લખનૌ : ઉત્તર પ્રદેશના સંત કબીરનગરમાં એક એવી ઘટના બની હતી જેના કારણે લોકોમાં પણ મોટો ચર્ચાનો વિષય બન્યો હતો, એક મહિલાને તેના પતિ દ્વારા પોતાના બે બાળકોની જવાબદારી લઈને પત્નીને પ્રેમી સાથે લગ્ન કરાવી દીધા.
આ ઘટનામાં પતિએ પોતાની પત્નીના લગ્ન તેના પ્રેમી સાથે કરાવ્યા છે. પહેલા પતિએ પોતાની પત્ની સાથે કોર્ટમાં નોટરી કરાવી અને ત્યાર બાદ એક મંદિરમાં જઈને પત્નીના લગ્ન તેના પ્રેમી સાથે કરાવ્યા હતા. આ વાત આખા ગામમાં આગની જેમ ફેલાઈ ગઈ હતી અને લોકોમાં ચર્ચાનો વિષય બન્યો હતો.
પતિએ કહ્યું કે, સારુ, તુ ખુશ રહેજે. હું તારા લગ્ન તારા પ્રેમી સાથે કરાવી આપુ છું અને બાળકોની પરવરિશ હું ખૂદ કરીશ. મહિલા બાળકોને છોડીને છોડવા પણ રાજી થઈ ગઈ તો સમાજે તેને તેના પ્રેમી સાથે લગ્ન કરાવી આપ્યા. પતિ આ દરેકનો સાક્ષી બની ઉભો રહ્યો.
આ સમગ્ર મામલે મળતી માહિતી મુજબ, મળતી માહિતી પ્રમાણે આ મહિલાના લગ્ન વર્ષ ૨૦૧૭માં થયા હતા. મહિલા અને તેના પતિથી બે બાળકો પણ થયા છે. આ દરમિયાન મહિલાને ગામમાં જ રહેતા એક યુવક સાથે આંખો મળી ગઈ હતી. આ સંબંધ ધીરે ધીરે ગામમાં ચર્ચાનો વિષય બની ગયો હતો. જ્યારે આ વાત મહિલાના પતિને ખબર પડી તો પહેલા તો તેણે પત્નીને સમજાવવાનો પ્રયત્ન કર્યો. જ્યારે સમજાવતા તે ન માની. ત્યારે તેના પતિએ ગામવાળાઓ સામે આ વાત મુકી કે મારી પત્ની એક વાત નક્કી કરી લે કે તે મારી સાથે રહેવા માંગે છે કે, તેના પ્રેમીની સાથે? મહિલાએ તેના જવાબમાં પ્રેમી સાથે રહેવાની ઈચ્છા વ્યક્ત કરી ત્યારે આખું ગામ ચોંકી ઉઠ્યું હતું.
લગ્ન પછી રાધિકા તેના પ્રેમી સાથે ચાલી ગઈ, જ્યારે બબલુએ પોતાના બે બાળકો – આર્યન અને શિવાની – સાથે જીવનની નવી શરૂઆત ચાલુ કરી.