શું કર્ણાટકમાં ભાજપ પોતાની સરકાર ફરી બનાવી શકશે કે નહી તે મોટો સવાલ છે. ઘણા લોકો એવું કહી રહ્યાં છે કે કોંગ્રેસ આ વખતે બાજી મારી જશે, જ્યારે બી.જે.પી સપોર્ટર કહી રહ્યાં છે કે ફરી એક વખત ભાજપ જ સત્તા પર આવશે.
હવે સવાલ એ છે કે જ્યારે ચૂંટણીનું પરિણામ આવશે ત્યારે તમારી પાસે ટીવી નહી હોય, અને તમારે જો ચૂંટણીની અપડેટ્સ જોવી હશે તો કેવી રીતે જોઇ શકશો..પરંતુ તેવી ઘણી એપ્સ છે જેના દ્વારા તમે ચૂંટણીની લાઇવ અપડેટ્સ જોઇ શકશો.
- જાગરણ એપ- ચૂંટણીની લાઇવ અપડેટ્સ જોવા માટે તમે જાગરણ એપ ઇન્સ્ટોલ કરી શકો છો જ્યાં તમે ચૂંટણીની નાનામાં નાની અપડેટ્સ જોઇ શકશો.
- કર્ણાટક ઇલેક્શન રિઝલ્ટ લાઇવ 2018- આ નામની એપ્લીકેશન દ્વારા પણ તમે પળ પળની જાણકારી મેળવી શકશો.
- ઇલેક્શન રિઝલ્ટઝ એન્ડ એનાલિસીસ- જેમને એનાલિસીસમાં રસ છે તેવા લોકોએ આ એપ્લીકેશન ઇન્સ્ટોલ કરવી જોઇએ જેમાં લાઇવ અપડેટની સાથે સાથે એનાલિસીસ પણ દેખાશે.
- ઇલેક્શન રિઝલ્ટ્સ 2018- આ એપ્લિકેશન તમને ગૂગલ પ્લે સ્ટોર પર મળી જશે. અને તેમા તમે ઇલેક્શનની દરેક માહિતી પર નજર રાખી શકશો.
તો જો તમે હવે ઇલેક્શનના રિઝલ્ટના સમયે બહાર હોવ તો ટેન્શન લેવાની જરૂર નથી. આ એપ્લિકેશન દ્વારા ઇલેક્શનની માહિતી મેળવી શકશો.