ચાર દાયકા જેટલા વધુ સમયથી, ગુરુદેવે શ્વાસ, ધ્યાન અને પરિવર્તનશીલ સુદર્શન ક્રિયા દ્વારા લાખો લોકોને ખુશીઓ પહોંચાડવાની ચળવળનું નેતૃત્વ કર્યું છે. તેમની સરળ છતાં અસરકારક તકનીકોએ માત્ર વ્યક્તિઓના તણાવને ઓછો કર્યો નથી, પરંતુ કોર્પોરેટ સંસ્કૃતિઓને પણ આકાર આપ્યો છે, સમાજમાં પરિવર્તન લાવ્યું છે અને વૈશ્વિક શાંતિ ના ઉપક્રમને ટેકો આપ્યો છે.
20 થી 23 માર્ચ દરમિયાન ગુરુદેવના વિશ્વના સૌથી મોટા ખુશી મહોત્સવમાં 180 થી વધુ દેશોના લાખો લોકો જોડાવા માટે તૈયાર છે, જે આત્મિક શાંતિ, આનંદ અને સર્વાંગી સુખાકારીને સમર્પિત એક અસાધારણ સપ્તાહાંત(વિકેન્ડ) છે. આ વૈશ્વિક ઉજવણીની શરૂઆત વર્લ્ડ હેપ્પીનેસ ડે, 20 માર્ચ, સવારે 8:00 વાગ્યે, ફક્ત સત્વ એપ પર ગુરુદેવ દ્વારા માર્ગદર્શિત ધ્યાન સાથે થશે.
વૈજ્ઞાનિક સંશોધન દર્શાવે છે કે સુદર્શન ક્રિયા ચિંતામાં 80%, હતાશામાં 78% અને તણાવમાં 46.8% ઘટાડો કરવામાં અસરકારક છે. વિદ્યાર્થીઓ, વ્યાવસાયિકો, નિવૃત્ત સૈનિકો અને આરોગ્યસંભાળ કાર્યકરો સહિત વિવિધ જૂથો પર હાથ ધરાયેલા સંશોધનો તેના કાયમી માનસિક અને શારીરિક સ્વાસ્થ્ય લાભોની પુષ્ટિ કરે છે.
હેપ્પીનેસ ડે પર મુખ્ય કાર્યક્રમો
હેપ્પીનેસ વીકેન્ડના ભાગ રૂપે, ગુરુદેવ વોશિંગ્ટન, ડી.સી. ની મુલાકાત લેશે જેમાં વોર્નર થિયેટરમાં હાર્વર્ડના પ્રોફેસર અને ન્યૂ યોર્ક ટાઇમ્સના બેસ્ટ સેલિંગ લેખક આર્થર બ્રુક્સ સાથે વિચારપ્રેરક વાતચીતમાં જોડાશે. તેમની ચર્ચા આજના અનિશ્ચિત વિશ્વમાં ખુશી કેળવવાના વ્યવહારુ રસ્તાઓને આવરી લેશે.
વધુમાં, ગુરુદેવને ગેલપ અને સંયુક્ત રાષ્ટ્રની ભાગીદારીમાં યોજાનારા સેમાફોરના ધ સ્ટેટ ઓફ હેપ્પીનેસ 2025 માં એક ખાસ ધ્યાન સત્રનું નેતૃત્વ કરવા માટે આમંત્રણ આપવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં 2025 વર્લ્ડ હેપ્પીનેસ રિપોર્ટનું અનાવરણ થશે, જે વૈશ્વિક ખુશીના વલણોમાં મહત્વપૂર્ણ આંતરદૃષ્ટિ પ્રદાન કરશે.
ગ્લોબલ હેપીનેસ પ્રોગ્રામ
આ ઐતિહાસિક સપ્તાહના અંતે, આર્ટ ઓફ લિવિંગ 17-23 માર્ચ દરમિયાન એક વૈશ્વિક સુખાકારી કાર્યક્રમનું આયોજન કરી રહ્યું છે, જે હજારો લોકોને તણાવનું સંચાલન કરવા, લાગણીઓને નિયંત્રિત કરવા અને સંતુલન શોધવા માટે વ્યવહારુ તકનીકો સાથે સશક્ત બનાવશે. આ કાર્યક્રમની એક ખાસ વાત સુદર્શન ક્રિયા છે, એક શક્તિશાળી લયબદ્ધ શ્વાસ લેવાની તકનીક જેણે વિશ્વભરના લાખો લોકોના જીવનમાં પરિવર્તન લાવ્યું છે.
જેમ જેમ દુનિયા સુખની શોધમાં છે, ગુરુદેવનો સંદેશ એક સરળ છતાં મહત્વપૂર્ણ સમજ આપે છે કે: સુખ આ ક્ષણમાં અને અહીં જ છે.
આ પ્રેરણાદાયક ચળવળમાં જોડાઓ અને 20 માર્ચના સવારે 8:00 વાગ્યે સત્વ એપ પર ગુરુદેવ સાથે ધ્યાન કરો!