અમદાવાદ : શિક્ષણના ક્ષેત્રમાં અગ્રણી NBFC ઓક્સિલો ફિનસર્વ એ પોતાના શિક્ષણ સંચાલિત સ્કોલરશિપ પોગ્રામ, ‘ ઇમ્પેક્ટએક્સ’ની જાહેરાત કરી છે, જેનો ઉદ્દેશ્ય સમાજના આર્થિક રીતે નબળા વર્ગ (EWS) ના વિદ્યાર્થીઓ માટે અંડરગ્રેજ્યુએટ, અનુસ્નાતક અને કૌશલ્ય સંવર્ધન અભ્યાસક્રમો માટે વાર્ષિક શિક્ષણ ખર્ચને ભંડોળ પૂરું પાડવાનો છે. ઇમ્પેક્ટએક્સ સ્કોલરશિપ પ્રોગ્રામ પ્રતિ વિદ્યાર્થી રૂ. 1,00,000 સુધીનું ભંડોળ પૂરું પાડશે.
ઓક્સિલો ફિનસર્વના સીઈઓ અને એમડી નીરજ સક્સેનાએ જણાવ્યું હતું કે, “શિક્ષણ એ કોઈપણ રાષ્ટ્રના વિકાસનો પાયો છે. ઇમ્પેક્ટએક્સ સ્કોલરશિપ પ્રોગ્રામ સાથે અમે તકોનું નિર્માણ કરવાનો અને લાયક વિદ્યાર્થીઓને તેમના ઇચ્છિત શિક્ષણના સ્વપ્નને પૂર્ણ કરવા અને તેમના જીવનમાં પરિવર્તન લાવવા માટે સશક્ત બનાવવાનો પ્રયાસ કરી રહ્યા છીએ.”
‘ઇમ્પેક્ટએક્સ સ્કોલરશિપ પ્રોગ્રામ’ સમાજના આર્થિક રૂપથી કમજોર વર્ગ (EWS)થી સંબધિત ભારતીય વિદ્યાર્થીઓ માટે ઓપન છે.
‘ઇમ્પેક્ટએક્સ સ્કોલરશિપ પ્રોગ્રામ’ ની હાઇલાઇટ્સ:
- શિક્ષણ ખર્ચને આવરી લેવા માટે પ્રતિ વિદ્યાર્થી વાર્ષિક રૂ. 1,00,000 શિષ્યવૃત્તિ
- શિક્ષણ પ્રાપ્ત કરવા માટે EWS ના વિદ્યાર્થીઓ માટે ઓપન
- અંડરગ્રેજ્યુએટ, અનુસ્નાતક અને કૌશલ્યવર્ધન અભ્યાસક્રમો ચલાવતા વિદ્યાર્થીઓ માટે ડિઝાઇન કરવામાં આવેલી સ્કોલરશિપ
- છેલ્લા શૈક્ષણિક વર્ષમાં પ્રાપ્ત કરેલા ઓછામાં ઓછા 55% ગુણ અથવા આયોજિત અભ્યાસક્રમ સાથે સંબંધિત પૂર્વ શિક્ષણનું સંતોષકારક પૂર્ણ
- ભારતમાં શિક્ષણ પ્રાપ્ત કરી રહેલા 18 વર્ષ અને તેથી વધુ ઉંમરના ભારતીય વિદ્યાર્થીઓ માટે સ્કોલરશિપ પાત્રતા.
યોગ્ય વિદ્યાર્થીઓ www.auxilo.com ની મુલાકાત લઈને વધુ જાણકારી માટે જરૂરી માહિતી સબમિટ કરીને ImpactX સ્કોલરશિપ માટે અરજી કરી શકે છે. અનિવાર્ય પગલાના રૂપમાં કંપની સ્કોલરશિપને મંજૂર આપતા પહેલા ડેટા ચકાસણી અને પૃષ્ઠભૂમિ તપાસ માટે દરેક અરજીની સમીક્ષા હોમ વિઝિટ સાથે કરશે.
‘ઇમ્પેક્ટએક્સ સ્કોલરશીપ’ એ ઓક્સિલોના એડિવેટ સીએસઆર પ્રોગ્રામ અંતર્ગત એક મુખ્ય પહેલ છે. એડિવેટ સીએસઆર પ્રોગ્રામ અંતર્ગત કંપની Buddy4Study અને BIRDS (બીજાપુર ઇન્ટિગ્રેટેડ રૂરલ ડેવલપમેન્ટ સોસાયટી) જેવી મહત્વપૂર્ણ શિક્ષણ સંચાલિત સંસ્થાઓને સમર્થન આપી રહી છે.
ઓક્સિલો Buddy4Study સાથે પોતાના સહયોગના માધ્યમથી વંચિત વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ પ્રદાન કરે છે. આ ઉપરાંત BIRDS સાથેના પોતાના લાંબા સમયથી સહયોગ દ્વારા વિશેષ રૂપથી સક્ષમ અને વંચિત બાળકો સહિત કમજોર સમુદાયોને સશક્ત બનાવીને સામાજિક-આર્થિક અને શૈક્ષણિક વિકાસનું સમર્થન કરતું રહ્યું છે.