નવી દિલ્હી : ભારતીય યુવાનોમાં સૌથી લોકપ્રિય સ્માર્ટફોન બ્રાન્ડ, રિયલમીએ આજે તેમના સ્માર્ટફોન અને AIOT પોર્ટફોલિયોમાં ગ્રાઉન્ડ-બ્રેકિંગ ઉત્પાદનો – ખૂબ અપેક્ષિત રિયલમી 14 પ્રો સિરીઝ 5G અને રિયલમી બડ્સ વાયરલેસ 5 ની જાહેરાત કરી. રિયલમી 14 પ્રો સિરીઝ 5G માં બે નવીન મોડલ શામેલ છે. રિયલમી 14 પ્રો 5G અને રિયલમી 14 પ્રો+ 5G. બંને ફોન પ્રખ્યાત ડેનિશ ડિઝાઈન સ્ટુડિયો, વેલ્યુર ડિઝાઈનર્સના સહયોગથી સાવચેતીપૂર્વક બનાવવામાં આવ્યા છે, જે વિશ્વના પ્રથમ કોલ્ડ-સેન્સિટિવ કલર ચેન્જિંગ સ્માર્ટફોનની રજૂઆતને ચિહ્નિત કરે છે. નવી પુનર્જીવિત રિયલમી નંબર સિરીઝની પ્રથમ ઓફર તરીકે, રિયલમી 14 પ્રો સિરીઝ 5G નો હેતુ મિડ-રેન્જ સ્માર્ટફોન્સમાં ફ્લેગશિપ સુવિધાઓને લોકપ્રિય બનાવવાનો છે, અને ડિઝાઈન, ઈમેજિંગ અને પરફોર્મન્સમાં નોંધપાત્ર સફળતા પ્રાપ્ત કરવાનો છે.
રિયલમી 14 પ્રો સિરીઝ 5G એક ગ્રાઉન્ડબ્રેકિંગ ડિવાઈસ છે જેમાં ઉદ્યોગની પ્રથમ સુવિધાઓ છે. તેમાં વિશ્વનો પ્રથમ કોલ્ડ સેન્સિટિવ કલર ચેન્જિંગ ફોન છે. જ્યારે બંને મોડેલો 16°C થી નીચે તાપમાનના સંપર્કમાં આવે છે ત્યારે રંગ બદલાય છે, પર્લ વ્હાઈટથી વાઈબ્રન્ટ બ્લૂમાં ફેરવાય છે. પર્યાવરણીય તાપમાનમાં ફરી વધારો થતાં પાછું પર્લ વ્હાઈટમાં ફેરવાઈ જાય છે. આ બ્રાન્ડ તેમના સેગમેન્ટમાં પહેલીવાર વેગન સ્વેડ લેધર પણ ઓફર કરે છે, જે ત્વચાને અનુકૂળ સ્પર્શ અને સોલીડ છતાં આરામદાયક ટેક્ચર આપે છે. સ્માર્ટફોનની સાથે, રિયલમી રિયલમી બડ્સ વાયરલેસ 5 ANC લોન્ચ કરી રહી છે. આ વાયરલેસ ઈયરબડ્સ બહેતર સાઉન્ડ ક્વોલિટી અને સીમલેસ વપરાશકર્તા અનુભવનું વચન આપે છે, જે બ્રાન્ડની ઉચ્ચ-ગુણવત્તાવાળા ઓડિયો ડિવાઈસેસની શ્રેણીને વધારે છે.
