ગ્રીસ નજીકના દેશ મેસેડોનિયાના કોકેની શહેરની એક નાઈટ ક્લબમાં અચાનક ભયાનક આગ લાગતાં 51થી વધુ લોકો જીવતાં સળગી ગયાં હતા અને મોટી સંખ્યામાં લોકો દાઝ્યાં હતા. ભયાનક આગ લાગી ત્યારે નાઈટ ક્લબમાં 1500થી વધુ લોકો હાજર હતા.
આ ઘટના ના સોશિયલ મીડિયા પર વાઈરલ વીડિયોમાં નાઈટ ક્લબને આગની જ્વાળાઓમાં ઘેરાયેલી જાેઈ શકાય છે. જાેકે રાતના સમયે પણ ધૂમાડાના ગોટેગોટા આકાશમાં દેખાઈ રહ્યા હતા. આ દુર્ઘટનામાં 50 થી વધુ લોકો મૃત્યુ પામી ચૂક્યાની માહિતી છે જ્યારે ઘાયલોનો આંકડો પણ મોટો છે. જાેકે હજુ સુધી મોતનો સાચો આંકડો સામે આવી શક્યો નથી.
આ નાઈટક્લબ રાજધાની સ્કોપજેથી લગભગ 100 કિલોમીટર પૂર્વમાં સ્થિત છે. રવિવારે વહેલી સવારે આગ લાગી જ્યારે પ્રખ્યાત હિપ-હોપ કપલ લાઈવ પરફોર્મ કરી રહ્યા હતા.
આ મામલે મેસેડોનિયાની મીડિયા ઇન્ફર્મેશન એજન્સીએ અહેવાલ આપ્યો છે કે 15 માર્ચે મોડી રાત્રે ક્લબમાં બેન્ડ દ્વારા કોન્સર્ટ દરમિયાન ફટાકડા ફોડવામાં આવતા નાઇટક્લબમાં આગ લાગી હતી. સોશિયલ મીડિયા પરના વીડિયોમાં નાઈટક્લબની નજીક મોટી જ્વાળાઓ અને ધુમાડાના ગોટેગોટા નીકળતા જોવા મળ્યા હતા, જ્યારે અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચતા જોવા મળ્યા હતા. ઉલ્લેખનીય છે કે કોકાની શહેર મેસેડોનિયાની રાજધાની સ્કોપજેથી લગભગ 100 કિલોમીટર પૂર્વમાં સ્થિત છે.