અનિતા ભાભી કરે છે ટ્રેનમાં ટ્રાવેલ..!!

News KhabarPatri
By News KhabarPatri 1 Min Read

‘ભાભીજી ઘર પર હૈ’ની એક્ટ્રેસ સૌમ્યા ટંડન એટલે કે અનિતા ભાભી આજકાલ મુંબઇની લોકલ ટ્રેનમાં ટ્રાવેલ કરી રહી છે. સૌમ્યાનું કહેવું છે કે ‘ભાભીજી ઘર પર હૈ’નો સેટ મુંબઇથી 75 કિલોમીટર જેટલો દુર છે. તેની કાર દ્વારા તે જ્યારે સેટ પર પહોંચતી હતી ત્યારે તેને ટ્રાફિકના લીધે મોડુ થઇ જતું હતું. રાત્રે 9 વાગે શૂટિંગ પતે ત્યારે સૌમ્યાને ઘરે જતા 11 વાગી જતા હતા.

આ પ્રોબ્લેમથી બચવા માટે તે મુંબઇની લોકલ ટ્રેનનો સહારો લે છે. સૌમ્યાએ જણાવ્યું હતું કે અત્યારે લોકલ ટ્રેનની હાલત ખુબ ખરાબ છે. જ્યારે તે લોકલમાં ટ્રાવેલ કરતી હોય છે ત્યારે તેના ફેન્સ તેની સાથે સેલ્ફી લેવા માટે આવે છે ત્યારે તે ખુબ થાકેલી હોવા છતા ફેન્સને ના નથી પાડતી કારણકે તેના ફેન્સ થકી જ તેની ઓળખાણ છે.

સૌમ્યા દરેક જગ્યાએ સમયસર પહોંચે છે. માટે જ તેણે લોકલ ટ્રેનનો સહારો લીધો છે. તેની પાસે કાર હોવા છતા તે ટ્રેન દ્વારા જ જર્ની કરે છે. હવે કેટલા સમય સુધી તે ટ્રેનથી ટ્રાવેલ કરશે તે જોવું રહ્યું.

Share This Article