JioHotstar: એક પથદર્શક સિદ્ધિમાં ભારતના સૌથી વહાલા સ્ટ્રીમિંગ મંચ તરીકે પોતાનું નામ વધુ મજબૂત રીતે પ્રસ્થાપિત કરતાં જિયોહોટસ્ટાર દ્વારા 100 મિલિયન સબ્સ્ક્રાઈબરોનો આંક પાર કરવામાં આવ્યો છે. આ ઐતિહાસિક સિદ્ધિ ભારતના વિવિધ દર્શકવર્ગને સમજવાની અને તેને આધારે સેવા આપવાની જિયોહોટસ્ટારની મજબૂત કટિબદ્ધતાનો ઉત્તમ દાખલો છે. ભારતમાં સ્ટ્રીમિંગમાં ક્રાંતિ લાવતાં ચુનંદા જૂજ માટે પ્રીમિયમ સેવામાંથી તેણે લાખ્ખો લોકોના રોજિંદા જીવનના આંતરિક ભાગમાં તેને ફેરવી દીધું છે. જિયોહોટસ્ટારે અજોડ ફ્રી- વ્યુઈંગ સેમ્પલિંગ પરિમાણ, વિચારપૂર્વકની સબ્સ્ક્રિપ્શન પ્રાઈસિંગ વ્યૂહરચના અને અગ્રણી ટેલિકોમ પ્રદાતાઓ સાથે ઊંડી ભાગીદારીઓ કરવા સાથે દર્શકો જે રીતે કન્ટેન્ટ જોતા હતા તેમાં નવું સીમાચિહન સ્થાપિત કર્યું છે.
આ સિદ્ધિ પર બોલતાં જિયોસ્ટારના ડિજિટલના સીઈઓ કિરણ મણિએ જણાવ્યું હતું કે, “અમે હંમેશાં માનતા રહ્યા છીએ કે વિશ્વ કક્ષાનું મનોરંજન બધાને પહોંચક્ષમ હોવું જોઈએ અને 100 મિલિયન સબ્સ્ક્રાઈબરોનો આંક પાર કર્યો તે આ ધ્યેયનો દાખલો છે. આ સિદ્ધિ ભારતની અસીમિત સંભાવનાઓ અધોરેખિત કરવા સાથે અભૂતપૂર્વ સ્તરે શ્રેણીમાં અવ્વલ અનુભવોમાં આગેવાની કરવાની અમારી કટિબદ્ધતાને પણ મજબૂત બનાવે છે. અમે ઈનોવેશન અને વિસ્તરણ ચાલુ રાખ્યું છે તેની સાથે અમારું ધ્યાન સ્ટ્રીમિંગના ભવિષ્યને આકાર આપવા પર, પહોંચક્ષમતા પ્રેરિત કરવા અને અબજો સ્ક્રીન્સ માટે અસીમિત શક્યતાઓ ઉજાગર કરવા પર કેન્દ્રિત રહ્યું છે.”
આ ગતિને શક્તિ આપનારી એક ખૂબી એ છે કે મનોરંજનની દુનિયામાં સૌથી ઊંડી અને સૌથી વૈવિધ્યપૂર્ણ પસંદગી છે. દુનિયામાં ગમે ત્યાં ટીવી શોની વ્યાપક પસંદગીથી દુનિયામાં ગમે ત્યાં એક મંચ પર હોલીવૂડ મનોરંજનની વ્યાપક પસંદગી સુધી અને વિવિધ ભાષાઓમાં ડિજિટલ સ્પેશિયલ્સની વૈવિધ્યપૂર્ણ શ્રેણી સુધી, અનસ્ક્રિપ્ટેડ/ રિયાલિટી શોના વર્ષભરના કેલેન્ડરથી, તાજેતરમાં રજૂ કરાયેલા સ્પાર્કસ સુધી, ભારતના લોકપ્રિય ક્રિયેટર્સને સ્પોટલાઈટમાં લાવતાં જિયોહોટસ્ટારે ભારતની ડિજિટલ ક્ષિતિજમાં આ સુધીનું એસેમ્બલ કરેલું સૌથી વ્યાપક કન્ટેન્ટ યુનિવર્સ નિર્માણ કર્યું છે.
