TEPCON-2025નું આયોજન ગ્રાન્ડ મરક્યુરી, ગિફ્ટ સિટી, ગાંધીનગર ખાતે કરવામાં આવ્યું છે
ગુજરાત : વાસ્ક્યુલર સોસાયટી ઓફ ઈન્ડિયા અને વાસ્ક્યુલર સોસાયટી ઓફ ગુજરાત દ્વારા વાસ્ક્યુલર અને એન્ડોવાસ્ક્યુલર સર્જરીની એક આંતરરાષ્ટ્રી કક્ષાની કોન્ફરન્સ TEPCON-2025 નું આયોજનગ્રાન્ડ મરક્યુરી, ગિફ્ટ સિટી, ગાંધીનગર ખાતે કરવામાં આવ્યું છે. TEPCON 2025 એટલે કે ટ્રબલશૂટિંગ ઈન એન્ડોવાસ્ક્યુલર પ્રેક્ટિસએ એક એન્યુઅલ એકેડેમિક ઇવેન્ટ છે. TEPCON સિરીઝની આ 9મી કોન્ફરન્સ છે. સામાન્યરીતે વાસ્ક્યુલર રોગો જેવાકે વેરીકોઝ વેઇન, પગમાં ગેંગરીન, કેરોટીડ રોગ જેના કારણે લકવો થાય છે. ડાયાબિટીક દર્દીમાં પગની સમસ્યાઓ, એઓર્ટિક એન્યુરિઝમ વગેરે આપણા સમાજમાં ખુબજ જોવામાં આવે છે. પરંતુ આ રોગો વિષે બહુજ ઓછી જાગૃતિ અને માહિતી હોય છે. ડૉ.વિજય ઠાકોર (ઓર્ગેનાઈઝીંગ ચેરમેન) અને ડૉ. સૃજલ શાહ (ઓર્ગેનાઈઝીંગ સેક્રેટરી) એ આ અંગે માહિતી આપી. આની ઘોષણા માટે ડૉ. ઋષભ ગઢવી, ડૉ. રાજેશ હૈદરાબાદી, ડૉ. વિશાલ શેઠ અને ડૉ. કિરણ દવેની પણ વિશેષ ઉપસ્થિતિ રહી. પ્રેસ મીટમાં ડો. સૃજલ શાહ, ડો. ઋષભ ગઢવી, ડો. રાજેશ હૈદરાબાદી, ડો. વિશાલ શેઠ, ડો. કિરણ દવે, ડો. મલય પટેલ અને ડો. મનીષ રાવલ હાજર રહ્યા હતા.
TEPCON એ વાસ્ક્યુલર સર્જરીના ક્ષેત્રને આગળ વધારવા માટે સમર્પિત એક અગ્રણી ઇવેન્ટ છે. આ 2 દિવસ દરમિયાન દેશભરના પ્રખ્યાત નિષ્ણાતો શસ્ત્રક્રિયા પહેલાંની જટિલતાઓનું સંચાલન કરવા, રેસ્ટ એનોસિસ દર ઘટાડવા અને જટિલ પુનઃહસ્તક્ષેપોને સંભાળવા પર નવીનતમ સંશોધન રજૂ કરશે. આ કોન્ફરન્સમાં રોબોટિક-સહાયિત પ્રક્રિયાઓ, ડ્રગ-એલ્યુટિંગ ટેકનોલોજી અને એન્ડોવાસ્ક્યુલર ઉપકરણોમાં સફળતા જેવી પ્રગતિઓ પણ પ્રદર્શિત કરવામાં આવશે. વાસ્તવિક દુનિયાના પડકારો અને અદ્યતન ટેકનોલોજીઓ વિશે વધુ સારા પરિણામો લાવવા માટે ઇન્ટરેક્ટિવ ચર્ચાઓ થશે.
TEPCON-2025 માં ભારતભરમાંથી ૨૦૦ થી વધુ વાસ્ક્યુલર સર્જન ભાગ લેશે. આ કોન્ફરન્સમાં તમામ પ્રકારના વાસ્ક્યુલર રોગોના નિવારણ, નિદાન અને સારવારની વિવિધ પધ્ધતિઓ અને ટેકનિક વિષે ચર્ચાઓ થશે. રક્તવાહિનીના રોગો વિષે સમાજમાં તેમજ તબીબીક્ષેત્રે પણ કંઇક અંશે આની જાગૃતિ નથી. ડૉ.વિજય ઠાકોર (ઓર્ગેનાઈઝીંગ ચેરમેન) અને ડૉ. સૃજલ શાહ (ઓર્ગેનાઈઝીંગ સેક્રેટરી) એ જણાવ્યું હતું કે, “અમે તમને વ્યાપક આરોગ્યસંભાળ સમુદાય સાથે આ મહત્વપૂર્ણ વાતચીતો શેર કરવા માટે અમારી સાથે જોડાવા માટે આમંત્રણ આપીએ છીએ. સાથે મળીને, આપણે પ્રગતિને આગળ ધપાવી શકીએ છીએ અને વેસ્ક્યુલર સર્જનોની આગામી પેઢીને પ્રેરણા આપી શકીએ છીએ.” કોન્ફરન્સનો હેતુ આવા રોગોને રોકવા, યોગ્ય રીતે સારવાર કરવી અને વાસ્ક્યુલર સાયન્સની વિવિધ પધ્ધતિઓ વિષે ચર્ચા કરવી. આ કોન્ફરન્સમાં બધા સર્જન તેમના વાસ્તવિક, ક્લિનિકલ કેસનો અનુભવ રજૂ કરશે અને દર્દીઓ માટે શું શ્રેષ્ઠ સારવાર કરી શકાય તેની ચર્ચાઓ કરશે. આવી કોન્ફરન્સ કરવાથી એકબીજાને સમજવામાં, શિખવામાં અને આના થકી દર્દીઓ માટે શ્રેષ્ઠ સારવાર કરવામાં મદદ કરે છે. આ કોન્ફરન્સમાં દર્દીની સંભાળ લેવામાં નવિનતાઓ અને તેના ઉપયોગ વિષે ચર્ચા કરવામાં આવશે અને બિમારીનું સારુ અને સચોટ નિદાન અને સારવાર થાય તેવા પ્રયત્નો કરવામાં આવશે. લોહીની નસોને લગતા વાસ્ક્યુલર રોગોની સારવાર વાસ્ક્યુલર સર્જન દ્વારા કરવામાં આવે તો જ ઉત્તમ પરિણામ મેળવી શકાય છે.