લોન્ચ પર ટિપ્પણી કરતા, રિયલમીના પ્રવક્તાએ કહ્યું, “અમે અમારી નવીનતમ નવીનતાઓ – રિયલમી 14 પ્રો સિરીઝ અને રિયલમી બડ્સ વાયરલેસ 5 ANC નું અનાવરણ કરવા માટે ખૂબ જ ઉત્સાહિત છીએ. રિયલમી 14 પ્રો સિરીઝ 5G એ સીમાઓને આગળ વધારવા અને અમારા ગ્રાહકોને ઉદ્યોગ-પ્રથમ સુવિધાઓ આપવા માટેની અમારી પ્રતિબદ્ધતાનો પુરાવો છે. સ્નેપડ્રેગન 7s Gen 3 દ્વારા સંચાલિત, કોલ્ડ-સેન્સિટિવ કલર-ચેન્જિંગ ટેકનોલોજી સાથેના વિશ્વના પ્રથમ સ્માર્ટફોન સાથે, અમે રિયલમી બડ્સ વાયરલેસ 5 ANC પણ રજૂ કરી રહ્યા છીએ. જે સારી સાઉન્ડ ક્વોલિટી અને શ્રેષ્ઠ વપરાશકર્તા અનુભવ સાથે આવે છે.”
રિયલમી 14 પ્રો+ 5G એ એક ગ્રાઉન્ડબ્રેકિંગ સ્માર્ટફોન છે જે વિશ્વના પ્રથમ કોલ્ડ- સેન્સિટિવ કલર ચેન્જિંગ ડિવાઈસ તરીકે અલગ પડે છે. તે ડેનિશ ડિઝાઈન સ્ટુડિયો વેલ્યુર ડિઝાઈનર્સ દ્વારા એક નવીન ડિઝાઈનપ્રદર્શિત કરે છે, જે 16°C થી નીચે તાપમાનનાસંપર્કમાં આવે ત્યારે પર્લ વ્હાઈટથી વાઈબ્રન્ટ બ્લૂમાં પરિવર્તિત થાય છે. આ ફ્લેગશિપ લેવલ સોની IMX 882 પેરિસ્કોપ ટેલિફોટો લેન્સ, DSLR-લેવલ સોની IMX896 OIS કેમેરાઅને એડવાન્સ્ડ AI અલ્ટ્રા ક્લેરિટી 2.0 સિસ્ટમ, ઉદ્યોગની પ્રથમ મેજિકગ્લો ટ્રિપલ ફ્લેશ સાથે આગામી જનરેશનના અલ્ટ્રા-ક્લિયર AI ઈમેજિંગ અને અદભૂત નાઈટ ફોટોગ્રાફી સાથે આવે છે. આ ડિવાઈસ લેટેસ્ટ સ્નેપડ્રેગન 7s Gen 3 ચિપસેટદ્વારા સંચાલિત છે, જે સેગમેન્ટમાં અગ્રણી પરફોર્મન્સ આપે છે. તેમાં સેગમેન્ટનો પહેલો બેઝલ-લેસ ક્વાડ-કર્વ્ડ ડિસ્પ્લે, લાંબા સમય સુધી ચાલતી 6000mAh ટાઈટન બેટરી અને સિલ્કી-સ્મૂથ ગેમિંગ અનુભવ માટે સેગમેન્ટની સૌથી મોટી VC કૂલિંગ સિસ્ટમ પણ છે. રિયલમી 14 પ્રો+ 5G ત્રણ વિશિષ્ટ રંગોમાં આવે છે – પર્લ વ્હાઈટ અને સ્વેડ ગ્રે, અને ભારતનો એક્સક્લુઝિવ કલર વેરિઅન્ટ, બિકાનેર પર્પલ પણ રજૂ કરે છે, અને તે ત્રણ સ્ટોરેજ વેરિઅન્ટમાં ઉપલબ્ધ છે: 8GB+128GB જેની કિંમત રૂ. 27,999 છે, 8GB+256GB જેની કિંમત રૂ. 29,999 છે, અને 12GB+256GB જેની કિંમત રૂ. 30,999 છે, જે વપરાશકર્તા પસંદગીઓ અને જરૂરિયાતોની વિશાળ શ્રેણીને પૂરી કરે છે.
