અમદાવાદ : તારીખ 27મી એપ્રિલ 2025 ના રોજ હોટેલ દ ગ્રાન્ડ પ્રગતિ ખાતે લાયન્સ ક્લબ ઓફ સરખેજ દ્વારા ડિસ્ટ્રીક્ટ ગવર્નર વિઝિટ નું એક સફળ કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું હતું. ક્લબ ના પ્રેસિડેન્ટ લાયન શુભોજત સેન અને એમના ટીમના લાયન ઉત્કર્ષ દેસાઈ, લાયન મિતુલ કોઠારી અને ક્લબ ના સિનિયર સભ્યો લાયન જયંત સોની, લાયન જયંતિ પટેલ, લાયન ભરત પટેલ, લાયન નયન પટેલ, લાયન કિશોર ભંડેરી ના સંચાલનમાં 85 થી વધુ ક્લબ મેમ્બર્સ, પરિવારના સભ્યો, કેબિનેટના સભ્યો અને જુદા જુદા ક્લબના પ્રમુખ મહેમાનોનું અભિવાદન કરવામાં આવ્યું હતું.

બોર્ડ મિટિંગ અને જનરલ મિટિંગમાં ડિસ્ટ્રિક્ટ ગવર્નર દક્ષેશ સોનીએ ક્લબના સન્માનીય ભૂતપૂર્વ ડિસ્ટ્રીક્ટ ગવર્નર્સ ડૉ ભરત ભગત અને મુકેશ પટેલનું એમના માર્ગદર્શન માટે ખાસ આભાર વિધિ કરી હતી. માસ્ટર ઓફ સેરેમીની હોસ્ટ ચિત્રા લાખિયાએ અદ્ભુત સંબોધન કર્યું હતું. સાથે સાથે ઢોલ, પુષ્પ અભિવાદન અને ફાફગુલ્લા આર્ટિસ્ટ શો દ્વારા પોતાના ટેલેન્ટનું પ્રદર્શન કરીને મનોરંજન પૂરું પાડવામાં આવ્યું હતું .