રેસ-3નું ટ્રેલર થશે રિલીઝ…

KhabarPatri News
By KhabarPatri News 1 Min Read

સલમાન ખાન એ ફક્ત એક એક્ટર નથી, તે એક બ્રાન્ડ છે. તેમના પર સટ્ટા પણ લગાવવામાં આવે છે. સલમાને ઘણા બધા લોકોની જીંદગી બનાવી છે. ઘણા લાંબા સમયથી સલમાનની ફિલ્મ રેસ-3 ના ટ્રેલરની રાહ જોવાતી હતી. પરંતુ હવે સલમાને ઘોષણા કરી દીધી છે કે રેસ-3નું ટ્રેલર ક્યારે રિલીઝ થશે.

સલમાને ટ્રેલર મોડુ કેમ આવ્યુ તેની સફાઇ પણ આપી હતી. સલમાને ટ્વિટ કરીને જણાવ્યુ હતું કે રેસ-3નું ટ્રેલર એડિટ નહોતુ થયુ માટે આટલા બધા પોસ્ટર બનાવવા પડ્યા હતા. હવે 15 મેના રોજ રેસ-3નું ટ્રેલર રિલીઝ થવાનું છે.

રેસ-3ને રમેશ તૌરાની અને સલમાન ખાન ભેગા મળીને પ્રોડ્યુસ કરી રહ્યા છે. સલમાન ખાનની ફિલ્મની રાહ દરેક લોકો આતુરતાથી જોતા હોય છે. રેસની આ સિકવન્સમાં દરેક વખતે સફળતા મળી છે. હવે સલમાનની રેસ-3ને કેવો પ્રતિસાદ મળશે તે જોવું રહ્યું.

Share This Article