રિયલમી 14 પ્રો 5G એક ક્રાંતિકારી સ્માર્ટફોન છે જે કોલ્ડ- સેન્સિટિવ કલર ચેન્જિંગની ટેકનોલોજી સાથે પણ આવે છે. રિયલમી 14 પ્રો 5G એ DSLR-લેવલ સોની લાર્જ-સેન્સર OIS કેમેરા અને એડવાન્સ્ડ AI અલ્ટ્રા ક્લેરિટી 2.0 સિસ્ટમ ધરાવે છે, સાથે જ ઉદ્યોગની પ્રથમ મેજિકગ્લો ટ્રિપલ ફ્લેશ ખાસ કરીને નાઈટ પોટ્રેટ્સ માટે ડિઝાઈન કરવામાં આવી છે, જે નેક્સ્ટ જનરેશન અલ્ટ્રા-ક્લિયર AI ઈમેજિંગને સક્ષમ કરે છે. મીડિયા ટેક ડાયમેન્સિટી 7300 એનર્જી 5G ચિપસેટદ્વારા સંચાલિત, તે અગ્રણી પરફોર્મન્સ પ્રદાન કરે છે, જેમાં 120Hz કર્વ્ડ વિઝન ડિસ્પ્લે, લાંબા ગાળાની 6000mAh ટાઈટન બેટરીઅને સીમલેસ ગેમિંગ અનુભવ માટે સેગમેન્ટની સૌથી મોટી VC કૂલિંગ સિસ્ટમ છે. રિયલમી 14 પ્રો 5G ત્રણ અનન્ય રંગોમાં આવે છે – પર્લ વ્હાઈટ અને સ્વેડગ્રે, અને ભારતનો એક્સક્લુઝિવ કલર વેરિઅન્ટ, જયપુર પિંકપણ રજૂ કરે છે. તે બે સ્ટોરેજ વેરિઅન્ટમાંઉપલબ્ધ છે: 8GB+128GB જેની કિંમત રૂ. 22,999 છે અને 8GB+256GB જેની કિંમત રૂ. 24,999 છે, જે વપરાશકર્તાઓ માટે વ્યાપક, સેગમેન્ટ-અગ્રણી ફોન અનુભવો પ્રદાન કરે છે.
*રિયલમી 14 પ્રો સિરીઝ 5G ની સમીક્ષા માર્ગદર્શિકા અને ઉત્પાદન છબીઓ માટે, કૃપા કરીને અહીં સંદર્ભ લો: લિંક
રિયલમી 14 પ્રો સિરીઝ 5G ની કિંમત અને વેચાણની વિગતો નીચે જણાવેલ છે:
રિયલમી 14 પ્રો સિરીઝ 5G
ઉત્પાદન વેરિઅન્ટ કિંમત ઓફર્સ ઓફર કિંમત વેચાણ તારીખો
રિયલમી 14 પ્રો+ 5G 8GB+128GB રૂ. 29,999
રૂ. 4000 સુધીની ઓફર રૂ. 27,999 પ્રી-બુકિંગ 16 જાન્યુઆરીથી બપોરે 1:15 વાગ્યેથી શરૂ થશે, 22 જાન્યુઆરી, 24:00 સુધી ચાલશે.
પ્રથમ વેચાણ: 23 જાન્યુઆરી, બપોરે 12 વાગ્યાથી
8GB+256GB રૂ. 31,999 રૂ. 29,999
12GB+256GB
રૂ. 34,999 રૂ. 30,999
રિયલમી 14 પ્રો 5G
8GB+1285GB રૂ. 24,999
રૂ. 2000 ની ઓફર્સ રૂ. 22,999
8GB+256GB રૂ. 26,999 રૂ. 24,999
realme.com, ફ્લિપકાર્ટ અને મેઈનલાઈન ચેનલો પર ઉપલબ્ધ છે
રિયલમી બડ્સ વાયરલેસ 5 ANC વાયરલેસ ઓડિયો માર્કેટમાં ગેમ-ચેન્જર છે. આ ઈયરબડ્સ 50dB હાઈબ્રિડ એક્ટિવ નોઈઝ કેન્સલેશન, એડેપ્ટિવ થ્રી-લેવલ AAC મ્યુઝિક પ્લેબેક, 38 કલાક સુધીના પ્લેબેકથી સજ્જ છે. IP55 ડસ્ટપ્રૂફ અને વોટરપ્રૂફ રેટિંગ સાથે, આ ઈયરબડ્સ રોજિંદા ઉપયોગ અને આઉટડોર પરિસ્થિતિઓનો સામનો કરવા માટે બનાવવામાં આવ્યા છે. રિયલમી બડ્સ વાયરલેસ 5 ANC પણ તેમની આકર્ષક ડિઝાઈન સાથે અલગ છે અને ત્રણ અદભૂત રંગોમાં ઉપલબ્ધ છે – મિડનાઈટ બ્લેક, ટ્વાઈલાઈટ પર્પલ અને ડોન સિલ્વર જેની કિંમત રૂ. 1799 છે અને ઓફર સાથે રૂ. 1599 છે.
