જલસા ઇવેન્ટ્સ દ્વારા ફરી ડિજાઇનર & લાઈફ સ્ટાઇલ એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવ્યું છે. અમદાવાદમાં સીમા હોલ ખાતે તારીખ 7 થી 9 ફેબ્રુઆરી સુધી યોજાય રહેલા આ એક્ઝિબિશનમાં તમે ફેસ્ટિવ કલેક્શન, વિન્ટરવેર, લાઇફ સ્ટાઈલ પ્રોડક્ટસ તેમજ એસેસરિઝ ખરીદી શકશો.
આ એક્ઝિવિશનનો સમય સવારે 10.30થી સાંજના 08.30 સુધીનો રહેશે. જ્યાંથી તમે નવા વર્ષના ટ્રેન્ડી ડ્રેસીસને તમારા વોર્ડ્રોબમાં એડ કરી શકશો અને સ્ટાઇલશ ડ્રેસિસની ખરીદી કરી શકશો. આ એક્ઝિબિશનમાં તમને જ્વેલરી, બ્રાઇડલ વેર, ફેશન એસેસરીઝ અને અન્ય ફેશનેબલ વસ્તુઓ પણ જોવા મળશે.
વ્પાયાર અને ઉદ્યોગસાહસિકતાને પ્રોત્સાહન આપવા માટે અને મહિલા સાહસિકોને એક અનોખું પ્લેટફોર્મ પૂરું પાડવા માટે જલસા એક્ઝીબિશનનું આયોજન કરાયું છે. આ એવી મહિલા ઉદ્યોગસાહસિકો દ્વારા સ્ટોલ લગાવામાં આવ્યા છે. જેમણે ઘરે પ્રોડક્ટ બનાવી હતી. આ એક્ઝિબિશનનો ઉદ્દેશ આવી પ્રતિભાશાળી મહિલાઓને સશક્ત બનાવવાનો અને તેમની પ્રોડકટસ વધુમાં વધુ ગ્રાહકો સુધી પહોંચે તે સુનિશ્ચિત કરવાનો હતો.