સ્વદેશી જાગરણ મંચ એ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનું આર્થિક સંગઠન છે જે સ્વદેશી ઉદ્યોગો અને સંસ્કૃતિના વિકાસ માટે લોકોમાં જાગૃતિ લાવે છે. વર્તમાન સમયમાં આત્મનિર્ભરતાની જરૂરિયાત પર યુવાનોની માનસિકતા બદલવા અને તેમને રોજગાર આપનાર બનાવવાના ઉદ્દેશ્ય સાથે સ્વાવલંબી ભારત અભિયાન સમગ્ર ભારતમાં ચલાવવામાં આવી રહ્યું છે.
સ્વદેશી જાગરણ મંચના સ્વાવલંબી ભારત અભિયાન અંતર્ગત કર્ણાવતી પૂર્વ વિભાગના ‘જિલ્લા સ્વાવલંબન કેન્દ્રનો શ્રીજી પ્લાઝા કોમ્પલેક્ષ, નરોડા ભાગમાં ગુજરાત સરકારના રાજ્યકક્ષાના ઉદ્યોગ મંત્રી જગદીશભાઈ વિશ્વકર્મા, સ્વદેશી જાગરણ મંચ ગુજરાત પ્રાંત સંગઠક ડો. મયુરભાઈ જોષી, અમદાવાદના મેયર પ્રતિભાબેન જૈન, MSME ફેડરેશન પ્રમુખ મગનભાઇ પટેલ તથા અન્ય મહાનુભાવોના હસ્તે ભવ્ય રીતે શુભારંભ કરવામાં આવ્યો.
મંત્રીશ્રી જગદીશભાઈ વિશ્વકર્માએ જિલ્લા સ્વાવલાંબન કેન્દ્રના કાર્યોની પ્રસંશા કરીને ગુજરાત સરકારના સંપૂર્ણ સહયોગની બાંહેધરી આપી હતી. અમદાવાદના મેયર પ્રતિભાબેન જૈને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિકસિત અને સમૃદ્ધ ભારતના કાર્યો વિષે વાત કરીને યુવાનોને સ્વનિર્ભર બનાવના પ્રયાસ સારું જરૂરી સહાય ની ખાતરી આપી હતી. સ્વદેશી જાગરણ મંચ ગુજરાત પ્રાંત સંગઠક ડો. મયુરભાઈ જોષી એ મુખ્ય વક્તા તરીકે સ્વદેશી જાગરણ મેચના કાર્યો અને જિલ્લા સ્વાવલંબન કેન્દ્ર વિશે વિસ્તૃત માહિતી આપી હતી.
આ અવસરે વિશેષ આમંત્રિત તરીકે બાપુનગરના ધારાસભ્ય દિનેશભાઈ કુશવાહા, મણિનગર ધારાસભ્ય અમુલભાઈ ભટ્ટ, ઠક્કરનગર ધારાસભ્ય કંચનબેન રાદડિયા ,અ.મ્યુ. કો શાસક પક્ષ નેતા ગૌરાંગ ભાઈ પ્રજાપતિ, સ્વાવલંબી ભારત અભિયાનના પ્રાંત સમન્વયક હાર્દિકભાઈ વાછાણી અને અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.આ ઉપરાંત, પૂર્વ વિભાગના કોર્પોરેટરશ્રીઓ, સંઘના અન્ય સંગઠનના વિવિધ પદાધિકારીઓ અને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ તથા નાગરિકો એ સમારોહમાં હાજરી આપી અને કાર્યક્રમને ભવ્ય બનાવ્યો.
કાર્યક્રમના અંતે સ્વદેશી જાગરણ મંચ , પૂર્વ કર્ણાવતી વિભાગ સંયોજક શ્રી નિર્મલભાઈ પટેલ દ્વારા આભારવિધિ કરવામાં આવી. તેમણે ઉપસ્થિત મહાનુભાવો તથા સર્વે કાર્યકર્તાઓનો આભાર વ્યક્ત કરી જિલ્લા સ્વાવલંબન કેન્દ્રના મુખ્ય ઉદ્દેશો વિશે જણાવ્યું. આ કેન્દ્ર દ્વારા યુવાઓને સ્વાવલંબી બનાવવાની દિશામાં માર્ગદર્શન, સરકારશ્રીની વિવિધ યોજનાઓ અને રોજગારી મેળવવા માટે સંપૂર્ણ માહિતી પ્રદાન કરવામાં આવશે.
આ સાથે સ્વદેશી જાગરણ મંચ અને સ્વાવલંબી ભારત અભિયાન તરફથી સમગ્ર સમાજને આ કેન્દ્રનો મહત્તમ લાભ લેવા અનુરોધ કરવામાં આવ્યો છે.
ફોટો સ્ટોરી ટેગ લાઈન:
સ્વદેશી જાગરણ મંચના સ્વાવલંબી ભારત અભિયાન અંતર્ગત કર્ણાવતી પૂર્વ વિભાગના ‘જિલ્લા સ્વાવલંબન કેન્દ્રનો નરોડા ભાગમાં શુભારંભ.
ગુજરાત સરકારના રાજ્યકક્ષાના ઉદ્યોગ મંત્રી જગદીશભાઈ વિશ્વકર્મા, સ્વદેશી જાગરણ મંચ ગુજરાત પ્રાંત સંગઠક ડો. મયુરભાઈ જોષી, અમદાવાદના મેયર પ્રતિભાબેન જૈન, MSME ફેડરેશન પ્રમુખ મગનભાઇ પટેલ તથા અન્ય મહાનુભાવોના હસ્તે ભવ્ય રીતે શુભારંભ કરવામાં આવ્યો.