આ વર્ષે ઈદના અવસર પર બોલીવુડના ભાઈજાન એટલે કે સલમાન ખાનની નવી ફિલ્મ ‘સિકંદર’ રીલીઝ થવાની છે તે પહેલા ફિલ્મમેકર્સ દ્વારા તેનું ટીઝર રીલીઝ કરવામાં આવ્યું હતું.
‘ગજની’ના દિગ્દર્શક એઆર મુરુગદાસ દ્વારા નિર્દેશિત ફિલ્મમાં સલમાન અને રશ્મિકા પહેલીવાર સાથે જાેવા મળશે. ટીઝરમાં ભાઈજાનનો સ્વેગ જોઈ શકાય છે. તે ખુબ જ સુંદર લાગી રહ્યો છે. એવું લાગે છે કે તે આ ઈદ પર બોક્સ ઓફિસ પર ચોક્કસપણે ધમાલ મચાવશે.
આ ફિલ્મનો ટીઝર વીડિયો સલમાન ખાનના જોરદાર સંવાદથી શરૂ થાય છે. તે કહે છે, દાદીએ તેનું નામ સિકંદર રાખ્યું, દાદાએ તેનું નામ સંજય રાખ્યું અને લોકોએ તેનું નામ રાજા સાહેબ રાખ્યું. આ દરમિયાન ભાઈજાન એન્ટ્રી કરતો જોવા મળે છે. જો કે તેનો ચહેરો દેખાતો નથી. તે પછી ફરીથી એક જોરદાર વિસ્ફોટ થાય છે. ત્યારબાદ સલમાન તેના દુશ્મનો પર કાબુ મેળવતો જોવા મળે છે. આમાં રશ્મિકા મંદાનાની ઝલક પણ જોવા મળે છે. પ્રભાસની ફિલ્મ ‘બાહુબલી’માં કટપ્પાની ભૂમિકા ભજવનાર સત્યરાજ પણ જોવા મળે છે.