અમદાવાદ : ઇન્ટિરિયર ફિટ-આઉટ સોલ્યુશન્સ પ્રદાતા એલિગન્ઝ ઇન્ટિરિયર્સ જણાવ્યું હતું કે તેણે રૂપિયા 78.06 કરોડની ઇનિશિયલ પબ્લિક ઓફરિંગ (આઇપીઓ) માટે શેર દીઠ રૂપિયા 123-30ની પ્રાઇસ બેન્ડ નક્કી કરી છે, જે શુક્રવાર, 07 ફેબ્રુઆરીએ મૂડી બજારોમાં આવશે. એન્કર પોર્શન ગુરુવાર, 06 ફેબ્રુઆરી, 2025 ના રોજ ખુલશે. પ્રારંભિક શેર વેચાણ 11 ફેબ્રુઆરીએ સમાપ્ત થશે અને કંપનીના શેર એનએસઈના એસએમઈ પ્લેટફોર્મ ઇમર્જ પર લિસ્ટેડ કરવામાં આવશે. રોકાણકારો ઓછામાં ઓછા 1000 શેર માટે અને તેના ગુણાંકમાં બિડ લગાવી શકે છે.
વિવરો ફાઇનાન્સિયલ સર્વિસીસ એ એકમાત્ર બુક રનિંગ લીડ મેનેજર છે અને બિગશેર સર્વિસીસના આ આઈપીઓના રજિસ્ટ્રાર છે
ઇનિશિયલ પબ્લિક ઓફરિંગ (આઈપીઓ) સંપૂર્ણપણે 60.05 લાખ ઇક્વિટી શેરનો નવો આઈપીઓ છે, જેની ફેસ વેલ્યુ રૂપિયા 10 છે, જે બુક-બિલ્ડિંગ પ્રક્રિયા દ્વારા ઓફર કરવામાં આવે છે.
અપર પ્રાઇસ બેન્ડના અંતે કંપની પબ્લિક આઈપીઓથી લગભગ રૂપિયા 78.06 કરોડ એકત્ર કરશે. 31 ડિસેમ્બર, 2024 સુધીમાં, કંપનીની ઓર્ડર બુકમાં રૂ પિયા 434.86 કરોડની કુલ કોન્ટ્રાક્ટ વેલ્યુવાળા 47 ચાલુ પ્રોજેક્ટનો સમાવેશ થાય છે, જે આશરે 40 લાખ ચોરસ ફૂટના વિકાસને આવરી લે છે.
ચાલુ નાણાંકીય વર્ષના પ્રથમ છ માસિકગાળા (સપ્ટેમ્બર 2024ના અંતમાં) એલિગન્ઝ ઇન્ટિરિયર્સ રૂપિયા 192.09 કરોડની કામગીરીથી આવક અને રૂપિયા 9.53 કરોડના કર પછીનો નફો (પીએટી) નોંધાવ્યો હતો. નાણાકીય વર્ષ 2023-24માં કંપનીની કામગીરીથી આવક રૂપિયા ૨૨૧.૨૯ કરોડ અને પીએટી રૂપિયા 12.2 કરોડ રહી હતી..