અમદાવાદ: ઇવેન્ટ ઇન્ડસ્ટ્રી માટે ભારતના પ્રથમ વ્યાપક ડિજિટલ પ્લેટફોર્મ EventBazaar.com એક ભવ્ય સંગીતમત, ઉત્સવ અને ડિજિટલ ઇનોવેશનથી ભરપૂર કાર્યક્રમમાં સત્તાવાર રીતે લોંચ કરાયું હતું. ઇન્ડિયન આઇડલ વિજેતા ઐશ્વર્યા મજૂમદારના એક યાદગાર લાઇવ કોન્સર્ટમાં આ ભવ્ય લોંચ કરાયું હતું, જે દેશના ઇવેન્ટ પ્લાનિંગ ઇકોસિસ્ટમ માટે એક પરિવર્તનકારી સમયનો સંકેત આપે છે.
EventBazaar.com એક વન-સ્ટોપ ડિજિટલ ડેસ્ટિનેશન છે, જે ઇવેન્ટ સંબંધિત તમામ જરૂરિયાતો માટે ડિઝાઇન કરાયું છે. લગ્ન અને કોર્પોરેટ ઇવેન્ટ્સથી લઇને જન્મદિવસ અને સામુદાયિક સમારોહ સુધી આ પ્લેટફોર્મ 136થી વધુ કેટેગરીમાં માન્યતાપ્રાપ્ત વેન્ડર્સ સાથે ગ્રાહકોને જોડતું પ્લેટફોર્મ છે. આ કેટેગરીમાં કેટરિંગ, ડેકોરેશન, ફોટોગ્રાફી, વેન્યુ બુકિંગ, એન્ટરટેઇનમેન્ટ, લોજિસ્ટિક્સ વગેરેનો સમાવેશ થાય છે. તેના યુઝર-ફ્રેન્ડલી ઇન્ટરફેસ અને માન્યતાપ્રાપ્ત લિસ્ટિંગ સાથે પ્લેટફોર્મ વેન્ડરને શોધવાની સમસ્યાને દૂર કરીને ઇવેન્ટનું આયોજન સરળ બનાવે છે.
ભારતના ઝડપથી વિકસતા ઇવેન્ટ-ટેક પ્લેટફોર્મ તરીકે EventBazaar.com બેજોડ સુવિધા અને પારદર્શિતા પ્રદાન કરે છે. દેશભરના વેન્ડર્સ પોતાને રજિસ્ટર કરીને તેમની સર્વિસને પ્રમોટ કરી શકે છે, બુકિંગ મેળવીને અત્યંત સ્પર્ધાત્મક માર્કેટમાં તેમની વિઝિબિલિટી વધારી શકે છે. બીજી તરફ ગ્રાહકો આ ડિજિટલ પ્લેટફોર્મ ઉપર તેમની વિવિધ જરૂરિયાતો અને બજેટ મૂજબ સર્વિસ પ્રોવાઇડર્સની સુવિધા પ્રાપ્ત કરી શકે છે.
આ લોંચ અંગે પ્રતિક્રિયા આપતાં EventBazaar.comના સ્થાપક અને ઇવેન્ટ અને કન્સલ્ટિંગ ઇન્ડસ્ટ્રીમાં 15 વર્ષનો બહોળો અનુભવ ધરાવતા હિરવ શાહે જણાવ્યું હતું કે, EventBazaar.com સાથે અમે મજબૂત ડિજિટલ ઇકોસિસ્ટમની રચના કરી છે, જે વેન્ડર્સ અને ક્લાયન્ટ્સને એક પ્લેટફોર્મ ઉપર એક કરે છે તથા ભારતમાં ઇવેન્ટ ઇન્ડસ્ટ્રીને બળ આપે છે. અમે સમગ્ર ઇન્ડસ્ટ્રીને ડિજિટલ માધ્યમથી તેમની પહોંચ વધારવા અને ક્લાયન્ટ્સને ઉત્તમ અનુભવ પ્રદાન કરવા માટે સક્ષમ કરી રહ્યાં છીએ.
આ પ્લેટફોર્મની રજૂઆત અમદાવાદમાં એક ભવ્ય લાઇવ કોન્સર્ટમાં કરાયું હતું, જેમાં દેશના જાણીતા પ્લેબેક સિંગર ઐશ્વર્યા મજૂમદારે જબરદસ્ત પર્ફોર્મન્સ આપ્યું હતું. ઇન્ડિયન આઇડોલ તેમજ દેશભરમાં લોકચાહના ધરાવતા ઐશ્વર્યાએ લોંચમાં સ્ટાર પાવર ઉમેર્યો અને નવી શરૂઆતની ભાવનાનું સંપૂર્ણ પ્રતીક કર્યું હતું. તેમનું પર્ફોર્મન્સ EventBazaar.comની ઓળખને અનુરૂપ હતું, જે ભારતમાં ઇવેન્ટ પ્લાનિંગમાં પરિવર્તન લાવવા ઝડપથી વિકસી રહ્યું છે. EventBazaar.com આગામી મહિનાઓમાં હજારો વેન્ડર્સને ઓનબોર્ડ કરીને ઇવેન્ટ પ્લાનિંગ માટે ગો-ટુ-ડિજિટલ પ્લેટફોર્મ બનવાનો ઉદ્દેશ્ય ધરાવે છે. કંપની ભારતની ઇવેન્ટ ઇન્ડસ્ટ્રીમાં અગ્રેસર રહીને ઉત્તમ સેવાઓ પ્રદાન કરવા માટે કટીબદ્ધ છે.