સ્વદેશી જાગરણ મંચ એ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનું આર્થિક સંગઠન છે જે સ્વદેશી ઉદ્યોગો અને સંસ્કૃતિના વિકાસ માટે લોકોમાં જાગૃતિ લાવે છે. વર્તમાન સમયમાં આત્મનિર્ભરતાની જરૂરિયાત પર યુવાનોની માનસિકતા બદલવા અને તેમને રોજગાર આપનાર બનાવવાના ઉદ્દેશ્ય સાથે સ્વાવલંબી ભારત અભિયાન સમગ્ર ભારતમાં ચલાવવામાં આવી રહ્યું છે.
સ્વદેશી જાગરણ મંચના રાષ્ટ્રીય સંગઠક કાશ્મીરીલાલજીના ગુજરાત પ્રાંત પ્રવાસ દરમ્યાન તા. ૧૯ અને ૨૦ એપ્રિલ ૨૦૨૫ના ચાર કાર્યક્રમોનું આયોજન કરવામાં આવેલ હતું.
પ્રથમ કાર્યક્રમ ગુજરાત યુનિવર્સીટીના ભારત શોધ સંસ્થાન ખાતે કોલેજોના આચાર્યોની સ્વાવલાંબન સારું ભૂમિકા અને ત્યારબાદ ગુજરાત વિદ્યાપીઠ ખાતે “આત્મનિર્ભર યુવા કારકિર્દી સંવાદ” કાર્યક્રમનું સફળ આયોજન કરવામાં આવ્યું. કઠવાડા જીઆઇડીસી ખાતે લઘુ ઉદ્યોગ ભારતી સાથે ઉદ્યોગપતિઓનું વિકસિત ભારત સારું સ્વાવલંબનમાં ભૂમિકા અને ગુજરાત પ્રાંત કાર્યકારિણી બેઠકનું સફળ આયોજન કરવામા આવ્યું.
સ્વદેશી જાગરણ મંચના રાષ્ટ્રીય સંગઠક કાશ્મીરીલાલજીએ ૨૦૪૭ માં ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવા વ્યક્તિગત ભૂમિકાની વાત કરતા જણાવ્યું કે ભારત અંગ્રેજો આવ્યા એ પેહલા વિકસિત રાષ્ટ્ર હતું અને આપણા સારું અમેરિકાની ટેરિફ વોર અવસર છે જેનો સહુએ સાથે મળીને મહત્તમ લાભ લેવો જોઈએ. પેટન્ટ રેજીસ્ટ્રેશનથી જે કમાવી રહ્યું છે તે ભારતના યુવાનો અને ઉદ્યોગો માટે ખુબ મોટો અવસર છે. સહુએ સાથે મળીને નવી નવી ધોધ કરીને આવકના નવા આયમ ઉભા કરવા જોઈએ. સ્વરોજગાર તથા સંકલ્પન શક્તિથી યુક્ત ભવિષ્ય તરફ આગળ વધવા આહવાહન કર્યું હતું.
આ પ્રસંગે સ્વદેશી જાગરણ મંચ પશ્ચિમ ક્ષેત્ર સંગઠક મનોહરલાલજી, સ્વદેશી જાગરણ મંચના ગુજરાત પ્રાંત સંગઠક ડૉ. મયુરભાઈ જોષી અને વિવિધ પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.