ભારતીય મૂળના અમેરિકન અંતરિક્ષયાત્રી સુનિતા વિલિયમ્સે અંતરિક્ષથી પરત આવ્યા બાદ પહેલી વાર પત્રકાર પરિષદ યોજી હતી. તેમણે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને ઈલોન મસ્કનો આભાર વ્યક્ત કર્યો. તેમણે કહ્યું હતું કે ધરતી પર પરત આવીને સારું લાગી રહ્યું છે.
સુનિતા વિલિયમ્સ ટૂંક જ સમયમાં ભારત પણ આવશે. તેમણે જણાવ્યું હતું છે, કે ‘ મને આશા છે કે મારા પિતાના દેશ અને આગામી એક્સીઑમ મિશન પર જનારા ભારતીય નાગરિકો સાથે જલ્દી જ મુલાકાત કરીશ. અને મારા અનુભવ વર્ણવીશ. ભારત એક મહાન દેશ છે અને એક અદ્ભુત લોકતંત્ર છે જે અંતરિક્ષ ઉદ્યોગ ડગલાં ભરી રહ્યું છે. અમે તેનો હિસ્સો બની મદદ કરવાનું પસંદ કરીશું.‘
વધુમાં સુનિતા વિલિયમ્સે કહ્યું હતું કે, અંતરિક્ષથી હિમાલય અને ભારતના અન્ય ભાગોના રંગ જાેઈ આશ્ચર્યચકિત થઈ ગયા હતા. દિવસ અને રાત બંને સમયે ભારતને જોવું એક અવિશ્વસનીય અનુભવ હતો. પૃથ્વી પર પરત આવ્યા બાદ સૌથી પહેલા મેં પતિ અને પાલતુ કૂતરાઓને ગળે લગાવ્યા. સૌથી પહેલા ગ્રીલ્ડ સેન્ડવીચનો સ્વાદ માણ્યો અને પિતાને યાદ કર્યા.
વિલિયમ્સે જણાવ્યું કે ૧૮ માર્ચે તેણે નવ મહિના પછી પહેલીવાર પૃથ્વી પર પગ મૂક્યો હતો. તેથી સૌથી પહેલા તે તેના પતિ અને પાલતુ કૂતરાને ગળે લગાવવા માંગતી હતી. ખોરાક એવી વસ્તુ છે જે આપણને ઘરની યાદ અપાવે છે. મારા પિતા શાકાહારી હતા, તેથી જ્યારે હું ઘરે પહોંચી ત્યારે મેં જે પ્રથમ વસ્તુ ખાધી તે એક સરસ શેકેલી ચીઝ સેન્ડવીચ હતી.
અવકાશમાં ફસાયેલા હોવાને કારણે મીડિયામાં ચાલી રહેલા વિવિધ પ્રકારના વર્ણનો પર વિલિયમ્સે કહ્યું કે આ એક ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન પ્રોગ્રામ હતો. અમે જાણતા હતા કે વસ્તુઓ ખોટી થઈ શકે છે તેથી અમે તેના માટે તૈયાર હતા. ઘણા લોકો કાર્યક્રમ પર નજર રાખી રહ્યા હતા. તે અમારા પાછા ફરવાનો યોગ્ય સમય જાણતા હતા. અમે એ જ ર્નિણયની રાહ જાેઈ રહ્યા હતા, જે એકદમ યોગ્ય છે.
નિષ્ણાતો સંપૂર્ણપણે અમારા પુનર્વસન પર કેન્દ્રિત છે. પૃથ્વી પર પાછા આવ્યા ત્યારથી, અમે નિષ્ણાતો દ્વારા સૂચવવામાં આવેલા પ્રોટોકોલને અનુસરી રહ્યા છીએ. અમારી રિકવરી ધીમે ધીમે થઈ રહી છે.
સુનીતા વિલિયમ્સ કહે છે કે અમે અમારા મિશનમાં વિલંબથી આશાનો પાઠ શીખ્યા છે. અમે દરેક નાની ભૂલમાંથી શીખી રહ્યા છીએ જેથી કરીને અમે આગલી વખતે કંઈક સારું કરી શકીએ. આ રીતે વસ્તુઓ થાય છે, આપણે શીખીએ છીએ અને આગળ વધીએ છીએ અને વધુ સારા બનીએ છીએ. તે આશ્ચર્યજનક છે કે તમારું શરીર દરેક વસ્તુને કેવી રીતે સ્વીકારે છે. જ્યારે આપણે પહેલીવાર પૃથ્વી પર આવ્યા, ત્યારે અમે અકળાવા લાગ્યા. પરંતુ થોડા કલાકોમાં ફેરફારો દેખાવા લાગે છે. માનવ મન તેની આસપાસની વસ્તુઓને સમજવાનું શરૂ કરે છે.