*રિયલમી બડ્સ વાયરલેસ 5 ANC ની સમીક્ષા માર્ગદર્શિકા અને ઉત્પાદન છબીઓ માટે, કૃપા કરીને અહીં સંદર્ભ લો: લિંક
રિયલમી બડ્સ વાયરલેસ 5 ANC ની કિંમત અને વેચાણની વિગતો નીચે મુજબ છેઃ
રિયલમી બડ્સ વાયરલેસ 5 ANC
ઉત્પાદન રંગો કિંમત ઓફર ઓફર કિંમત વેચાણ તારીખ
રિયલમી બડ્સ વાયરલેસ 5 ANC મિડનાઈટ બ્લેક, ટ્વાઈલાઈટ પર્પલ અને ડોન સિલ્વર રૂ. 1,799 રૂ. 200 રૂ. 1,599 પ્રથમ વેચાણ 23 જાન્યુઆરી, બપોરે 12 વાગ્યાથી શરૂ થાય છે
realme.com, ફ્લિપકાર્ટ, Amazon.in અને તમારી નજીકના સ્ટોર્સ પર ઉપલબ્ધ છે
મુખ્ય વિશેષતાઓ: રિયલમી 14 Pro+ 5G
વિશ્વનો પ્રથમ કોલ્ડ સેન્સિટિવ કલર ચેન્જિંગ ફોન: સ્માર્ટફોન ડિઝાઈનમાં એક ક્રાંતિ
રિયલમી 14 પ્રો+ 5G એ વિશ્વનો પ્રથમ કોલ્ડ સેન્સિટિવ કલર ચેન્જિંગ ફોન છે, જે સ્માર્ટફોન ટેકનોલોજીમાં નોંધપાત્ર સફળતાને ચિહ્નિત કરે છે. પ્રતિષ્ઠિત નોર્ડિક ઈન્ડસ્ટ્રીયલ ડિઝાઈન સ્ટુડિયો વેલ્યુર ડિઝાઈનર્સના સહયોગથી, રિયલમીએ રિયલમી 14 પ્રો સિરીઝ 5G ના એક્સક્લુઝિવ પર્લ વ્હાઈટ વેરિઅન્ટ માટે “યુનિક પર્લ ડિઝાઈન” નું અનાવરણ કર્યું છે. ડિવાઈસમાં એક નવીન ડિઝાઈન છે જે 16° સે નીચે તાપમાનના સંપર્કમાં આવે ત્યારે રંગ બદલે છે, પર્લ વ્હાઈટથી વાઈબ્રન્ટ બ્લૂમાં ફેરવાય છે. પર્યાવરણીય તાપમાનમાં ફરી વધારો થતાં પાછું પર્લ વ્હાઈટમાં ફેરવાઈ જાય છે, જે વપરાશકર્તાઓને ગતિશીલ અને ઈન્ટરેક્ટિવ ડિઝાઈન અનુભવ પ્રદાન કરે છે.
