અમદાવાદ: દિલ્હી પબ્લિક સ્કૂલ – બોપલ દ્વારા પંડિત દિનદયાળ ઓડિટોરિયમ ખાતે પેરેન્ટ્સ ડે સેલિબ્રેશન ‘કલાંજલિ -૨૪-૨૫’નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પ્રિ સ્કૂલથી લઈને ગ્રેડ ૨ સુધીના ૧,૨૦૦ વિદ્યાર્થી પ્રતિભા દર્શાવવામાં આવી હતી. “નો ચાઇલ્ડ લેફ્ટ બિહાઇન્ડ” ની થીમ સાથે આ કાર્યક્રમ ૧૦૦% ભાગીદારી સુનિશ્ચિત કરે છે, જે સર્વાંગી વિકાસને પ્રોત્સાહન આપે છે.. ગ્રેડ ૧ દ્વારા ‘અનુમાનધન – થ્રેડ ઓફ લવ’ રજૂ કરવામાં આવ્યું હતું. જુનિયર કેજી અને ગ્રેડ ૨ એ ભારતના સમૃદ્ધ વારસાની ઉજવણી કરતા ‘ભારત – એક વિરાસત’ ને જીવંત બનાવ્યું. સિનિયર કેજી અને બાલવાટિકાએ ‘તરંગ – અ મ્યુઝિકલ જર્ની’ સાથે પ્રેક્ષકોને મંત્રમુગ્ધ કર્યા હતા. પ્રિન્સિપાલ સબિના સાહનીએ તેમના સંબોધનમાં વિદ્યાર્થીઓ, શિક્ષકો અને માતા-પિતાને તેમના સમર્થન બદલ બિરદાવ્યા, અને શાળામાં વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસની પ્રતિબદ્ધતા પર ભાર મૂક્યો હતો.
જેલ કે ફાંસી નહીં… રાજસ્થાનના રાજ્યપાલે કહ્યું, બળાત્કારીઓ સાથે કેવું વર્તન થવું જોઈએ?
રાજસ્થાનના રાજ્યપાલ હરિભાઉ બાગડેએ મહિલાઓ વિરૂદ્ધ વધી રહેલા અત્યાચાર મુદ્દે આકરી પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું કે, મહિલાઓ સાથે અભદ્ર...
Read more