હાલાર સહિતના ખાણ-ખનીજ વિભાગના 9 અધિકારીની બદલી

Rudra
By Rudra 1 Min Read

ગુજરાત રાજ્યના ખાણ-ખનિજ વિભાગમાં ફરજ બજાવતા સર્વેયર રોયલ્ટી ઈન્સ્પેક્ટર, માઈન્સ સુપરવાઈઝર વગેરેની સામુહિક બદલી કરવામાં આવી છે. જેમાં જામનગરના આર.એસ. ચૌધરીને વડોદરા, દ્વારકા જિલ્લાના પી.ડી. પ્રજાપતિને મહિસાગરમાં મુકવામાં આવ્યા છે. આ ઉપરાંત રાજકોટથી જી.વી. બારોટને દ્વારકામાં મૂકવામાં આવ્યા છે.

આ ઉપરાંત ૨૨ જેટલા રોયલ્ટી ઈન્સ્પેક્ટરની બદલીના આદેશો પણ કરાયા છે, જેમાં દેવભૂમિ -દ્વારકા જિલ્લાના એ.જે. ભાદરકાને પોરબંદર, આર.આર. જાદવને સુરત, ભૂજથી ભાવિક પી. જોષીને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં મુકવામાં આવ્યા છે.

જયારે રાજ્યમાં ૩૭ માઈન્સ સુપરવાઈઝરની પણ બદલીના હુકમો થયા છે. જેમાં જામનગરથી એ.બી. વાઢેરને દ્વારકામાં અને દ્વારકાના જી.એન પીઠીયાને ભાવનગરમાં તેમજ સુરેન્દ્ર-નગરથી એન.પી. કણઝારિયાને જામનગરમાં મૂકવામાં આવ્યા છે. આઉટ સોર્સ થી સેવાઓ પૂરી પાડવા માટે અધિકારીને જીએમઆરડીએલને ફાળવાયા છે. તેમને પણ બદલીની ફરજ સોંપણી કરવામાં આવી છે.તેમાં દ્વારકાના દશરથ ચૌધરીને છોટા ઉદેપુર, જામનગરના પ્રતીક પરમારને (રાજકોટ-ફ્લાઈંગ સ્ક્વોડ), દ્વારકાના પ્રકાશ પટેલને બોડેલી તથા ભરૂચથી ભાવેશ પરમાર ને જામનગર મુકવામાં આવ્યા છે.

Share This Article