પંજાબના ફિરોઝપુરમાં એક ભયંકર થયો હતો જેમાં બોલેરો પિકઅપ અને કેન્ટર વચ્ચે થયેલી ટક્કરમાં 10 લોકોના મૃત્યુના સમાચાર છે તો 5 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. હાલ તેમને સારવાર માટે હોસ્પિટલ લઈ જવાયા છે. ઘટનાની માહિતી મળતા જ પોલીસ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. ઘટના બાદ હાઇવે પર ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઇ હતી અને રોડ સેફટી ફોર્સ ટીમ પણ ઘટના સ્થળે પહોંચી છે. આ અકસ્માત ફિરોઝપુર-ફાઝિલ્કા રોડ પર થયો હતો.
આ અકસ્માત અંગે પોલીસ ઇન્સ્પેક્ટરે જણાવ્યું હતું કે, મજૂરો બોલેરો પિકઅપમાં મુસાફરી કરી રહ્યા હતા. તે ફિરોઝપુરથી કોઈ ગામ તરફ જઈ રહ્યા હતા. તે પિકઅપ વાન બેકાબૂ થઈ જતાં પાછળથી આવેલા કેન્ટર સાથે અથડાયું. હોસ્પિટલ પહોંચતા જ પાંચથી વધુ લોકોને મૃત જાહેર કરવામાં આવ્યા. ઘટનાસ્થળે હાજર લોકોએ જણાવ્યું છે કે બોલેરો પિકઅપમાં મુસાફરી કરી રહેલા બધા લોકો લગ્નમાં વેઈટર તરીકે કામ કરતા હતા. અકસ્માત બાદ મૃતકોના પરિવારજનોમાં અફડાતફડીનો માહોલ સર્જાયો હતો.