મહિલાઅને બાળ કલ્યાણ ક્ષેત્રેસતત કાર્યશીલ ઉદગમ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા પંદર વર્ષથી વિવિધ ક્ષેત્રે કાર્યરત સન્નારીઓને ઉદગમ વુમન્સ એચિવર એવોર્ડથી સન્માનિત કરવામાં આવે છે. આંતરરાષ્ટ્રીય મહિલા દિન નિમિતે સતત સોળમા વર્ષે ઉદગમ ચેરીટેબલ ટ્રસ્ટએ ઉદગમ ટ્રસ્ટી ઉષાબેન ધ્રુવકુમાર જોશીની સ્મૃતિમાં “ઉષાપર્વ” નું આયોજન તા.૦૭ માર્ચ ૨૦૨૫ના રોજ અમદાવાદ ખાતે કરવામાં આવ્યું હતું. ઉષા પર્વ -૧૬માં ઉદગમ વુમન એચિવર્સ એવૉર્ડમાં બિઝનેસ, સમાજ સેવા, શિક્ષણ, આરોગ્ય, કલા, ફેશન વગેરે જેવા વિવિધ ક્ષેત્રોમાં નોંધપાત્ર કામગીરી કરનાર ૩૧ મહિલાઓ અને ૧ પુરૂષનું બહુમાન કરવામાં આવ્યુ છે.
આ કાર્યક્રમમાં અતિથિઓમાં કાર્યક્રમના અધ્યક્ષ પદે ગુજરાત રાજ્ય બાળ અધિકાર સંરક્ષણ આયોગના અધ્યક્ષ ધર્મિષ્ઠાબેન ગજ્જર, અને અતિથિ વિશેષ ગુજરાત યુનિવર્સીટીના કુલપતિ ડો. નીરજા ગુપ્તા અને પી.સી. સ્નેહલ ગ્રુપના એમડી ચિરંજીવ પટેલ, સમાજસેવી આશા સરવૈયા ઉપસ્થિત હતા.
ઉદ્દગમ ટ્રસ્ટના મેનેજીંગ ટ્રસ્ટી ડો. મયુર જોષી એ ઉદગમ ટ્રસ્ટની પ્રવૃત્તિઓ વિષે જણાવ્યું કે ભારતીય પરંપરામાં મહિલાઓનું સન્માન કરવાની પ્રણાલીને વિશિષ્ઠ રીતે આગળ ધપાવવા માટે ઉદગમ દ્વારા વિવિધ ક્ષેત્રમાં અથાગ પ્રયાસો થાકી વિશિષ્ઠ યોગદાન આપનાર મહિલાઓને ૧૫ વર્ષથી “ઉદ્દગમ વિમેન્સ એચિવર્સ એવોર્ડથી સંમ્માનીત કરવાનો ઉદગમનો નમ્ર પ્રયાસ છે.
એવોર્ડ સમારોહના મુખ્ય મેહમાન ધર્મિષ્ઠાબેન ગજ્જરે જણાવ્યું હતું. “મહિલાઓ તમામ ક્ષેત્રોમાં અદ્વિતીય યોગદાન આપી રહી છે. ભારતના યશશ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારતમાં મહિલાઓ માટે વિવિધ યોજનાના માધ્યમથી વધુ તકો આપવામાં આવી રહી છે જેનો મહિલાઓ મહત્તમ ઉપયોગ કરી રહી છે. હું ઉદગમ વિમેન્સએચિવર એવોર્ડના તમામ એવોર્ડીઓને અભિનંદન આપીને મહિલા સિદ્ધિઓનું સન્માનકરવા બદલ ઉદગમ ટ્રસ્ટની પણ પ્રશંસા કરતાં અભિનંદન પાઠવ્યા હતા.
સમગ્ર ભારતમાંથી આવેલ નોમીનેશનમાંથી જ્યુરી દ્વારા પસંદગી પામેલા એવોર્ડીમાં શ્રીમતી ઉષાબેન જોષી લાઈફ ટાઈમ અચીવમેન્ટ એવોર્ડ ડો.નિરજા ગુપ્તા, સુશીલા હેમચંદ્ર થોરાટ, વિદ્યાબેન રામકૃષ્ણ પસારી, શ્રીમતી મંજુ નંદના મહેતા હોલ ઓફ ફેમ એવોર્ડમાં ડો.વિરાજ અમર ભટ્ટ, જયશ્રી લાલભાઈ, સામાજિક કાર્ય જીયા શૈલેષ, અમી શાહ, મિત્તલ રાણા, રમતગમતમાં નિશા કુમારી (એવરેસ્ટર), પિંકી ઝા, પર્યાવરણમાં કુસુમબેન સુથાર, સાહિત્યમાં ગીરા પિનાકીન ભટ્ટ, ડૉ.કાલિન્દી વસંતભાઈ ભટ્ટ, ફેશનમાં રસિકબા કેસરીયા, સ્નેહા આચાર્ય, કોર્પોરેટમાં ક્રુતિ પટેલ, ઉદ્યોગ સાહસિકતામાં નીતલ શાહ (નિત્યવેદા), શિક્ષણમાં મનીષા શુક્લા, પૂર્વી મણિયાર, અમીષા રાવલ, રાંધણકળામાં રીતુ શાહ, રિયા મુલચંદી, મીડિયામાં લિપી ગોયલ, કલા અને સંસ્કૃતિમાં ગાર્ગી તરુણ ઠક્કર, પીના પટેલ, સંગીત ક્ષેત્રે દર્શના ગાંધી ઠક્કર, યંગ અચીવર્સ અન્વી અગ્રવાલ,ક્રેશા કૈલાસ ગુપ્તા, શેફ કર્ણવી મહેતા, હેલ્થ અને ફિટનેશ દિપલ બળવંત સિંધા, ડૉ બ્રિન્દા શાહ અને મહિલા સશક્તિકરણ માટે મેન અર્ચિત ભટ્ટને ઉદ્દગમ વિમેન્સ એચિવર્સ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા.
એવોર્ડ વિજેતાઓની પસંદગી માટે જ્યુરી તરીકે બિઝનેસ વુમન અને સામાજિક કાર્યકર પૂર્વા શાહ પટેલ, અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશનના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર – ઉન્મેષ દીક્ષિત, સામાજિક કાર્યકર્તા હેતલ અમીન, સામાજિક કાર્યકર – આશા સરવૈયા, પરમજીતકૌર છાબડા, તથા સામાજિક કાર્યકર અને લેખક વૈજયંતિ ગુપ્તેએ વિજેતાઓની પસંદગી કરી હતી. સમગ્ર કાર્યક્રમનુંસંચાલન દેવેન્દ્રભાઈ પારેખએ કર્યું હતું.