મેજિકગ્લો ટ્રીપલ ફ્લેશ સાથે ફ્લેગશિપ-લેવલ સોની IMX882 OIS 3X પેરિસ્કોપ કેમેરા
ક્લેરિટી, ટોપ-ટિયર કેમેરા ફોન્સનો પાયો છે, જે રિયલમી 14 પ્રો સિરીઝ 5G ઈમેજિંગ શ્રેષ્ઠતાના કેન્દ્રમાં છે. રિયલમી 14 પ્રો+ 5G ફ્લેગશિપ-લેવલ સોની IMX882 OIS 3X પેરિસ્કોપ કેમેરા ધરાવે છે, જે તેના સેગમેન્ટમાં એકમાત્ર પેરિસ્કોપ કેમેરા તરીકે અલગ પડે છે. NEXT AI દ્વારા સંચાલિત, તે અલ્ટ્રા-ક્લિયર AI ઈમેજિંગ પ્રદાન કરે છે, જે વિવિધ પ્રકાશ પરિસ્થિતિઓ અને અંતરમાં બહેતર પ્રકાશ સંવેદનશીલતા સાથે ઉચ્ચ-ગુણવત્તાવાળી છબીઓ સુનિશ્ચિત કરે છે. આ ડિવાઈસમાં ઉદ્યોગની પ્રથમ મેજિકગ્લો ટ્રિપલ ફ્લેશ પણ છે, જે સૌથી પડકારજનક લાઈટિંગ પરિસ્થિતિઓમાં પણ પ્રોફેશનલ-લેવલની લાઈટ ફિલ પ્રદાન કરે છે, જે તેને નાઈટ પોટ્રેટ્સ માટે આદર્શ બનાવે છે. વધુમાં, તેમાં તેના સેગમેન્ટમાં એકમાત્ર 120X સુપરઝૂમ છે, જે નોંધપાત્ર અંતરથી પણ અદ્ભુત વિગતો પ્રદાન કરે છે, અને 0.6X થી 30X સુધીની શાર્પનેસમાં શ્રેષ્ઠતા પ્રદાન કરે છે.
સેગમેન્ટમાં અજોડ પરફોર્મન્સ
લેટેસ્ટ સ્નેપડ્રેગન 7s Gen 3 ચિપસેટ દ્વારા સંચાલિત, રિયલમી 14 પ્રો+ 5G સેગમેન્ટમાં અગ્રણી પરફોર્મન્સ આપે છે. ડિવાઈસ 6000mm² 3D VC કૂલિંગ સિસ્ટમથી સજ્જ છે, જે લાંબા સમય સુધી ઉપયોગ માટે સ્થિર પરફોર્મન્સ અને સિલ્કી-સ્મૂથ ગેમિંગ અનુભવને સુનિશ્ચિત કરે છે. આ અદ્યતન સુવિધાઓ સાથે, રિયલમી 14 પ્રો+ 5G ખરેખર પ્રીમિયમ સ્માર્ટફોન સેગમેન્ટમાં નવા ધોરણો સેટ કરે છે.
વિસ્તૃત પાવર એન્ડ્યોરન્સ સાથે ઈમર્સિવ વ્યૂઈંગ અનુભવ
રિયલમી 14 પ્રો+ 5G તેના સેગમેન્ટમાં પ્રથમ ફ્લેગશિપ-લેવલ સિમેટ્રિકલ ક્વાડ-કવર્ડ ડિસ્પ્લે ધરાવે છે. અલ્ટ્રા-સ્લિમ 1.6mm બેઝલ્સ સાથે, તે સેગમેન્ટનો સૌથી વધુ સ્ક્રીન-ટુ-બોડી રેશિયો 93.8% પ્રાપ્ત કરે છે. શાર્પ 1.5K રિઝોલ્યુશન અને અદ્યતન 42° ગોલ્ડન કર્વચર ક્લિયર-ક્રિસ્ટલ દ્રશ્યો અને સુવ્યવસ્થિત ટચ પ્રદાન કરે છે, જ્યારે 3840 PWM અલ્ટ્રા-હાઈ ફ્રિક્વન્સી ડિમિંગ સુનિશ્ચિત કરે છે કે વિસ્તૃત ઉપયોગ દરમિયાન તમારી આંખોની સારી સંભાળ રાખવામાં આવે છે. ઉપકરણ લાંબા ગાળાની 6000mAh ટાઈટન બેટરી સાથે પણ આવે છે, જે વિસ્તૃત પાવર એન્ડ્યોરન્સને સુનિશ્ચિત કરે છે.
