રાજસ્થાનના રાજ્યપાલ હરિભાઉ બાગડેએ મહિલાઓ વિરૂદ્ધ વધી રહેલા અત્યાચાર મુદ્દે આકરી પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું કે, મહિલાઓ સાથે અભદ્ર વર્તન કરનારાઓની ધોલાઈ થવી જોઈએ. તેમજ દુષ્કર્મ કરનાઓને નપુંસક કરી દેવા જોઈ, જેથી આ પ્રકારનો ગુનો ના બને.
રાજ્યપાલ હરિભાઉ બાગડેએ દસ માર્ચે ભરતપુર જિલ્લા બાર એસોસિએશનના શપથ ગ્રહણ સમારોહમાં આ અંગે નિવેદન આપ્યું હતું કે, મહિલાઓ પર અત્યાચાર કરનારા લોકો વીડિયો બનાવે છે. આ વાત યોગ્ય નથી. કોઈપણ મહિલાની છેડતી થાય તો તુરંત તે વ્યક્તિને પકડો તેની ધોલાઈ કરો. જ્યાં સુધી આપણા મનમાં આ માનસિકતા નહીં આવે કે, આપણે છેડતી કરનારાઓ, દુષ્કર્મીઓને ઘટના સ્થળે જ અટકાવીએ, તેની ધોલાઈ કરીએ, ત્યાં સુધી ગુનેગારો અટકશે નહીં.
તેમણે વધુમાં કહ્યું હતું કે, અમારે ત્યાં (મહારાષ્ટ્રમાં) શિવાજી મહારાજના શાસનકાળમાં પટેલ ગામના સરપંચે દુષ્કર્મ કર્યુ હતું. તો શિવાજી મહારાજે આદેશ આપ્યો કે, દુષ્કર્મીને મારો નહીં, તેના હાથ-પગ તોડી નાખો, મરતા દમ સુધી તેને ત્યાં જ રહેવા દો.