જિયોહોટસ્ટારે દરેક ચાહક માટે આકર્ષક, ઈન્ટરએક્ટિવ અનુભવો સાથે ભારતમાં સ્પોર્ટસ સ્ટ્રીમિંગની નવી કલ્પના કરી છે. આઈસીસી ઈવેન્ટ્સ, આઈપીએલ અને ડબ્લ્યુપીએલ જેવી અવ્વલ ટુર્નામેન્ટ્સના ઘર સુધી જિયોહોટસ્ટારે ઈન્ડિયન સ્ટ્રીટ પ્રીમિયર લીગ થકી તળિયાના સ્તરે ક્રિકેટનું કાજ ઉપાડી લીધું છે અને પ્રો કબડ્ડી તથા આઈએસએલ જેવી ડોમેસ્ટિક લીગ્સને શક્તિ આપવા સાથે પ્રીમિયર લીગ અને વિંડબલ્ડન સાથે વૈશ્વિક સ્પોર્ટિંગ ઉત્કૃષ્ટતા લાવી છે. અત્યાધુનિક સ્ટ્રીમિંગમાં અલ્ટ્રા-HD 4K સ્ટ્રીમિંગ, AI-પાવર્ડ ઈનસાઈટ્સ, અસલ સમયના સ્ટાટ્સ ઓવરલેઝ, લાઈવ ચેટ્સ, મલ્ટી- એન્ગલ વ્યુઈંગ અને પરિવર્તનકારી વોઈસ- આસિસ્ટેડ નેવિગેશન સુધી જિયોહોટસ્ટારે ભારતમાં સ્પોર્ટસ જે રીતે અનુભવાય છે તેમાં પરિવર્તન લાવીને આજ સુધીની સૌથી મોટી આઈસીસી મેન્સ ચેમ્પિયન્સ ટ્રોફી 2025 પ્રદાન કરી છે, જેમાં વુમન્સ પ્રીમિયર લીગ સાથે સમાવેશકતાનું કાજ ઉપાડી લીધું છે અને ટાટા આઈપીએલ 2025 સાથે નવાં સીમાચિહનો સ્થાપિત કર્યાં છે.
સ્પોર્ટસની પાર લાઈવ- સ્ટ્રીમિંગની સીમાઓને પાર કરતાં જિયોહોટસ્ટારે લાખ્ખો લોકો માટે આદાનપ્રદાન કરાતા સાંસ્કૃતિક અવસરોમાં અસલ સમયની ઈવેન્ટ્સમાં પરિવર્તન લાવી દીધું છે. સ્ફિયર્સ કોન્સર્ટ લાઈવસ્ટ્રીમના મંત્રમુગ્ધ કરનારા કોલ્ડપ્લે મ્યુઝિક અને ભારતભરનાં 12 પવિત્ર જ્યોર્તિંગની આરતીઓને દર્શકોની નિકટ લાવી દેનાર મહાશિવરાત્રિઃ ધ ડિવાઈન નાઈટની આધ્યાત્મિક જલસા સુધી ટેકનોલોજી, સ્તર અને ભાવનાઓને તેણે અગાઉ ક્યારેય નહીં તે રીતે સંમિશ્રિત કરીને પોતાને સિદ્ધ કરી છે.
જિયોહોટસ્ટારનું 100 મિલિયન સબ્સ્ક્રાઈબરોનું અભૂતપૂર્વ સીમાચિહન વધુ એક સિદ્ધિ છે, જે ભારતની ડિજિટલ ક્રાંતિ, વાર્તાકથનની શક્તિ અને સ્ટ્રીમિંગનું ભવિષ્ય પ્રદર્શિત કરે છે.