વેગન સ્વેડ લેધર સાથે અનન્ય પર્લ ડિઝાઈન
રિયલમી 14 પ્રો+ 5G એક અનન્ય પર્લ ડિઝાઈન ધરાવે છે, જે પ્રખ્યાત ડેનિશ ડિઝાઈન સ્ટુડિયો વેલ્યુર ડિઝાઈનર્સ સાથે મળીને બનાવવામાં આવી છે. સ્માર્ટફોન ઉદ્યોગમાં આ પ્રકારની પ્રથમ કોલ્ડ સેન્સિટિવ કલર ચેન્જિંગ ટેકનોલોજી સાથે, રિયલમી 14 પ્રો+ 5G એ અદ્યતન થર્મોક્રોમિક પિગમેન્ટ્સનો ઉપયોગ કરે છે જે નીચા તાપમાન પર પ્રતિક્રિયા આપે છે. તે ત્રણ વિશિષ્ટ રંગોમાં ઉપલબ્ધ છે – પર્લ વ્હાઈટ, સ્વેડ ગ્રે અને બિકાનેર પર્પલ.
મુખ્ય વિશેષતાઓ: રિયલમી 14 Pro 5G
એડવાન્સ્ડ AI અલ્ટ્રા ક્લેરિટી 2.0 સિસ્ટમ સાથે DSLR-લેવલ સોની લાર્જ-સેન્સર OIS કેમેરા
રિયલમી 14 પ્રો 5G માં DSLR-લેવલ સોની લાર્જ-સેન્સર OIS કેમેરા અને એડવાન્સ્ડ AI અલ્ટ્રા ક્લેરિટી 2.0 સિસ્ટમ છે. 50MP સોની IMX882 OIS મુખ્ય કેમેરા ડેપ્થ અને પરિમાણને વધારે છે, ખાતરી કરે છે કે દરેક ફોટોગ્રાફ એક પાવરફુલ વિગતો આપે છે. આ સંયોજન નેક્સ્ટ જનરેશન અલ્ટ્રા-ક્લિયર AI ઈમેજિંગ પ્રદાન કરે છે, જે અદભૂત રીતે ક્લિયર નાઈટ ફોટોગ્રાફીને સક્ષમ કરે છે અને કોઈપણ બ્રાઈટનેસ પરિસ્થિતિઓ હેઠળ ઉચ્ચ ગુણવત્તાની છબીઓને સુનિશ્ચિત કરે છે.
સેગમેન્ટ-અગ્રણી પરફોર્મન્સ
સરળ ગેમિંગ અનુભવ” માટે અગ્રણી પરફોર્મન્સ મીડિયાટેક ડાયમેન્સિટી 7300 એનર્જી 5G ચિપસેટ દ્વારા સંચાલિત, રિયલમી 14 પ્રો 5G તેના સેગમેન્ટમાં અગ્રણી પરફોર્મન્સ આપે છે. ચિપસેટ 4nm અદ્યતન પ્રક્રિયા, વધુ સારી પરફોર્મન્સ અને ઉચ્ચ પાવર એન્ડ્યોરન્સ પ્રદાન કરે છે. તેમાં સેગમેન્ટની સૌથી મોટી VC કૂલિંગ સિસ્ટમ પણ છે.
6000mAh ટાઈટન બેટરી સાથે 120Hz કર્વ્ડ વિઝન ડિસ્પ્લે
રિયલમી 14 પ્રો 5G 120Hz રિફ્રેશ રેટ સાથે ફ્લેગશિપ-લેવલ 3D કર્વ્ડ ડિસ્પ્લે ધરાવે છે, જે વપરાશકર્તાઓને ઈમર્સિવ અને રુકાવટ વગર જોવાનો અનુભવ પ્રદાન કરે છે. તે 4500nits ની પીક બ્રાઈટનેસ સાથે સેગમેન્ટનું તેજસ્વી ડિસ્પ્લે પણ પ્રદાન કરે છે અને સેગમેન્ટનું માત્ર 3840 PWM અલ્ટ્રા-હાઈ ફ્રિક્વન્સી ડિમિંગ, અને અંતિમ આંખની સંભાળ પણ પ્રદાન કરે છે.