સખત ગરમી હતી. આવું બને તો કોરા આકરા દનિયું ન તપે. આ વિસંગતતા આ વર્ષે જોવા મળી છે.
Heavy rain will fall in these areas of Gujarat, forecast by Meteorological Department
હુતાસણીનો પવન
હુતાસણીનો પવન પશ્ચિમથી પૂર્વનો હતો જે સારી બાબત છે. પરંતુ આખા સૌરાષ્ટ્રમાં હતો કે કેમ તે જાણી શકાયું નથી. ગોંડલ બાપુનો ગામડેથી ફોન હતો કે ત્યાં દક્ષિણ વાયું હતો એટલે ખંડ વૃષ્ટિ થાય.
Surat rain
અખાત્રીજનો પવન
અખાત્રીજનો પવન સારો હતો. વાયવ્ય અને પશ્ચિમ વાયું હતો તે પણ આખા સૌરાષ્ટ્રમાંથી જાણવા મળેલ નથી. અખાત્રીજની સાંજે સૂર્ય આથમવાનું અંતર સારુ હતુ પણ ગયા વર્ષ કરતા આ વર્ષે સૂર્ય દક્ષિણ બાજુ વધારે હતો. ગયા વર્ષ કરતા બપોરનો પડછાયો બે ઈંચ ઓછો હતો એટલે કે ગયા વર્ષે ઉત્તર બાજુ પાંચ ઇંચ હતો. આ વર્ષે ઉત્તર બાજુ 3 ઇંચ પડછાયો હતો.
File 02 Page 01 3
કસની નોંધ
કસની નોંધ અનુસાર આ વર્ષે કસ બંધાયા તેનાથી 205 દિવસ ગણતા નીચેની તારીખોમાં વરસાદ થાય તેવું અનુમાન છે. હવામાન નિષ્ણાંત અનુસાર ગુજરાતના કેટલાક વિસ્તારમાં વરસાદની 50 ટકા અછત રહી શકે છે. ઓગસ્ટ મહિનામાં વરસાદ નહીં પડે. વાવણીનો વરસાદ 17 જૂન આસપાસ સંભવ છે. 27 જૂનથી 7 જૂલાઈ સુધી વરસાદની શક્યતા છે. જુલઈમાં 11 તથા 14થી 19 સુધી વરસાદ પડી શકે છે. 24 થી 26 જુલાઈ સુધી પણ વરસાદની સંભાવના છે. સપ્ટેમ્બરમાં વરસાદ 15 દિવસ રહી શકે છે.

TAGGED:Gujarat MonsoonMonsoon 2025Monsoon Pridectionweather forecast
Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Copy Link
Previous Article INS Surat arrives in Surat 1 ‘ગુજરાત દિવસ’ નિમિત્તે સુરત પહોંચ્યું નૌકાદળનું આધુનિક યુદ્ધજહાજ ‘INS સુરત’
Next Article law લ્યો બોલો! પંજાબમાં વાયુસેનાનો રન-વે નામે ચડાવીને વેંચી માર્યો, કેસ જાણીને હાઈકોર્ટ પણ ચોંકી ગઈ

Follow US

FacebookLike
TwitterFollow
InstagramFollow
YoutubeSubscribe
LinkedInFollow

Must Read

October 30, 2025

વિયેતજેટ દ્વારા ભારત- વિયેતનામની મૈત્રીની અદભુત ઉજવણી સાથે અમદાવાદમાં દિવાળીની રોનક વધારી

vieatnam
Ahmedabad
pm modi 1

PM મોદીની ઉપસ્થિતિમાં એકતાનગર ખાતે રાષ્ટ્રીય એકતા દિવસની શાનદાર ઉજવણી

adani

અંબુજા સિમેન્ટ્સે ચાલુ નાણાકીય વર્ષના બીજા ત્રિમાસિકમાં મજબૂત પરિણામ હાંસલ કર્યાં

udgam

ઉદગમ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ગાંધીનગર ખાતે ધ્રુવ પર્વ- સાતમા ઉદગમ મ્યુઝિક ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું

song

મનીષ મલ્હોત્રાની ફિલ્મ ‘ગુસ્તાખ ઇશ્ક’નું નવું ગીત ‘શહેર તેરે’ રિલીઝ

morari bapu 2

કોલંબો રામકથામાં પૂજ્ય મોરારી બાપુનો સંદેશ: “લંકા ભોગની ભૂમિ, પરંતુ ત્યાગ અને સંયમ જ જીવનનો વિજય માર્ગ”

Riyadh

રિયાધમાં ભારતીય દૂતાવાસ દ્વારા ‘ગીતા મહોત્સવ – એક સંગીતમય રજૂઆત’નું ભવ્ય આયોજન કરાયું

Laura Wolvaardt

સાઉથ આફ્રિકાની કેપ્ટને વર્લ્ડ કપમાં ભુક્કા કાઢી નાખ્યાં, મહિલા વર્લ્ડ કપમાં રચ્યો ઇતિહાસ

You Might Also Like

surat
ગુજરાત

સુરત: ટ્રોલી બેગમાંથી મળેલી યુવતીની લાશનો ભેદ ઉકેલાયો, જાણો કોણે કરી હતી હત્યા

3 Min Read
CM Bhupendra Patel
ગુજરાત

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કમોસમી વરસાદથી અસરગ્રસ્ત વિસ્તારોના ખેડૂતોની પડખે ઉભા રહ્યા

3 Min Read
pravas
ગુજરાતમનોરંજન

આંતરરાષ્ટ્રીય સ્તરે 70 થી વધુ પુરસ્કારો, નોમિનેશન અને ઓફિસિયલ સિલેક્શન થનારી ગુજરાતી ફિલ્મ ‘પ્રવાસ’ સિનેમાઘરોમાં થશે રિલીઝ

2 Min Read
fridge
લાઈફ સ્ટાઇલ

દિવાલથી ફ્રિજનું કેટલું અંતર રાખવું જોઈએ? મોટાભાગના લોકો કરે છે આ ભૂલ

2 Min Read
purvi
ગુજરાત

પૂર્વિ કમલનયન ત્રિવેદી ‘વુમન લિડ ઓફ ધ યર સોશ્યલ સર્વિસ’એવોર્ડથી સન્માનિત કરાયા

2 Min Read
DPS Basketball Tournament Girls
અમદાવાદરમત જગત

DPS બાસ્કેટબોલ ટુર્નામેન્ટ ગર્લ્સ ઓપન 2025’નો ઉદ્ઘાટન સમારોહ યોજાયો

2 Min Read
shreyas
રમત જગત

શ્રેયસ અય્યરના ફેન્સ માટે સારા સમાચાર, હોસ્પિટલમાંથી મળી ગઈ રજા, BCCIએ હેલ્થને લઈને શું કહ્યું?

2 Min Read
ektanagar
ગુજરાત

એકતા દિવસ નિમિતે પરેડ ગ્રાઉન્ડ ખાતે અષ્ટતત્વ એકત્વની ભાવનાને ઉજાગર કરતી 10 ઝાંખીઓ રજૂ કરાઈ

1 Min Read

About US

Khabar Patri is your trusted destination for the latest Gujarati news, covering politics, business, culture, and more. We bring accurate, timely, and in-depth reporting from Gujarat, India, and around the world to keep you informed and engaged.

© 2025 Khabar Patri. All Rights Reserved. Developed by BLACK HOLE STUDIO.
  • About Us
  • Privacy Policy
  • Terms and Conditions
  • Contact
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

[mc4wp_form]
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Lost your password?